________________
૧૪૦
સગ ૯ મા
અમાત્યા અને સુગ્રીવ વિભીષણુ પ્રમુખ ખેચર આવીને બેઠા. પછી રામની આજ્ઞાથી સુગ્રીવ ત્યાંથી ઊઠીને પુ ડરીકપુરે આવ્યા, અને સીતાને નમસ્કાર કરીને કહ્યું કે- હે દેવી! રામે તમારે માટે આ પુષ્પક વિમાન મોકલાવ્યુ છે, માટે તેમાં બેસીને તેમની પાસે પધારો’ સીતા ખેાલ્યાં—અદ્યાપિ મને અરણ્યમાં ત્યાગ કરવાનું દુઃખ શાંત થયું નથી, તા ફરીવાર બીજા દુઃખને આપનાર એ રામની પાસે હું શી રીતે આવું ?” સુગ્રીવે ફરીવાર નસીને કહ્યું‘હું સતી! તમે કાપ કરશે નહિ. રામ તમારી શુદ્ધિને માટે કરેલા મ`ડપમાં સર્વ નગરજનાની સાથે મ'ચ ઉપર આવીને બેઠેલા છે.’ સુગ્રીવે આ પ્રમાણે કહ્યુ, એટલે પ્રથમથીજ શુદ્ધ થવાને ઈચ્છતા સીતા તત્કાળ તે વિમાનમાં બેસી અયેાધ્યા સમીપે આવ્યાં અને નગરની બહાર મહેદ્રાય ઉદ્યાનમાં ઉતર્યાં, ત્યાં લક્ષ્મણે અને બીજા રાજાઓએ અર્ધ્ય આપીને તેમને નમસ્કાર કર્યાં. પછી લક્ષ્મણ તેમની આગળ બેસી સવ રાજાએ સહિત ખેલ્યાં-હે દેવી! તમારી નગરીમાં અને તમારા ગૃહમાં પ્રવેશ કરીને તેને પવિત્ર કરેા.’ સીતા ખેાલ્યાં‘હે સતી ! શુદ્ધિ પ્રાપ્ત કર્યા પછી હું નગરીમાં અને ગૃહમાં પ્રવેશ કરીશ; કારણ કે તે સિવાય કઢિ પણ અપવાદ શાંત થશે નહિ.' આવી સીતાની પ્રતિજ્ઞા રાજાઓએ રામને જણાવી; એટલે રામે ત્યાં આવી સીતાને ન્યાયનિષ્ઠુર વચનો કહ્યાં-‘તમે રાવણને ઘેર રહ્યા છતાં જો તેની સાથે તમારા ભાગ થયા ન હોય તો આ સર્વ લેાકેાની સમક્ષ શુદ્ધિને માટે દિવ્ય કરો.’ સીતાએ હસતાં હસતાં રામને કહ્યું-તમારા જેવા બીજો કોઈ પણ ડાહ્યા પુરૂષ નહિ હાય કે જે દોષ જાણ્યા વગર મહાવનમાં ત્યાગ કરે. વળી પ્રથમ દંડ આપીને હવે મારી પરીક્ષા કરો છે, તેથી પણ તમારૂ વિચક્ષણપણું જણાઈ આવે છે; પરંતુ હું તા તે કરવાને અદ્યાપિ તૈયાર છું.' તેનાં આવાં વચન સાંભળી રામ વિલખા થઈને ખેલ્યાહે ભદ્રે! તમારામાં બીલકુલ દોષ નથી એ હું જાણુ છુ, તથાપિ લોકોએ ઉત્પન્ન કરેલા દોષ ટાળવાને માટે હું આ પ્રમાણે કહું છું. સીતા ખેલ્યાં-‘હુ... પાંચે પ્રકારના દિવ્ય કરવાને તૈયાર છું. કહેા તે અગ્નિમાં પ્રવેશ કરૂ, કહા તા મત્રિત ત`દુલ ભક્ષણ કરૂ, કહેા તા તાજવાપર ચડુ', કહેા તા તપાવેલા કેશનુ પાન કરૂં, અને કહે। તા જીšાથી શસ્ત્રના ફળને ગ્રહણ કર્'. કહેા, આમાંથી તમને જે રૂચે તે કરૂં તે વખતે અંતરીક્ષમાં રહીને સિદ્ધાર્થ અને નારદે તથા ભૂમિપર રહેલા લાકોએ કોલાહલને અટકાવીને આ પ્રમાણે કહ્યું-હે રાધવ! આ સીતા નિશ્ચયથી સતી, મહાસતી છે. તેમાં તમારે કાંઈપણ વિકલ્પ કરવા નહિ.’ રામે કહ્યું- હું લેકે ! તમારામાં બીલકુલ મર્યાદા નથી; સંકલ્પદોષ તમારાથી જ ઉત્પન્ન થયા છે, પૂર્વે તમે જ તેમને દૂષિત કહ્યા હતા અને અત્યારે પાછા અહી આવું ખેલે છે અને વળી દૂર જઈને બીજુ` ખેલશે. પૂર્વ સીતા શી રીતે દાષિત હતાં અને અત્યારે શી રીતે શીળવાન થયાં તે કડા. વળી ફરીવાર દોષ ગ્રહણ કરવામાં તમારે પ્રતિબંધ નથી; માટે હું કહુ છું કે સીતા સની પ્રતીતિને થાટે પ્રજવલિત અગ્નિમાં પ્રવેશ કરે.’” આ પ્રમાણે કહીને રામે ત્રણસે હાથ લાંખે પહેાળા અને બે પુરૂષપ્રમાણ ઊડા એક ખાડો કરાવ્યા, અને તે ચંદનના કાષ્ઠાથી પૂરાગ્યે.
એ સમયમાં વૈતાઢય ગિરિની ઉત્તર શ્રેણીમાં વિક્રમ રાજાને યભૂષણ નામે કુમાર હતા. તે આઠસો સ્ત્રીએ પરણ્યા હતા. એક વખતે કિમ`ડલા નામે તેની એક સ્ત્રી હેમશિખ નામના તેના મામાના પુત્રની સાથે સુતેલી તેણે જોઈ, એટલે તેણે તે સ્ત્રીને કાઢી મૂકી અને તત્કાળ પોતે દીક્ષા લીધી કિરણમંડલા મૃત્યુ પામીને વિદ્યુત દ્રા નામે
૧. લહુના રસ અથવા સીસાને સ.