________________
પર્વ ૭ મું
૧૫૭
1
આગમનને વખતે સામું જવું, મસ્તક પર અંજલી જેડવી, પિતે આસન નાખી દેવું, અને ગુરૂ આસન પર બેસે એટલે ભક્તિપૂર્વક પયું પાસના કરવી; તેમ જ જ્યારે ગુરૂ જાય ત્યારે પાછળ જવું. આ પ્રમાણે કરવાથી ગુરૂ મહારાજની પ્રતિપત્તિ થાય છે. પછી ગુરૂ પાસેથી પાછા ફરીને પોતાને ઘરે જવું, અને પછી સદ્દબુદ્ધિપૂર્વક ધર્મના અવિરેજપણે અર્થચિંતન ( વ્યાપાર ઉદ્યોગ) કરવું. પછી મધ્યાન્હ કાળે ફરી જિનપૂજા કરીને ભોજન કરવું. ત્યા૨બાદ શાસ્ત્રવેત્તાઓની સાથે શાસ્ત્રોનું રહસ્ય વિચારવું. પછી સંધ્યા વખતે ફરીવાર દેવાર્ચન કરી, આવશ્યક કર્મ (પ્રતિક્રમણ) આચરવું, અને પછી ઉત્તમ પ્રકારે સ્વાધ્યાય ધ્યાન કરવું. રાત્રે ગ્ય સમયે દેવગુરૂના સ્મરણથી પવિત્ર થઈ અલ્પ નિદ્રા કરવી, અને પ્રાયઃ અબ્રહ્મપણાને વર્જવું. વચમાં જ નિદ્રાનો છેદ થાય (નિદ્રા ઊડી જાય) તો સ્ત્રીના અંગ વિષે ચિંતવન કરવું, અને માહાત્મા મુનિઓએ જેનાથી નિવૃત્તિ કરી છે તેનો વિચાર કરે. સ્ત્રીનું શરીર, ગ્રંથીઓ, વિષ્ટા, મૂત્ર, મલ, શ્લેષ્મ, મજજા અને અસ્થિથી ભરપૂર છે, તેમ જ સ્નાયુથી સીવેલી ચમની કોથળીરૂપ છે. જે સ્ત્રીના શરીરનું અંદરના અને બહારના ભાગનું વિપર્યય પણું કરવામાં આવે અર્થાત્ અંદરના ભાગને બહાર લાવવામાં આવે તો દરેક કામી પુરૂષને ગીધ અને શિયાળથકી તેના શરીરનું રક્ષણ કરવું પડે. જે કામદેવ સ્ત્રીરૂપ શસ્ત્રથી આ જગતને જીતવાને ઈચ્છતો હોય તો તે મૂઢ બુદ્ધિવાળો હલકા પીંછાનું શસ્ત્ર શા માટે લેતો નથી ? અહો ! સંકલ્પમાંથી ઉત્પન્ન થનારા કામદેવે આ વિશ્વને બહુ વિડંબિત કર્યું છે, પણ તે દુઃખનું મૂળ સંકલ્પ જ છે એવું ચિંતવન કરવું. જે જે બાધકકારી દોષ હોય તેને પ્રતિકાર ચિંતવ, અને તેવા દેષથી મુક્ત એવા મુનિઓને વિષે હર્ષ પામ, સર્વ જીને વિષે રહેલી મહાદુઃખકારક ભવસ્થિતિ વિષે વિચાર કરી સ્વભાવથી જ સુખદાયક એવા મોક્ષમાર્ગનો શેધ કરે. જેમાં જિનેશ્વર દેવ, દયા, ધર્મ અને મુનિએ ગુરૂ છે એવા શ્રાવકપણાની કો અમૂઢ (પંડિત ) જન શ્લાઘા ન કરે ? વળી ઉત્તમ પ્રાણએ તે તે સમયે આવા મનોરથ કરવા કે “હું જિનધર્મ રહિત ચક્રવત્તી થવાને પણ ઈચ્છતો નથી, પરંતુ જૈનધર્મવાસિત કિંકર કે દરિદ્રી થવાને ઈરછું છું. વળી સર્વ સંગ છોડી દઈ, જીર્ણ વસ્ત્ર પહેરી, મલીન શરીર રાખી અને માધુકરી વૃત્તિ અંગીકાર કરી હું મુનિચર્યાને જ્યારે આચરીશ ? દુરશીલ જનોનો સંસર્ગ છોડી, ગુરૂના ચરણરજના સ્પર્શ કરી, ગનો અભ્યાસ કરતો તો હું આ સંસાર છેદવાને ક્યારે સમર્થ થઈશ ? અર્ધ રાત્રે નગરની બહાર કાયેત્સર્ગ કરીને સ્તંભવત્ થયેલા મારા શરીર સાથે વૃષભ કયારે પિતાના સ્કંધને ઘસ્યા કરશે ? વનમાં પદ્માસન કરી અને મૃગના બચ્ચાંને ઉત્સંગમાં રાખીને રહેલા એવા “મારા મુખને વૃદ્ધ મૃગ ક્યારે આવીને સુંઘશે ? શત્રુ અને મિત્રમાં, તૃણ અને સ્ત્રીમાં, સુવર્ણ અને પાષાણુમાં, મણિ અને મૃત્તિકામાં તેમજ મિક્ષ અને સંસારમાં મારી બુદ્ધિ સમાન ક્યારે થશે?’ આ પ્રમાણે મુકિતગૃહની નિસરણીરૂપ ગુણશ્રેણી ઉપર ચડવાને માટે પરમ આનંદરૂપ લતાના મૂળભૂત મનોરથે હમેશાં ક્ય કરવાં. આવી રીતે અહોરાત્રિની ચર્ચા પ્રમાદરહિતપણે આચરતે અને યથાર્થ રીતે કહેલા “વ્રતને વિષે સ્થિત રહેતે શ્રાવક ગૃહસ્થપણામાં પણ વિશુદ્ધ થાય છે.”
આ પ્રમાણે પ્રભુએ દેશના આપી, તે સાંભળીને ઘણુ મનુષ્યોએ દીક્ષા લીધી. તેમાં કુંભ વિગેરે સત્તર ગણધર થયા. પ્રભુની દેશનાને અંતે કુંભ નામના ગણધરે દેશના આપી. તે દેશના પૂર્ણ થયા પછી ઈદ્રાદિક દેવે પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાને સ્થાનકે ગયા.
શ્રી નમિનાથ પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળે, ચાર મુખવાળે, સુવર્ણ જેવા વર્ણવાળે, વૃષભના વાહનપર બેસનારે, ચાર દક્ષિણે ભુજામાં બીરૂં, શક્તિ, મુદ્દગર અને અભય તથા ચાર