________________
પર્વ ૭ મું
૧૧૭ શાઓથી શ્રી શાંતિનાથને સ્નાત્ર કર્યું, અને ગોશીષચંદનથી વિલેપન કરીને દિવ્ય પુષ્પવડે પૂજા કરી. પછી શ્રી શાંતિનાથની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી
“દેવાધિદેવ, જગતના ત્રાતા અને પરમાત્મા રૂપ સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુને મારા નમસ્કાર છે. આ સંસારસમુદ્રથી તારનાર એવા હે શાંતિનાથ ભગવાન ! સર્વાર્થ સિદ્ધિના મંત્રરૂપ તમારા નામને પણ વારંવાર નમસ્કાર છે. હે પ્રભુ! જે તમારી અષ્ટપ્રકારી પૂજા કરે છે તેઓના હાથમાં અણિમા વિગેરે આઠે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે નેત્રોને ધન્ય છે કે જે પ્રતિદિન તમારૂં દર્શન કરે છે, તેનાથી પણ તે હદયને ધન્ય છે કે જે નેત્રના જોયેલા તમને ધારણ કરી રાખે છે. હે દેવ ! તમારા ચરણસ્પર્શથી પણ પ્રાણી નિર્મળ થાય છે. શું સ્પ ધી રસથી લેતું પણ સુવર્ણ નથી થતું ? હે પ્રભુ ! તમારા ચરણ કમળમાં પ્રણામથી અને તમારી સામે નિત્ય ભૂમિપર આલેટવાથી મારા લલાટ ઉપર તમારાં કિરણની પંક્તિ શૃંગારતિલકરૂપ થાઓ. હે પ્રભુ ! તમને ઉપહાર કરેલાં પુષ્પગંધાદિક પદાર્થો વડે સદા મારી રાજ્યસંપત્તિરૂપ વેલીનું ફળ મને પ્રાપ્ત થજે. હે જગત્પતિ ! તમને વારંવાર એજ પ્રાર્થના કરું છું કે મને ભવે ભવમાં તમારી અત્યંત ભક્તિ પ્રાપ્ત થશે.
આ પ્રમાણે શ્રી શાંતિનાથની સ્તુતિ કરીને અક્ષમાળાને ધારણ કરનારા રાવણે પ્રભુની સામે રત્નશિલા પર બેસીને તે વિદ્યા સાધવાનો આરંભ કર્યો. મંદદરીએ યમદંડ નામના દ્વારપાળને કહ્યું કે “સર્વ પુરીજન આઠ દિવસ સુધી જનધર્મોમાં તત્પર રહે એમ કહે અને જે એવું નહિ કરે તેનો વધ કરવામાં આવશે. આ પ્રમાણે લંકાપુરીમાં પડહ વગડાવ.” મંદોદરીના આદેશથી દ્વારપાળે તે પ્રમાણે આખી લંકાનગરીમાં પડહ વગડાવી આઘેષણ કરાવી. આ ખબર બાતમીદારે એ આવીને સુગ્રીવને કહી. સુગ્રીવે રામભદ્રને કહ્યું કે–હે પ્રભુ! જ્યાં સુધી રાવણ બહુરૂપ વિદ્યા સાથે નહિ ત્યાં સુધીમાં તેને સાધ્ય કરી લે સારે છે; કેમકે ત્યાં સુધી જ તે સાધ્ય છે.” રામે હસીને કહ્યું કે-ધ્યાનપરાયણ અને શાંત રાવણને હું શી રીતે ગ્રહણ કરૂં ? હું તેના જેવો છળી નથી.” રામનાં આવાં વચન સાંભળી તેનાથી છાના અંગદ વિગેરે કપિવી શાંતિનાથના ચિત્યમાં રહેલા લંકાપતિને વિદ્યાથી ભ્રષ્ટ કરવાને માટે ત્યાં ગયા. તેઓએ ઉછંખલપણે તેને વિવિધ પ્રકારના ઉપસર્ગો કર્યા, તથાપિ રાવણ જરા પણ ધ્યાનથી ચલિત થયે નહિ. અંગદે કહ્યું-“અરે રાવણ ! તેં શરણુરહિત થઈ રામથી ભય પામીને આ શું પાખંડ આરંહ્યું છે? તે અમારા સ્વામીની પક્ષમાં મહા સતી સીતાનું હરણ કર્યું છે, અને અમે તે આ તારી પત્ની મંદદરીનું તારી નજરે જ હરણ કરીએ છીએ.” આ પ્રમાણે કહીને ઘણા રેષવાળા તેણે અનાથ ટીટેડીની જેમ કરૂણસ્વરે રૂદન કરતી મંદોદરીને કેશવડે ખેંચી, તથાપિ ધ્યાનમાં લીન થયેલા રાવણે તેની સામે પણ જોયું નહિ. તે સમયે આકાશને પ્રકાશિત કરતી બહુરૂપા વિદ્યા પ્રગટ થઈ. વિદ્યા બાલી-અરે રાવણ ! હું તને સિદ્ધ થઈ છું, કહે હવે શું કાર્ય કરૂં ? હું બધું વિશ્વ પણ તારે વશ કરી આપી શકું તે પછી આ રામભદ્ર અને લક્ષ્મણ તે કણ માત્ર છે ?” રાવણે કહ્યું- હે વિદ્યા ! તારાથી સર્વ વાત સિદ્ધ થાય તેમ છે, પણ જે કાળે હું સ્મરણ કરૂં તે વખતે તું આવજે, હાલ તો સ્વસ્થાને જા.” પછી તેનું કહેલું લક્ષમાં લઈને વિદ્યા અંતર્ધાન થઈ ગઈ, અને સર્વ વાનરે પવનની જેમ ઉડીને પિતાની છાવણીમાં આવ્યા. - રાવણે મંદોદરી અને અંગદનો સર્વ વૃત્તાંત સાંભળે; એટલે તત્કાળ તેણે અહંકારગર્ભિત હુંકાર શબ્દ કર્યો. પછી સ્નાનભોજન કરીને તે દેવરમણ ઉદ્યાનમાં ગયો અને સીતાને કહ્યું- “અરે સુંદરી ! મેં લાંબો વખત તારે અનુનય કર્યો. હવે નિયમભંગની બીક