________________
૧૩૮
સર્ગ ૯ માં શ્રદ્ધાને રાવણે પણ પૂરી કરી નથી તે શ્રદ્ધાને અમે પૂરી કરશે અને તમે અમારી શ્રદ્ધાને પૂરી કરશે.
આ પ્રમાણે કહ્યા પછી રામલક્ષમણ અને લવણ અંકુશે પિતા પોતાના ધનુષ્યનું ભયંકર ધ્વનિયુક્ત આસ્ફાલન કર્યું. કૃત્તાંત સારથિએ રામના રથને અને વાજંઘ રાજાએ અનં. ગલવણના રથને સામસામા જોડી દીધા. તેમજ લક્ષ્મણના રથને વિરાધે અને અંકુશના રથને પૃથુરાજાએ સામસામા જોડી દીધા. પછી તે ચારેનું પરસ્પર યુદ્ધ પ્રવત્યું. તેમના અગ્ર સારથિઓ રથને ચતુરપણે ભમાવવા લાગ્યા અને ચારે વીરે ઠંધ યુદ્ધથી વિવિધ શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. તેમાં લવણ અને અંકુશ રામલક્ષ્મણ સાથે પોતાને સંબંધ જાણે છે, તેથી તેઓ સાપેક્ષપણે વિચારીને યુદ્ધ કરતા હતા અને રામલક્ષ્મણ તે સંબંધથી અજ્ઞાત હોવાને લીધે નિરપેક્ષપણે યુદ્ધ કરતા હતા. વિવિધ આયુધવડે યુદ્ધ કર્યા પછી યુદ્ધને અંત લાવવાને ઈરછતા રામે કૃતાંતને કહ્યું કે રથને બરાબર શત્રુ સામે
' કૃતાંત બોલ્યો-“હું શું કરું ? આપણું રથના અ થાકી ગયા છે. આ શત્રુએ બાણથી તેમના અંગે અંગ વીંધી નાંખ્યા છે. હું ચાબુકના માર મારું છું તથાપિ અશ્વ ત્વરા કરતા નથી, અને શત્રુનાં બાણોથી બધા રથ પણ જર્જર થઈ ગયો છે, એટલું જ નહીં પણ આ મારા ભુજદંડ પણ શત્રુના બાણના આઘાતથી જર્જર થયા છે, તેથી ઘેડાની લગામને અને ચાબુકને હલાવવાની મારામાં બીલકુલ શકિત રહી નથી.” રામ બોલ્યા -“મારૂં વજાવર્ત ધનુષ્ય પણ જાણે ચિત્ર હોય તેમ શિથિલ થઈ ગયું છે, તે કાંઈ પણ કાર્ય કરી શકતું નથી. આ મુશલરત્ન શત્રુને નાશ કરવાને અસમર્થ થઈ ગયું છે, અત્યારે તો તે માત્ર અન્નને ખાંડવાની ગ્યતાવાળું રહ્યું છે. આ હલરત્ન જે દુષ્ટ રાજાએરૂપી હાથીઓને વશ કરવામાં અનેક વાર અંકુશરૂપ થયેલું છે તે પણ અત્યારે માત્ર પૃથ્વીને ખેડવા ગ્ય થયું છે. જે અને હમેશાં યક્ષોએ રક્ષિત અને શત્રુઓને ક્ષય કરનારાં છે તે અસ્ત્રોની આ શી અવસ્થા થઈ ?” આ પ્રમાણે રામનાં અસ્ત્રો જેમ નિષ્ફળ થયાં તેમ મદનાંકુશની સાથે યુદ્ધ કરતાં લક્ષ્મણનાં અસ્ત્રો પણ નિષ્ફળ થયાં. આ સમયે અંકુશે લક્ષમણના હૃદયમાં વજ જેવું બાણ માર્યું, જેથી લક્ષમણ મૂછ ખાઈને રથમાં પડી ગયા. લક્ષ્મણની મૂછ જોઈને વિધુર થયેલા વિરાધે રથને રણભૂમિમાંથી અયોધ્યા તરફ ચલાવ્યું, એટલામાં તો લક્ષ્મણને સંજ્ઞા આવી, એટલે તે આક્ષેપપૂર્વક બેલ્યા કે- “અરે વિરાધ ? આ તે નવીન શું કર્યું ? રામના ભાઈ અને દશરથના પુત્રને આ અનુચિત છે, માટે જ્યાં મારે શત્રુ હોય ત્યાં રથને સત્વર લઈ જા, જેથી હવે અમેઘ વેગવાળા ચકવડે હું તેનું મસ્તક છેદી નાંખું.' લક્ષ્મણનાં આવાં વચન સાંભળી વિરાધે અંકુશની તરફ રથને ચલાવ્યો, એટલે “ઊભે રહે, ઊભું રહે.” એમ કહી લક્ષ્મણે હાથમાં ચક્ર લીધું. ભમતા સૂર્યને ભ્રમ કરાવતું અને અખલિત વેગવાળું તે ચક્ર આકાશમાં ભમાડીને લમણે કાધથી અંકુશની ઉપર છોડયું. તે આવતા ચકને રોકવા માટે અંકુશે અને લવણે તેની ઉપર અનેક શસ્ત્રો નાખ્યાં, તથાપિ તે અલિત થયું નહિ અને વેગથી આવી અંકુશને પ્રદક્ષિણા કરી જેમ પક્ષી પાછું પિતાના માળામાં આવે તેમ લક્ષ્મણના હાથમાં પાછું આવ્યું. લક્ષ્મણે ફરીવાર છોડયું, તે વખતે પણ જેમ ભાગી ગયેલ હાથી પાછો ગજશાળામાં આવે તેમ તે પાછું લક્ષમણના હાથમાં આવ્યું. તે જોઈ ખેદ પામેલા રામલમણું ચિંતવવા લાગ્યા કે “શું આ ભરતમાં આ બંને કુમારજ બલભદ્ર અને વાસુદેવ હશે, અમે નહિ હોઈએ ?” તેઓ આ વિચાર કરે છે તેવામાં અકસ્માત્ નારદમુનિ સિદ્ધાર્થ સહિત ત્યાં આવ્યા. તેમણે ખેદ પામેલા રામલક્ષ્મણને આ પ્રમાણે કહ્યું-“અરે રઘુપતિ !