________________
પર્વ ૭ મું.
૧૫૧
આસું પછી પંકમાં
તે સમયે પાણી નાંખી, અને
અરણ્યમાં જ ભિક્ષાને અવસરે ભિક્ષા મળે તો મારે પારણું કરવું, નહિ તો કરવું નહિ.” આ અભિગ્રહ ધારણ કરી શરીરમાં પણ અપેક્ષા રહિત એવા રામ પરમ સમાધિને પ્રાપ્ત થઈ પ્રતિમા ધર થઈને રહ્યા.
એક વખતે વિપરીત શિક્ષા આપેલા વેગવાળા અ આકર્ષણ કરેલે પ્રતિનંદી રાજા તે તરફ આવ્યો. ત્યાં આવેલા નંદનપુણ્ય નામના સરોવરમાં કાદવની અંદર તેને અશ્વ ખુંચી ગયે. તેની પછવાડે શેાધતું તેનું સૈન્ય પણ આવ્યું. પછી પંકમાંથી અશ્વને કાઢી પ્રતિનંદી રાજાએ ત્યાંજ છાવણી નાંખી, અને સ્નાન કરીને ત્યાં જ પરિવાર સાથે ભોજન કર્યું. તે સમયે ધ્યાન પારીને મુનિ પારણું કરવાની ઈચ્છાએ ત્યાં આવ્યા. પ્રતિનંદી રાજા તેમને જોઈને ઊભે થયે, અને અવશેષ રહેલા ભાત પાણીથી તેણે રામને પ્રતિલાભિત કર્યા. એટલે રામર્ષિએ પારણું કર્યું અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પછી રામમુનિએ દેશના આપી, તે સાંભળી પ્રતિબંદ્યાદિક રાજાઓ સમકિત યુક્ત દ્વાદશ વ્રતધારી શ્રાવક થયા. ત્યારથી મહા તપસ્વી રામ વનવાસી દેવતાઓએ પૂજાતા સતા તે વનમાં ચિરકાળ રહ્યા. રામમુનિ ભવને પાર પામવાની ઈચ્છાએ એક માસે, બે માસે, ત્રણ માસે, ચાર માસે, પારણું કરવા લાગ્યા. કેઈવાર પર્યકાસને રહેતા, કેઈવાર ભુજા પ્રલંબિત કરીને ઊભા રહેતા, કેઈવાર ઉત્કટિક આસને રહેતા, કેઈવાર ઊંચા બાહ કરીને રહેતા, કેઈ વાર અંગુઠા ઉપર રહેતા, કોઈવાર પગની એડી ઉપર રહેતા-એમ વિવિધ પ્રકારનાં આસનવડે ધ્યાન કરતા રામ દુસ્તપ તપ તપવા લાગ્યા.
એક વખતે રામમુનિ વિહાર કરતાં કરતાં કેટિશિલા નામની શિલા ઉપર આવ્યા. જે શિલા પૂર્વે લક્ષ્મણે વિદ્યાધરની સમક્ષ ઉપાડી હતી, તે શિલા પર રહીને રાત્રે પ્રતિમા ધારણ કરતા રામ ક્ષપકશ્રેણિને આશ્રય કરી શુકલધ્યાનાંતરદશાને પ્રાપ્ત થયા. તે વખતે અવધિજ્ઞાનથી રામની આ પ્રમાણેની સ્થિતિ જાણી ઈંદ્ર થયેલા સીતાએ ચિંતવ્યું કે જે આ રામ પુનઃ ભવી થાય તે હું પાછી તેની સાથે જોડાઉં; માટે ક્ષપકશ્રેણિમાં વર્તતા આ રામમુનિને અનુકૂળ ઉપસર્ગ વડે એવા ઉપદ્રવિત કરું કે જેથી તે મરણ પામીને મારા મિત્રરૂપ દેવ થાય.” આવું ચિંતવન કરીને સીતંદ્ર રામની પાસે આવ્યા, અને ત્યાં વસંતઋતુથી વિભૂષિત એવું એક મોટું ઉદ્યાન વિકુવ્યું. તેમાં કોકીલાઓ કૃજિત કરવા લાગી, મલયાનિલ વાવા લાગ્યો, પુષ્પોની સુગંધથી હર્ષ પામતા ભમરાઓ ગુંજારવ કરતાં ભમવા લાગ્યા અને આમ, ચંપક, કંકલ્લિ, ગુલાબ અને બે રસલીનાં વૃક્ષોએ સદ્ય કામદેવના નવીન અસ્રરૂપ પુષ્પોને ધારણ કર્યા. પછી સીતે સીતાનું રૂપ વિકુવી બીજી સ્ત્રીઓને સાથે લઈ રામની પાસે આવીને કહ્યું-“હે પ્રિય ! હું તમારી પ્રિયા સીતા છું અને તમારી પાસે આવી છું. હે નાથ ! તે વખતે પિતાને પીડિત માનનારી મેં તમારા જેવા રાગી પતિને છોડી દઈ દીક્ષા લીધી પણ પછવાડે મને ઘણે પશ્ચાત્તાપ થયો છે. આ વિદ્યાધરની કુમારીઓએ આજે મારી પ્રાર્થના કરી કે તમારા પતિ રામને પ્રાર્થના કરી અમારા પતિ કરે, તમે દીક્ષા છોડી દે, અને પાછા રામના પટ્ટરાણી થાઓ, તમારી આજ્ઞાથી અમે પણ રામની પત્ની એ થઈશું.' તેથી હે રામ ! આ વિદ્યાની કન્યાઓને પરણે. હું પૂર્વની જેમ તમારી સાથે રમીશ. મેં કરેલા તે અપમાનને ક્ષમા કરે.” આ પ્રમાણે સીતે દ્ર કહ્યા પછી તે વિકુલા ખેચરકુમારીઓએ કામદેવને સજીવન કરવામાં ઔષધરૂપ વિવિધ પ્રકારનું સંગીત કરવા માંડયું. સીતેદ્રનાં તેવાં વચનોથી વિદ્યાધરીઓના સંગીતથી અને
૧ શુકલધ્યાનના પ્રથમના બે પાયા ધ્યાયા પછીની દશા. * સંસારી--ગૃહસ્થી.