________________
૧૩૬
સગ ૯ મા
મુનિ ખેલ્યા- વિશ્વમાં નિર્મળ એવા તમારા પિતા જ્યાં રહે છે તે અયોધ્યાપુરી અહી થી એકસો ને સાઠ યાજન દૂર છે.’ પછી લવણે નમ્રતાપૂર્વક વાજ ઘ રાજાને કહ્યું કે-‘ અમે ત્યાં જઈ ને રામલક્ષ્મણને જોવા ઇચ્છીએ છીએ, વાજ...ઘે તેની માગણી સ્વીકારી, એટલે ત્યાંથી જવાનુ` કરવાથી પૃથુરાજાએ પેાતાની પુત્રી કનકમાલાને મોટા ઉત્સવપૂર્ણાંક તરતજ અંકુશને પરણાવી. પછી વજ્રઘ અને પૃથુરાજા સહિત લવણુ અને અંકુશ મા માં ઘણા દેશેાને સાધતાં સાધતાં લાકપુર નામના નગર પાસે આવ્યા. ત્યાં થાય અને શૌય થી શાભિત એવા કુબેરકાંન્ત નામે અભિમાની રાજા હતો, તેને રણભૂમિમાં તેઓએ જીતી લીધા. ત્યાંથી આગળ ચાલતાં લપાક દેશમાં એકકણ નામના રાજાને જીતી લીધા, અને વિજયસ્થળીમાં ભ્રાતાત નામના રાજાને જીત્યા. ત્યાંથી ગગાનદી ઉતરીને કૈલાશપતની ઉત્તર દિશામાં ચાલ્યાં. ત્યાં નનચારૂ રાજાના દેશોના વિજય કર્યા.આગળ ચાલતાં રૂષ, કુંતલ, કાલાંબુ, નંદિનંદન, સિંહલ, શલભ, અનલ, શૂલ, ભીમ અને તરવાદિ દેશના રાજાને જીતતાં જીતતાં તે સિનદીને સામે કાંઠે આવ્યા. ત્યાં આય અને અનાર્ય અનેક રાજાઆને તેઓએ સાધી લીધા. એવી રીતે ઘણા દેશેાના રાજાઓને સાધી લઈને તે સર્વ રાજાઓની સાથે તેઓ પાછા ફરીને પુંડરીકપુરમાં આવ્યા. ત્યાં ‘અહા ! વાજ'ધને ધન્ય છે કે જેના ભાણેજો આવા પરાક્રમી છે’ એમ ખેલતા નગરજનાએ જોયેલા અને વીરરાજાએથી વીટાયેલા તે અન્ને વીર પેાતાને ઘેર આવ્યા, અને વિશ્વપાવની સીતાના ચરણમાં પ્રણામ કર્યા. સીતાએ હર્ષાશ્રુથી હૅવરાવી તેમના મસ્તકપર ચુંબન કર્યું', અને તમે રામલક્ષ્મણના જેવા થાએ' એવી આશીષ આપી. પછી બન્ને ભાઇઓએ વજ્રજ ધને કહ્યું હે માતુલ ! તમે પ્રથમ અમાને અાધ્યા જવાની સંમતિ આપી છે, તે હવે તે અમલમાં લાવે; આ લંપાક, રૂષ, કાલાંબુ, કુ ંતલ, શલભ, અનલ, શૂલ અને બીજા દેશના રાજાઓને સાથે આવવા આજ્ઞા કરા, પ્રયાણભભા વગડાવા અને સેનાએથી દિશાને ઢાંકી દો કે જેથી અમારી માતાના જેણે ત્યાગ કર્યા છે તે રામનુ' પરાક્રમ આપણે જોઇએ,’ તે સાંભળી સીતા રૂદન કરતાં ગદ્ગદ્ અક્ષરે ખેલ્યાં-હે વત્સ ! આવા વિચાર કરવાવડે તમે અનર્થીની ઇચ્છા કેમ કરે છે ? તમારા પિતા અને કાકા દેવતાઓને પણ દુ ય છે, તેઓએ ત્રણ લાકના કટકરૂપ રાક્ષસપતિ રાવણને પણ મારી નાખ્યા છે. હે બાળક ! જો તમારા પિતાને જોવાની તમને ઉત્કંઠા હોય તેા નમ્ર થઇને ત્યાં જાએ” “પૂજ્ય જનની પાસે વિનય કરવા યોગ્ય છે.” કુમારા મેલ્યા-હે માતા ! તમારા ત્યાગ કરનાર તે પિતા શત્રુપદને પ્રાપ્ત થયેલ છે, તેા તેનો અમારે શી રીતે વિનય કરવા ? અમા અને તમારા પુત્ર અહીં આવ્યા છીએ એવું વચન તેમની પાસે જઈને અમારાથી શી રીતે કહેવાય ? કે જે વચન તેમને પણ લજ્જાકારી લાગે. તે અમારા પરાક્રમી પિતાને યુદ્ધ કરવા માટે કરેલુ આહ્વાન આનંદજનક થઈ પડશે; કારણકે તે વચન અને કુળને યશકારક છે.” આ પ્રમાણે કહીને સીતા રૂદન કરતાં રહ્યાં, છતાં તે અને કુમાર મેાટા ઉત્સાહથી માહુ સૈન્ય લઈને અયેાધ્યા તરફ ચાલ્યા. કુઠાર અને કોદાળીને ધારણ કરનારા દશહજાર મનુષ્યા તેમની આગળ ચાલવા લાગ્યા કે જેઓએ માગ માંથી વૃક્ષાદિક છેઠ્ઠી નાખ્યાં અને પૃથ્વીને સરખી કરી દીધી. યુદ્ધની ઈચ્છાવાળા તે બ ંને વીરા અનુક્રમે સેનાવડે સર્વ દિશાઆને રૂધતાં અયેાધ્યાની નજીક આવી પહેાંચ્યા. પેાતાની નગરીની બહાર શત્રુનું ઘણુ· સૈન્ય આવેલું સાંભળી રામલક્ષ્મણ વિસ્મય પામ્યા અને હાસ્ય કરવા લાગ્યા. લક્ષ્મણ બોલ્યા ‘આર્ય બંધુ રામના પરાક્રમરૂપી અગ્નિમાં પતંગિયાની જેમ પડીને મરવા માટે આ કોણ આવેલા હશે ? ' આ પ્રમાણે કહી શત્રુરૂપ અંધકારમાં સૂર્ય જેવા લક્ષ્મણુ, રામ અને સગ્રીવાદિથી પરવરીને યુદ્ધ કરવા ચાલ્યા.