________________
૧૧૮
સર્ગ ૭ મે છોડી દઈ, તારા પતિ અને દિયરને મારીને હું તારી સાથે બલાત્કારે કીડા કરીશ.” આવી રાવણની વિષમય વાણી સાંભળીને રાવણની આશાની જેમ જાનકી મૂચ્છ ખાઈ ભૂમિ પર પડ્યાં. ડીવારે કિંચિત્ સંજ્ઞા મેળવીને સીતાઓ અભિગ્રહ લીધે કે “જો રામલક્ષ્મણનું મરણ થાય છે ત્યારથી મારે અનશન વ્રત હો.” આ સીતાનો અભિગ્રહ સાંભળી રાવણને વિચાર થયે કે આ સ્ત્રીને રામની સાથે સ્વાભાવિક સ્નેહ છે, તે આની સાથે મારે રાગ કરે તે સ્થળમાં કમળ રોપવા જેવું છે. મેં વિભીષણની અવજ્ઞા કરી તે સારું કર્યું નથી. વળી મેં મંત્રીઓનું અપમાન કર્યું છે અને મારા કુળને પણ કલંકિત કર્યું છે, પરંતુ જે હવે અત્યારે હું આ સીતાને છોડી દઉં તે તે વિવેક ગણાશે નહિ, પણ ઉલટું “રામથી દબાઈને સીતાને આપી દીધી એ અપયશ પ્રાપ્ત થશે; માટે રામલક્ષ્મણને બાંધીને અહીં લઈ આવું, અને પછી તેમને આ સીતા અર્પણ કરૂં તે તે કાર્ય ધર્મ અને યશ વધારનારૂં થશે.” આ નિશ્ચય કરીને દુર્મદ રાવણ તે રાત્રિ નિગમન કરી પ્રાત:કાળે અપશકુન એ વાર્યા છતાં પણ યુદ્ધ કરવાને ચાલ્યો.
રામ અને રાવણના સૌન્યમાં ઉગ્ર સુભટોની ભુજાના આફેટથી દિગ્ગજને ત્રાસ પમાડતું મોટું યુદ્ધ ફરીવાર પ્રવત્યું. રૂને પવનની જેમ સર્વ રાક્ષસોને માર્ગમાંથી દૂર કરીને લક્ષ્મણ રાવણની ઉપરજ બાણ નાંખવા લાગ્યા. લક્ષમણનું પરાક્રમ જોઈ રાવણને પિતાના જયમાં આશંકા થઈ; તેથી તત્કાળ વિશ્વને ભયંકર એવી બહુરૂપા વિદ્યાનું તેણે સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ તે વિદ્યા આવીને ઊભી રહી, એટલે તેના વડે રાવણે તરતજ મહા ભયંકર અનેક રૂપે વિકુળં. ભૂમિ ઉપર, આકાશમાં, પૃષ્ઠ ભાગે, અગ્ર ભાગે અને બન્ને પડખે -વિવિધ પ્રકારનાં આયુધ્ધને વર્ષાવતા અનેક રાવણ ? એક્વા છતાં જાણે તેટલારૂપે થયા હોય તેમ ગરૂડપર બેસીને ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થતાં બાણોથી અનેક રાવણને મારવા લાગ્યા. વાસુદેવ લમણના બાણથી રાવણ અકળાઈ ગયો, એટલે તેણે અર્ધચક્રીના ચિન્હરૂપ જાજવલ્યમાન ચક્રનું સ્મરણ કર્યું. ચક્ર પ્રગટ થતાં જ રોષથી રાતાં નેત્ર કરીને તે છેલ્લા ચક્રરૂપ શસ્ત્રને આકાશમાં ભમાડીને તેણે લમણુ ઉપર છોડ્યું. તે ચક્ર લક્ષ્મણને પ્રદક્ષિણા કરીને ઉદયગિરિના શિખર ઉપર સૂર્ય આવે તેમ લક્ષમણના જમણે હાથમાં આવીને રહ્યું. એ પ્રમાણે જોઈને રાવણ ખેદ પામી ચિં. તામાં પડ્યો કે-મુનિનું વચન સત્ય થયું, તેમજ વિભીષણ વિગેરેના વિચારનો નિર્ણય પણ સત્ય થયે !” રાવણને ખેદયુક્ત જોઈ વિભીષણે કહ્યું- “હે ભ્રાતા ! જે જીવવાની ઈચ્છા હોય તે હજુ પણ સીતાને મૂકી દે.” રાવણે ક્રોધથી કહ્યું-“મારે તે ચક્રની શી જરૂર છે? હું એક મુષ્ટિમાત્રથી આ શત્રુને અને ચક્રને તત્કાળ હણી નાંખીશ.” આવાં ગર્વયુક્ત વચને બેલનારા રાવણની છાતીને લક્ષમણે તત્કાળ તે ચક્રથી જ કેળાના ફલથી જેમ ફડી નાંખી. તેજ વખતે જયેષ્ઠ માસની કૃષ્ણ એકાદશીએ દિવસના પાછલો પહોરે રાવણ મૃત્યુ પામીને ચોથા નરકમાં ગયા. તે સમયે આકાશમાં જયજય શબ્દ કરતા દેવતાઓએ લક્ષ્મણની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી, અને જેમાં મોટા હર્ષથી ઉઠેલા કિલકિલ નાદવડે ભૂમિ અને અંતરીક્ષ પૂર્ણ થયેલું છે એવું કપિઓનું તાંડવ નૃત્ય થવા લાગ્યું. SaઝGSSSSSSSSSSSS S&B 388288 2898GBAÁ333
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि रावणवधो नाम सप्तम
સઃ સમાતઃ | ૭ || 8888888888888888888888888888888888888