________________
પર્વ ૭ મું
૧૩૭ આ સમયમાં ભામંડલ રાજા નારદ પાસેથી સીતા સંબંધી સર્વ ખબર સાંભળી સંભ્રમ સહિત તત્કાળ પુંડરીકપુરમાં સીતાની પાસે આવ્યા. સીતાએ રૂદન કરતાં કહ્યું- હે ભ્રાતા ! રામે મારે ત્યાગ કર્યો છે, અને મારા ત્યાગને નહિ સહન કરવાથી તારા બંને ભાણેજ તેમની સાથે યુદ્ધ કરવા ગયા છે.” ભામંડલ બે -“રામે રસભવૃત્તિથી તમારે ત્યાગ કરીને એક સાહસ તો કર્યું છે. હવે પુત્રનો વધ કરીને બીજુ સાહસ કરે નહિ! રામ આ પિતાના પુત્ર છે એમ જાણતા નથી. તેથી જ્યાં સુધીમાં તે તેમને મારે નહિ ત્યાં સુધીમાં ચાલે, આપણે વિલંબ રહિત ત્યાં જઈ એ’ આ પ્રમાણે કહી ભામંડલ જાનકીને પોતાના વિમાનમાં બેસાડીને લવણ અને અંકુશની છાવણીમાં આવ્યું. લવણ કુશે સીતાને નમસ્કાર કર્યો. પછી સીતાએ જણાવ્યું કે-“આ ભામંડલ તમારા મામા થાય.” એટલે લવણ અને અંકુશે ભામંડલને પણ પ્રણામ કર્યો. ભામંડલ તેમને મસ્તક પર ચુંબન કરી ઉસંગમાં બેસાડી, હર્ષથી રોમાંચિત અંગવાળે થઈ ગદ્ગદ્ અક્ષરે બે -“મારી બેન સીતા પ્રથમ વીરપની તે હતાં. હવે સારે ભાગ્યે વીરમાતા પણ થયાં છે. તમારી જેવા વીરપુત્રેથી તે ચંદ્રની જેવા ખરેખરા નિર્મળ છે. હે માન આપનાર ભાણેજે ! જો કે તમે વીરપત્રો છે અને વીર પણ છો, તથાપિ પિતા અને કાકાની સાથે યુદ્ધ કરશે નહિ. રાવણ જેવા
દ્ધા પણ તેમની સામે યુદ્ધમાં સમર્થ થયે નથી, તે તમે ભુજાની કંડુમાત્રથી સાહસવડે તેવા મહાવીરની સાથે યુદ્ધ કરવાનો આરંભ કેમ કરે છે?' લવણ અને અંકુશ બોલ્યા“હે માતુલ ! તમે નેહથી આવું ભીરૂપણું રાખે નહિ. તમારી બેન અને અમારી માતા પણ આવાજ કાતર વચન બોલે છે. અમે જાણીએ છીએ કે રામલક્ષ્મણની સામે યુદ્ધમાં કઈ સમર્થ નથી, પણ હવે યુદ્ધ છેડી દઈને શા માટે અમે તેમને લજજા ઉત્પન્ન કરાવીએ?” આ પ્રમાણે તેઓ કહેતા હતા, તેવામાં તે તેઓના સૈનિકોને રામના રૌનિકેની સાથે પ્રલયકાળના મેઘની જેવું યુદ્ધ પ્રવત્યું. એટલે “સુગ્રીવાદિક ખેચર આ મહીચર રસૈન્યને રખે મારે નહિ એવી શંકાથી ભામંડલ યુદ્ધમાં આવ્યા. પછી અતિશય રે માંચથી જેમનાં કવચ પણ ઉરવાસ પામી ગયાં છે એવા તે મહાબળ કુમારે યુદ્ધ કરવા તત્પર થયા. નિઃશંકપણે યુદ્ધ કરતાં સુગ્રીવાદિકે યુદ્ધમાં સામી બાજુ ભામંડળને જોઈને તેને પૂછયું કે “આ બંને કુમારે કેણ છે?” ભામંડલે કહ્યું-“આ રામના પુત્રો છે એટલે તે ખબર જાણી સુગ્રીવાદિ ખેચર તત્કાળ સીતા પાસે આવી પ્રણામ કરીને તેમની પાસે ભૂમિ ઉપર બેઠા.
એ સમયે પ્રલયકાળમાં ઉત્ક્રાંત થયેલા સમુદ્રની જેવા દુર્ધર અને મહાપરાક્રમી લવણ અને અંકુશે ક્ષણવારમાં રામના સૈન્યને ભગ્ન કરી દીધું. વનમાં સિંહની જેમ તેઓ
જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં થી, ઘોડેસ્વાર કે હસ્તિસ્વાર કઈ પણ આયુધ હાથમાં લઈને ઊભું રહી શક્યું નહીં. એવી રીતે રામના સર્વ સૈન્યને ભગ્ન કરીને કોઈનાથી પણ અખલિત એવા એ વીર રામ અને લક્ષ્મણની સામે યુદ્ધ કરવા આવ્યા. તેમને જોઈને રામ લક્ષ્મણ પરસ્પર કહેવા લાગ્યા-‘આપણા શત્રુરૂપ આ સુંદર કુમારે કહ્યું હશે ?” રામે “આ કુમારોની ઉપર જે મન સ્વાભાવિક સ્નેહ ધરે છે તે મને તેની ઉપર બળાત્કારે પણ શી રીતે દ્રોહ કરી શકે? તેમને આલિંગન કરવાની ઈચ્છા થાય છે, તે તેમની સાથે શી રીતે વર્તવું ?” આ પ્રમાણે રથમાં બેસીને બોલતા એવા રામ પ્રત્યે લવણે અને નમ્ર થયેલા લક્ષમણ પ્રત્યે અંકશે કહ્યું કે “વીરયુદ્ધમાં શ્રદ્ધાવાળા એવા અમે એ જગતમાં અજેય એવા પરાક્રમી રાવણને પણ જીતનારા તમોને અવલક્યા તે બહુ સારું થયું. તમારી જે યુદ્ધ