________________
સગ ૮ મે
એક વખતે તે મુનિએ પારણુ કરવાને અયેાધ્યાપુરીમાં ગયા. અહીઁદત્ત શેઠને ઘેર ભિક્ષા અર્થે આવ્યા. શેઠ તેમને અવજ્ઞાપૂર્વક વંદના કરીને વિચાર કરવા લાગ્યા કે ‘આવા સાધુએ કાણુ હશે કે જેઓ વર્ષાઋતુમાં પણ વિહાર કરે છે ? હું તેમને પૂછું; અથવા પાખંડીની સાથે ભાષણ કરવું યાગ્ય નથી.' શેઠ આવા વિચાર કરતા હતા, તેવામાં તેની સ્ત્રીએ આવીને તેમને વહેારાખ્યું. પછી તેએ દ્યુતિ નામના આચાર્યાંના ઉપાશ્રયમાં ગયા. આચાર્ય ગૌરવતાથી તેમને વંદના કરી, પરંતુ તેમના સાધુએએ ‘આ અકાળવહારી છે’ એવું ધારી વંદના કરી નહિ. દ્યુતિ આચાર્યે આસન આપ્યાં, તે પર બેસીને તેઓએ ત્યાંજ પારણું કર્યું. પછી ‘અમે મથુરાપુરીથી આવ્યા છીએ અને પાછા ત્યાંજ જઈશું.' એમ કહી તેએ ત્યાંથી ઉડીને પેાતાને સ્થાનકે ગયા. તેના ગયા પછી વ્રુતિ આચાયે એ જ ઘાચારણમુનિઓની ગુણસ્તુતિ કરી, એટલે તેમના સાધુઓએ અવજ્ઞા કરી હતી તેથી તેમને પશ્ચાત્તાપ થયા. આ વૃત્તાંત સાંભળી અદત્ત શ્રાવકને પણ પશ્ચાત્તાપ થયા. પછી તે શેઠ કાર્તિક માસની શુકલ સપ્તમીએ મથુરાપુરી ગયા. ત્યાં ચૈત્યપૂજા કરી સપ્તર્ષિને વંદના કરીને પાતે કરેલા અવજ્ઞાદોષ તેમની આગળ પ્રગટ કરીને ખમાબ્યા.
૧૨૮
સપ્તર્ષિઓના પ્રભાવથી પેાતાના દેશ નિરોગી થયા છે, એવા ખબર સાંભળી શત્રુઘ્ન પણ કાર્તિકી પૂર્ણિમાએ મથુરામાં આવ્યા. શત્રુઘ્ને તેમની પાસે આવી વંદના કરીને કહ્યું કે-‘હે મહાત્મા ! તમે મારે ઘરેથી ભિક્ષા ગ્રહણ કરો.' મુનિ બેલ્યા-સાધુઓને રાજપિંડ કલ્પતા નથી.’ શત્રુદને ફરીથી કહ્યુ−હે સ્વામી ! તમે મારા અત્યંત ઉપકારી છે. તમારા પ્રભાવથી મારા દેશમાં ઉત્પન્ન થયેલા દૈવિક રોગ શાંત થયા છે, હવે લેાકેાના અનુગ્રહને માટે હજી અહી' થોડા વખત રહે. કેમકે આપની બધી પ્રવૃત્તિ પરોપકારને માટેજ છે.” મુનિએ મેલ્યા-વર્ષાકાળ નિગમન થયા છે, માટે હવે તે અમે તીર્થયાત્રા નિમિત્તે વિહાર કરીશું. મુનિએ એક ઠેકાણે સ્થિર રહેતાજ નથી. તમે આ નગરીમાં ઘરે ઘરે આ ખ ખ કરાવા એટલે પછી કદ પણ કાઇને વ્યાધિ શે નહિ.’’ આ પ્રમાણે કહી સપ્તર્ષિઓ ત્યાંથી ઉડી અન્યત્ર ગયા. શત્રુઘ્ને પ્રતિગૃહે જિનબિંબે કરાવ્યાં, જેથી સવ લેાકેા નિરોગી થયા. વળી મથુરાપુરીની ચારે દિશાઓમાં તેણે તે સપ્તર્ષિઓની રત્નમય પ્રતિમાઓ કરાવીને સ્થાપન કરી.
એ સમયમાં વૈતાઢવ્યગિરિની દક્ષિણ શ્રેણના આભૂષણરૂપ રનપુર નામના નગરમાં રત્નર્થ નામે રાજા હતા. તેને ચંદ્રમુખી નામે રાણી હતી. તેની કુક્ષિથી મનારમા નામે એક પુત્રી થઇ. રૂપથી પણ મનોરમા એવી તે કન્યા અનુક્રમે યૌવનવતી થઇ. એટલે આ કન્યા કાને આપવી' એવા રાજા વિચાર કરતા હતા, તેવામાં અકસ્માત્ નારદ ત્યાં આવી ચડવા. તેમણે કહ્યું-‘આ કન્યા લક્ષ્મણને ચાગ્ય છે.’ તે સાંભળી ગેાત્રવેરના કારણથી રત્નરથના પુત્રોને કાપ ચડયો; એટલે તેમણે બ્રગુટીની સ`જ્ઞાથી સેવાને આજ્ઞા કરી કેઆ વિટ પુરૂષને મારો.' મારવાની ઇચ્છાએ ઉઠતા સેવકોને જાણીને બુદ્ધિમાન નારદ પક્ષીની જેમ ત્યાંથી ઉડીને લક્ષ્મણની પાસે આવ્યા, અને તે કન્યાને પટમાં આલેખી લક્ષ્મણને બતાવી. પછી પેાતાને સ` વૃત્તાંત વિશેષ રીતે તેમણે લક્ષ્મણને જણાવ્યા. કન્યાનુ રૂપ જોઇ લક્ષ્મણને અનુરાગ થયા, એટલે ક્ષણવારમાં રાક્ષસેા અને વિદ્યાધરાથી પરવરેલા લક્ષ્મણ રામને લઈને ત્યાં આવ્યા. લક્ષ્મણે ક્ષણવારમાં રત્નરથને જીતી લીધા; એટલે તેણે રામને શ્રીદામા અને લક્ષ્મણને મનારમા કન્યા આપી. પછી રામલક્ષ્મણ વૈતાઢગિરિની આખી દક્ષિણ શ્રેણિને જીતી લઇને અયેાધ્યામાં આવ્યા અને સુખેથી રાજ્ય પાળવા લાગ્યા.