________________
સર્ગ ૧૨ મા નામ લખીને આગળ ચાલતાં ગંગાનદી પાસે આવી ગંગાદેવીને સાધી લીધી અને સેનાપતિ પાસે તેનું પૂર્વ નિષ્ફટ સધાવ્યું. પછી વૈતાઢય ઉપરની બંને પ્રેણિના વિદ્યાધરએ જેને ભેટ આપી છે એવા ચક્રવર્તીએ ખંડપ્રપાતા ગુફાના સ્વામી નાટયમાલ દેવને સાધી લીધે, અને સેનાપતિએ ઉઘાડેલી તે ખંડપ્રપાતા ગુફામાં પ્રવેશ કર્યો. તે ગુફામાં ચક્રને અનુસરીને ચાલતાં પ્રથમની જેમ બહાર નીકળ્યા. પછી સેનાપતિ પાસે ગંગાનું પૂર્વ નિષ્ફટ સધાવી ગંગાના કિનારા ઉપર પડાવ કર્યો. ત્યાં તેમના ઉત્કૃષ્ટ પુણ્યપ્રભાવથી ગંગાના મુખ પાસે માગધ તીર્થમાં વસનારા નવે નિધિઓ તેમને સ્વયમેવ સિદ્ધ થયા.
આ પ્રમાણે ચક્રવત્તી સંપૂર્ણ લક્ષમી મેળવી, ષખંડ ભારતને વિજય કરી સંપત્તિવડે ઈદ્ર જેવા હરિષેણ ચક્રવર્તી કાંપિલ્યપુરમાં પાછા આવ્યા. ત્યાં દેવેએ અને માનવોએ તેમને ચક્રવત્તી પણાને અભિષેક કર્યો. તે સંબંધી નગરમાં બાર વર્ષ સુધી મહત્સવ પ્રવર્યો. પછી ભારતવર્ષના સર્વ રાજાએ જેમની આજ્ઞા માને છે એવા એ મહાભુજ ચક્રવર્તી ધર્મની અબાધાએ અનેક પ્રકારના સુખભોગ ભેગવવા લાગ્યા. છેવટે મોક્ષગમનમાં ઉત્સુક એવા તે ચક્રવત્તી એ સંસારથી વિરક્ત થઈ, એક લીલામાત્રમાં રાજ્ય છોડી દઈને દીક્ષા ગ્રહણ કરી. એ હરિષેણ ચક્રવર્તી સવા ત્રણ વર્ષ કુમારપણામાં, તેટલાંજ વર્ષ મંડલિકપણમાં, દોઢસો વર્ષ વિજય કરવામાં, આઠ હજાર આઠસે ને પચાસ વર્ષ ચક્રવત્તીપણામાં અને સાડા ત્રણસો વર્ષ દીક્ષાના આરાધનમાં-એમ સર્વ મળી દશહજાર વર્ષનું આયુષ્ય પાળી તીવ્ર વ્રતના આરાધનવડે ઘાતકર્મને નાશ કરી કેવળજ્ઞાન પામીને નિત્યસુખવાળા પદ (મોક્ષ)ને પ્રાપ્ત થયા.
SGSMS 298
82383088888888888888888888888888
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि हरिषेणचक्रवर्तिचरितवर्णनो
નામ શિઃ સ | ૨૨ | 0 887989089888888888888888888888888