________________
સ ૧૨ મા.
શ્રી હરિષેણ ચક્રવત્તીનું ચરિત્ર,
શ્રી નમિનાથ પ્રભુ વિહાર કરતા હતા, તે સમયમાં હરિષણ નામે ચક્રવત્તી' થયા હતા, તેનુ' ચરિત્ર હવે કહેવામાં આવશે.
આ ભરતક્ષેત્રમાં શ્રી અનંતનાથ પ્રભુના તીમાં નરપુર નામના નગરમાં નરમાં અભિરામ એવા નરાભિરામ નામે રાજા થયા હતા. તે રાજા અનુક્રમે સ‘સારથી ઉદ્વેગ પામી દીક્ષા લઈ મૃત્યુ પામીને સત્પુમાર દેવલેાકમાં પરમકિ દેવતા થયે..
શ્રી પાંચાલ દેશના આભૂષણ જેવું, સમૃદ્ધિથી સ્વર્ગ જેવુ... અને શત્રુઓથી પણ એક પ્ય એવુ' કાંપિલ્ય નામે એક ઉત્તમ નગર છે. તે નગરમાં સિહના જેવા પરાક્રમી અને ઈક્ષ્વાકુ વંશમાં તિલકરૂપ મહાહરિ નામે પૃથ્વીમાં વિખ્યાત રાજા થયા. તે રાજાને જેનુ મુખકમળ સદા પ્રફુલ્લિત રહેતુ હતુ એવી, શીળરૂપી અલકારને ધારણ કરનારી અને રૂપથી પૃથ્વીને અલ'કૃત કરનારી મહિષી નામે પટ્ટરાણી હતી. નરાભિરામ રાજાના જીવ સ્વગ માંથી ચ્યવીને તેના ઉદરમાં અવતર્યા. તે રાત્રિએ રાણીને ચૌદ મહા સ્વપ્ના આવવાથી તે પુત્ર ચક્રવત્તીની સમૃદ્ધિવાળા થશે એમ પ્રસિદ્ધિ થઈ. સમય આવતાં તેણે હર્ષેણ નામના સુવણૅસમાન કાંતિવાળા પુત્રને જન્મ આપ્યા. તેની પંદર ધનુષ ઊંચી કાયા થઈ અને પિતાએ યુવાયપદ ઉપર તેને અભિષેક કર્યાં.
પિતાનું રાજ્ય પાળતા સતા એ મહાપરાક્રમી હરિષેણુને અન્યદા અસ્ત્રશાળામાં ચક્રરત્ન પ્રગટ થયું”. પછી અનુક્રમે પુરાહિત, વકિ, ગૃહપતિ અને સેનાની વિગેરે તેર રત્ના પણ પ્રગટ થયાં; એટલે પ્રથમ પૂર્વ દિશા તરફ ચક્રની પાછળ ચાલતાં માગધ તીથૅ ગયા. ત્યાં દિગ્વિજયની આદ્યમાં માગધકુમાર દેવને સાધ્યા. ત્યાંથી દક્ષિણ દિશા તરફ જઈ દક્ષિણ સમુદ્રમાં રહેલા વરદામતિને તે મહાભુજે ક્ષણવારમાં વશ કર્યા. પછી પૃથ્વીપર રહેલા ઇંદ્ર હોય તેમ અખંડ પરાક્રમી એવા રિષણે પશ્ચિમ દિશામાં જઇ પ્રભાસદેવને સાધ્યા. ત્યાંથી દિગ્ગજ જેવા પરાક્રમી તે દશમા ચક્રીએ મહાનદી સિંધુ સમિપે જઇ સિંધુદેવીને વશ કરી. પછી દિશાઓને સાધવામાં પંડિત એવા તેણે ત્યાંથી ચૈતાન્ય સમિપે આવી વૈતાઢયાદ્રિક઼માર દેવને વિધિપૂર્ણાંક સાધ્ય કર્યા, અને ત્યાંજ એ કૃતાર્થ વીરે તમિસ્ત્રા ગુફાના અધિષ્ઠાયિક દેવને પણ સાધ્યા. પછી સેનાપતિની પાસે સિ ંધુનર્રાનું પશ્ચિમ નિષ્કુટ જીતાવી લીધું. પછી જેના દક્ષિણ કુંભસ્થળ ઉપર મણિરત્ન મૂકેલ છે એવા હાથીપર બેસી સેનાપતિએ જેના દ્વાર ઉઘાડવાં છે એવી તમિસ્રા ગુફામાં તેણે પ્રવેશ કર્યા, કાંકિણી રત્નથી કરેલા માંડળાવડે જેમાં ઉદ્યોત થયેલા છે એવી તે મિસ્ર ગુફાનુ' ઉન્મન્ના અને નિમન્ના નદીને તેની ઉપર બાંધેલા પુલવડે ઉતરીને ઉલ્લંઘન કર્યું. પછી જેનું ઉત્તર દ્વાર પેાતાની મેળે ઉઘડી ગયુ છે એવી તે ગુફામાંથી નીકળીને આપાત જાતિના સ્વચ્છ દી સ્વેચ્છાને તેણે જીતી લીધા, અને સેનાપતિ પાસે સિંધુનું પશ્ચિમ નિષ્કૃટ સધાવી ક્ષુદ્ર હિમાલય પાસે આવીને તેના અધિષ્ઠાયિક દેવને જીતી લીધા, પછી કાંીિ રત્નવડે ઋષભકૂટ ઉપર પેાતાનુ