________________
સર્ગ ૧૦ મો.
રામનું નિર્વાણગમન. મૂર્શિત થયેલા રામને ચંદનના જળથી સિંચન કર્યું, એટલે તે સ્વસ્થ થઈને બોલ્યા કે-એ મનસ્વિની સીતા દેવી ક્યાં છે? અરે ભૂચરે અને ખેચરે ! જે તમારે મરવાની ઈચ્છા ન હોય તો તે લેચ કરેલી પણ મારી પ્રિયા સીતા મને સત્વર બતાવ. હે વત્સ લક્ષ્મણ ! ભાથા અને ધનુષ્ય લાવ, હું આ દુ:ખી છતાં આ બધા ઉદાસીન અને સુસ્થિત કેમ છે?” આ પ્રમાણે કહીને ધનુષ્યને ગ્રહણ કરતા રામને લમણે કહ્યું- હે આર્ય ! આ શું કરે છે? આ સર્વ લેક તમારા સેવક છે. ન્યાયનિષ્ઠ એવા તમે દેષના ભયથી જેમ સીતાને ત્યાગ કર્યો હતો, તેમ સ્વાર્થનિષ્ઠ સીતાએ સંસારના ભયથી આપણું સવને ત્યાગ કર્યો છે. તમારી પ્રિયા સીતાએ અહીં પ્રત્યક્ષ પિતાની મેળે પિતાના કેશન લેચ કરી જયભૂષણ મુનિની પાસે જઈ દીક્ષા લીધી છે. એ મહર્ષિને હમણાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે, તે જ્ઞાનનો મહિમા કરવો એ તમારૂં પણ કૃત્ય છે. વળી હે સ્વામી ! મહાવ્રતધારી સીતા સ્વામીની પણ ત્યાં રહેલાં છે, અને એ નિર્દોષ સાધ્વી શુદ્ધ સતી માર્ગની જેમ હમણા મેક્ષમાર્ગને બતાવે છે.” લક્ષ્મણનાં આવાં વચન સાંભળી રામ સ્વભાવમાં સ્થિત થઈને બોલ્યા- હે બંધુ ! તે કેવળીની પાસે મારી પ્રિયાએ વ્રત ધારણ કર્યું તે બહુ સારું કર્યું. આ પ્રમાણે કહીને રામચંદ્ર પરિવાર સહિત જયભૂષણ મુનિ પાસે ગયા અને તેમને નમસ્કાર કરીને રામે દેશના સાંભળી. દેશનાને અંતે રામે મુનિને પૂછયું- હે સ્વામિન્ ! હું આત્માને જાણતો નથી, તે હું ભવ્ય છું કે અભવ્ય છું ? તે મને કહો અને મારી ઉપર પ્રસન્ન થાઓ.” કેવળી બેલ્યા-રામ! તમે કેવળ ભવ્ય છે એટલું જ નહિ પણ આ જન્મમાંજ કેવળજ્ઞાન પામીને સિદ્ધિને પણ પામનારા છે.” રામે ફરીવાર પૂછયું-“હે સ્વામિન્ ! મોક્ષ તે દીક્ષા લીધાથી થાય છે; અને દીક્ષા સર્વનો ત્યાગ કરવાથી થાય છે, પણ આ બંધુ લક્ષ્મણ મારાથી દુત્યાજ્ય છે.” મુનિ બોલ્યા- તમારે હજુ બળદેવપણાની સંપત્તિ ભેગવવાની છે, તેને અંતે નિઃસંગ થઈ, દીક્ષા લઈને તમે શિવસુખ પામશે.”
વિભીષણે નમસ્કાર કરી મુનિને પૂછયું-“હે સ્વામી ! રાવણે પૂર્વ જન્મના ક્યા કર્મથી સીતાનું હરણ કર્યું ? અને ક્યા કર્મથી લમણે તેને યુદ્ધમાં માર્યો ? વળી આ સુગ્રીવ, ભામંડલ, લવણ, અંકુશ અને હું કયા કર્મથી આ રામના ઉપર અત્યંત રક્ત થયા છીએ? મુનિ બોલ્યા-“આ દક્ષિણ ભરતાર્ધમાં ક્ષેમપુર નામના નગરમાં નયદત્ત નામે એક વણિક હતો, તેને સુનંદા નામની સ્ત્રીથી ધનદત્ત અને વસુદત્ત નામે બે પુત્રો થયા, તે બંનેને યાજ્ઞવલક્ય નામના એક બ્રાહ્મણની સાથે મિત્રાઈ થઈ. તે નગરમાં સાગરદત્ત નામે એક વણિક રહેતો હતો, તેને ગુણધર નામે પુત્ર અને ગુણવતી નામની કન્યા હતી. સાગરદત્તે નચદત્તના યોગ્ય ગુણવાળા પુત્ર ધનદત્તને ગુણવતી કન્યા આપી, અને કન્યાની માતા રત્નપ્રભાએ ધનના લેભથી શ્રીકાંત નામના એક ત્યાંના ધનાથને ગુપ્ત રીતે ગુણવતીને આપી. આ