________________
સર્ગ ૯ માં
૧૩૪. હશે કે એક પક્ષના કહેલા દોષથી બીજા પક્ષને (પૂછયા સિવાય) શિક્ષા થાય? તમે સદા વિચારીને કાર્ય કરનારા છે, છતાં આ કાર્ય વિચાર્યા વગર કયું છે, પણ તેમાં હું મારા ભાગ્યને જ દેષ માનું છું. તમે તે સદા નિર્દોષ જ છો; પરંતુ હે પ્રભુ ! જેવી રીતે દુર્જનનાં વચનથી નિર્દોષ છતાં પણ તમે મારે ત્યાગ કર્યો, તેવી રીતે હવે મિથ્યાદષ્ટિનાં વચનથી જૈનધર્મને ત્યાગ કરશે નહિ.” આ પ્રમાણે કહી સતા મૂર્છા પામી પડી ગયાં. વળી પાછા ક્ષણવારે બેઠા થઈને બોલ્યાં-“અરે ! રામ મારા વિના કેમ જીવશે? હું મરી ગઈ. આ પ્રમાણેનાં કૃતાંતવદનના મુખદ્વારા સાતાનાં વચન સાંભળી રામ મૂછ ખાઈ પૃથ્વી પર પડી ગયા. તત્કાળ લમણે સંભ્રમથી ત્યાં આવી ચંદનજળનું સિંચન કર્યું. રામ સચેત થઈને બોલ્યા કે–તે મહા સતી સીતા કયાં છે ? કે જેને ખળ લોકનાં વચનોથી મેં ત્યાગ કર્યો છે. લક્ષ્મણ બોલ્યા- હે સ્વામિન ! હજુ એ મહાસતી પોતાના પ્રભાવથી એ વનમાં રક્ષિત થયાં હશે. માટે જ્યાં સુધીમાં તમારા વિરહવડે તે મૃત્યુ પામે નહિ ત્યાં સુધીમાં તમે સ્વયમેવ જઈ શોધીને તેને પાછાં લઈ આવો.” લક્ષ્મણનાં આવાં વચન સાંભળી રામ કૃતાંતવાદન સેનાની અને બીજા બેચરને સાથે લઈ વિમાનમાં બેસીને તે દારૂણ અરણ્યમાં ગયા. ત્યાં સ્થળે સ્થળે, જળ જળે, પર્વતે પર્વતે અને વૃક્ષે વૃક્ષે રામે સીતાને શોધ્યાં, પણ કઈ ઠેકાણે જોવામાં આવ્યાં નહિ. રામ અતિ દુ:ખી થઈ બહુ વાર સુધી ફરી વિચાર કરવા લાગ્યા કે જરૂર કઈ વાઘ, સિંહે કે બીજા શિકારી પ્રાણીએ સીતાનું ભક્ષણ કર્યું હશે !? છેવટે સીતાની પ્રાપ્તિ સંબંધી આશા મૂકીને રામ પાછા ફરી અયોધ્યામાં આવ્યા. પુરજને વારંવાર સીતાના ગુણ વખાણતા સતા રામની નિંદા કરવા લાગ્યા. રામે અશ્રુવાળા નેત્રથી સર્વ સીતામય અથવા સર્વ સીતાશૂન્ય ધારી તેનું પ્રતિકાર્ય કર્યું. તેમના હૃદયમાં, દૃષ્ટિની આગળ અને વાણીમાં એક સીતા જ હતાં, સીતા કેઈ ઠેકાણે રહેલાં હતાં, તથાપિ રામના જાણવામાં તે આવ્યું નહિ.
અહીં વાઘ રાજાને ઘેર સીતાએ યુગલપુત્રને જન્મ આપ્યું. તેમના અનંગ લવણ અને મદનાંકુશ એવાં નામ પાડ્યાં. મોટા મનવાળ વાજંઘ રાજા પિતાને પુત્ર થાય તે કરતાં પણ અધિક હર્ષ પામ્યા, અને તેણે તેમના જન્મ અને નામના મહોત્સવે કર્યા. ધાત્રીઓએ લાલિત કરાતા અને લીલાથી દુર્લલિત એવા તે બંને ભાઈઓ ભૂચર અશ્વિનીકુમારની જેમ અનુક્રમે વધવા લાગ્યા. એમ કરતાં કરતાં એ મહાભુજ બાળ કલાગ્રહણને અને હાથીનાં બચ્ચાંની જેમ શિક્ષાને ગ્ય થઈ રાજા વાજંઘનાં નેત્રને ઉત્સવરૂપ થઈ પડયા. તે સમયે એક સિદ્ધાર્થ નામે અણુવ્રતધારી સિદ્ધપુત્ર જે વિદ્યાબળની સમૃદ્ધિથી સંપૂર્ણ અને કળામાં તેમજ આગમમાં વિચક્ષણ હતું અને આકાશગામી હોવાથી ત્રિકાળ મેરગિરિ ઉપરનાં રૌની યાત્રા કરતો હતો તે ભિક્ષાને માટે સીતાને ઘેર આવ્યા. સીતાએ શ્રદ્ધાપૂર્વક ભાત પાણીથી તેને સત્કાર કર્યો. પછી તેને સુખવિહાર પૂછયે. તે કહીને તેણે સીતાને તેનું સ્વરૂપ પૂછયું, એટલે સીતાએ ભાઈની જેમ તેની પાસે મૂળથી માંડીને પુત્ર જન્મ સુધીને પિતાને સર્વવૃત્તાંત કહ્યો. તે સાંભળી અષ્ટાંગ નિમિત્તને જાણનાર તે દયાનિધિ સિદ્ધાર્થ કઈ કે - “તમે વૃથા શોક શા માટે કરે છે? કારણ કે તમારે લવણું અને અંકશ જેવા બે પુત્રો છે. શ્રેષ્ઠ લક્ષણવાળા આ તમારા પુત્રો સાક્ષાત્ રામલક્ષ્મણ જેવા છે. તે
ડા સમયમાં તમારે મને રથ પૂર્ણ કરશે.” આ પ્રમાણે તેણે સીતાને આશ્વાસન આપ્યું. પછી સીતાએ આગ્રહથી તેની પ્રાર્થના કરીને પોતાના પુત્રોને અધ્યાપન કરાવવા માટે તેમને પિતાની પાસે રાખ્યા. સિદ્ધાર્થે સીતાના ભવ્ય પુત્રોને સર્વ કળા એવી રીતે શીખવી કે જેથી તેઓ દેવતાઓને પણ દુર્ભય થઈ પડયા. સર્વ કળા શીખી રહ્યા એટલે તેઓ