________________
१२०
સર્ગ ૮ મિ - મુનિ બેલ્યા-“આ ભરતક્ષેત્રને વિષે કૌશાંબી નગરીમાં તમે પ્રથમ અને પશ્ચિમ નામે બે નિર્ધન બંધુ હતા. એક વખતે ભવદત્ત નામના મુનિ પાસેથી ધર્મ સાંભળીને તમે વ્રત ગ્રહણ કર્યું અને કષાય શાંત કરીને વિહાર કરવા લાગ્યા. એક સમયે તે બને મુનિ ફરતાં ફરતાં પાછા કૌશાંબીમાં આવ્યા. ત્યાં વસંતોત્સવમાં ઈન્દુમુખી રાણીની સાથે ક્રીડા કરતો ત્યાં રાજા નંદિધેષ તેમના જોવામાં આવ્યું. તેને જોઈ પશ્ચિમ મુનિએ એવું નિયાણું બાંધ્યું કે “આ તપસ્યા કરવાથી આવી ક્રીડા કરનાર આ રાજા અને રાણીને જ હું પુત્ર થાઉં.” બીજા સાધુઓએ ઘણું વાર્યા તે પણ તે આવા નિયાણાથી નિવૃત્ત થયા નહિ; તેથી મરણ પામીને તે પશ્ચિમ મુનિ રતિવર્ધન નામે તેમના પુત્ર થયા. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયેલ અને રાજા થયેલ રતિવર્લ્ડન પિતાની જેમ રમણીઓથી વીંટાઈને વિવિધ પ્રકારની ક્રીડા કરવા લાગે. પ્રથમ નામના મુનિ મૃત્યુ પામીને નિયાણારહિત તપના યેગે પાંચમા કલ્પમાં પરમદ્ધિક દેવ થયા. અવધિજ્ઞાનથી પિતાના ભાઈ પાશ્ચમને કૌશાંબી નગરીમાં રાજાપણે ઉત્પન્ન થયેલે જાણી તેને બંધ કરવા માટે તે દેવ મુનિરૂપે ત્યાં આવ્યા. રતિવદ્ધન રાજાએ તેને આસન આપ્યું, એટલે તેની ઉપર બેસીને ભ્રાતૃસહદને લીધે તેણે તેને અને પોતાના પૂર્વ ભવ કહી સંભળાવ્યા. તે સાંભળી જાતિસ્મરણ ઉત્પન્ન થતાં રતિવદ્ધને સંસારથી વિરક્ત થઈ તત્કાળ દીક્ષા લીધી, અને ત્યાંથી મૃત્યુ પામીને તે પણ બ્રહ્મલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને તમે બને ભાઈ મહાવિદેહ ક્ષેત્રમાં વિબુદ્ધ નગરને વિષે રાજારૂપે ભાઈ થયા, અને દીક્ષા લઈ મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં ગયા. ત્યાંથી ચવીને આ પ્રતિવાસુદેવ રાવણના ઈજિત અને મેઘવાહન નામે તમે બે પુત્ર થયા છો. રતિબદ્ધ નની માતા જે ઈદુમુખી હતી તે ભવભ્રમણ કરીને તમારા બન્નેની માતા આ મંદરી થયેલી છે.”
આ પ્રમાણે પૂર્વ ભવને વૃત્તાંત સાંભળીને કુંભકર્ણ, ઈદ્રજિત, મેઘવાહન અને મદેદરી વિગેરેએ તત્કાળ વ્રત ગ્રહણ કર્યું. પછી રામે મુનિને નમસ્કાર કરી લક્ષમણ તથા સુગ્રીવની સાથે ઈદ્રની જેમ મેટી સમૃદ્ધિથી લંકામાં પ્રવેશ કર્યો. તે વખતે વિભીષણ છડીદારની જેમ નગ્ન થઈ આગળ ચાલી રામને માર્ગ બતાવતો હતો, અને વિદ્યાધરની સ્ત્રીઓ રામને મંગળ કરતી હતી. અનુક્રમે પુષ્પગિરિના મસ્તક ઉપર આવેલા ઉદ્યાનમાં જતાં જેવા હનુમાને કહ્યા હતા તેવાજ સીતા રામના જોવામાં આવ્યાં. પિતાના આત્માને તે વખતે જ જીવતે માનનારા રામે જાણે બીજુ જીવિત હોય તેમ તે સીતાને લઈને પોતાના ઉત્સંગમાં ધારણ કર્યા. તે વખતે હર્ષ પામેલા સિદ્ધ અને ગંધર્વોએ “આ મહાસતી સીતા જય પામે એવો આકાશમાં હર્ષનાદ કર્યો. ઘાટા હર્ષના અશ્રુજળથી જાણે તેમના ચરણને દેતા હોય તેમ સીતાદેવીને લક્ષ્મણે હર્ષથી નમસ્કાર કર્યો. “મારી આશિષથી ચિરકાળ છે, ચિરકાળ આનંદ પામે અને ચિરકાળ વિજય મેળવે.” એમ બોલતા સીતાએ લમણુના મસ્તકનું આઘાણ કર્યું. પછી ભામંડલે સીતાને નમસ્કાર કર્યો, એટલે સીતાએ હર્ષથી મુનિવાક્યના જેવી (સફળ) આશીષ આપીને તેને આનંદ પમાડયો. પછી સુગ્રીવ, વિભીષણ, હનુમાન, અંગદ અને બીજાઓએ આવી આવીને પોતપોતાનું નામ કહેવા સાથે સીતાને પ્રણામ કર્યા. રામવડે વિકાસ પામેલાં સીતા ઘણે કાળે પૂર્ણચંદ્રવડે વિકાસ પામેલી પોયણુની જેવા ભવા લાગ્યાં. પછી સુગ્રીવ વિગેરેથી પરવરેલા રામ સીતાની સાથે ભુવનાલંકાર નામના હાથી ઉપર બેસીને રાવણના મંદિરમાં આવ્યા. ત્યાં હજારે મણિસ્તંભથી યુક્ત એવા શ્રી શાંતિનાથ પ્રભુના ચિત્યમાં વંદના કરવાની ઈચ્છાએ તેમણે પ્રવેશ કર્યો, અને રામે લક્ષમણ અને સીતા સાથે
૧. બધુપણાનો સ્નેહ.