________________
સગ ૧૧ મે.
શ્રી નમિનાથજી ચરિત્ર
દેવતાઓએ જેમના ચરણને પૂજેલા છે, જે કર્મોરૂપી વૃક્ષામાં ગજે'દ્રરૂપ છે અને પૃથ્વીમાં કલ્પવૃક્ષરૂપ છે એવા શ્રી મિજિનેન્દ્રને નમસ્કાર થાશે. હવે આ વિશ્વના આ લાક અને પરલેાકના ઉપકારને માટે એ પ્રભુનુ' પવિત્ર ચરિત્ર કહેવામાં આવશે.
આ જ'દ્વીપના પશ્ચિમ વિદેહને વિષે ભરત નામના વિજયમાં સંપત્તિના ભંડાર રૂપ કૌશાંખી નામે નગરી છે. તે નગરીમાં ઇંદ્રની જેવા અખ`ડ શાસનવાળા અને સ અને સિદ્ધ કરનાર સિદ્ધાર્થ નામે રાજા હતા. તેનામાં ગાંભી, ધૈર્ય, ઔદા, વીય અને બુદ્ધિ વિગેરે સર્વ અદ્દભુત ગુણા પરસ્પર સ્પર્ધા કરતા હોય તેમ આવીને રહેલા હતા. અતિ ઉન્નતિવાળા તે રાજાની વિસ્તાર પામેલી સ'પત્તિ માવૃક્ષની છાયાની જેમ વિશ્વના ઉપકાર માટે હતી. કમળમાં રાજહુંસની જેમ તેના અત્યંત નિર્મળ મનમાં નિર તર એક ધર્માંજ નિવાસ કરી રહ્યો હતા.
અન્યદા એ સિદ્ધાર્થ રાજાએ ભવથી વિરક્ત થઈ તૃણની જેમ સઈ લક્ષ્મીને છેડી દઈ સુદર્શન મુનિની પાસે દીક્ષા લીધી. તે રાજિષ વીશ થાનકે માંહેનાં કેટલાંક સ્થાનકાના આરાધનવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કરી સમ્યક્ પ્રકારે વ્રત પાળી, મૃત્યુ પામીને અપરાજિત વિમાનમાં વપણે ઉત્પન્ન થયા.
આ જ બુદ્વીપના ભરતક્ષેત્રને વિષે જેમાં ધર્માંમાં આદરવંત લોકો રહેલા છે એવી મિથિલા નામે નગરી છે. રત્નસુવÖમય હવેલીએ અને દુકાનેાથી ગર્ભિત એવા તે નગરીના કિલ્લો જાણે પૃથ્વીના સર્વસ્વના ડાબલા હોય તેવા શાલે છે. ચારે તરફ રત્નાથી ડિત એવી તે નગરીના ઉદ્યાનની વાપિકાએ તેના તીરપર રહેલાં વૃક્ષેાના પરાગવડે પકિલ થઈ રહેલી છે. તે નગરીમાં સર્વ શત્રુએન વિજય કરનાર અને પરમ લક્ષ્મીવડે પૃથ્વીના ઈંદ્રપદને ધારણ કરનાર વિજય નામે રાજા હતા. યુવાન પુરૂષોને કામદેવ જીતે તેમ બ્રટી ચલાવ્યા વગર અને સેનાને સજ્જ કર્યા વગર તે લીલામાત્રમાં શત્રુને જીતી લેતા હતા. વળી તે રાજા સમુદ્રની જેવા અગાધ, ચદ્રની જેવા આલ્હાદક, પવનની જેવા મળવાન અને સૂર્યની જેવા તેજસ્વી હતા. જાણે અગવતી ભૂમિ હોય તેવી, સર્વ અંતઃપુરના મ`ડનરૂપ અને શીલરૂપ મ`ડનથી શોભિત વપ્રા નામે તે રાજાને મુખ્ય રાણી હતી. તે રાણી ગંગાની જેવી સ્વચ્છ, ગભીર, જગતને પાવન કરનારી અને ચદ્દિકાના જેવી નયનને આનંદ આપનારી હતી. તેમજ સત્ય વચન અને શિલાદિક જે જે ઉત્તમ ગુણા જોવામાં આવે છે તે તે ઉજ્જવલ ગુણાથી તે વપ્રાદેવી સ્ત્રીઓમાં એક દૃષ્ટાંતરૂપ હતી.
અહી' સિદ્ધાર્થ રાજાના જીવે અપરાજિત વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથી રચવી આશ્વિન માસની પૂર્ણિમાએ અશ્વિની નક્ષત્રમાં વપ્રાદેવીના ઉત્તરમાં આવીને અવતર્યા. તે સમયે ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. રાત્રિના અવશેષ ભાગે તીર્થંકરના જન્મને સૂચવનારા ચૌદ મહા સ્વપ્ના વપ્રાદેવીએ જોયાં. પિતાના મન