________________
પવ ૭ મું
૧૨૧ વિભીષણે આપેલા પુષ્પાદિક ઉપકરથી શ્રી શાંતિનાથની પૂજા કરી. પછી વિભીષણની પ્રાર્થનાથી સીતા, લક્ષ્મણ અને સુગ્રીવાદિક પરિવારને લઈને રામ વિભીષણને ઘેર ગયા, ત્યાં વિભીષણને માન આપતા સતા રામે બધા પરિવાર સાથે દેવાર્ચન, સ્નાન અને ભેજનાદિ કર્યું. પછી રામને સિંહાસન પર બેસારી વિભીષણે બે વસ્ત્ર ધારણ કરી અંજલિ જોડીને કહ્યું-“હે સ્વામી ! આ રત્ન સુવર્ણાદિકના ભંડાર, આ હાથી ઘોડા વિગેરે સૌન્ય અને આ રાક્ષસદ્વીપ તમે ગ્રહણ કરે, હું તમારો એક પાળે છું. તમારી આજ્ઞા મેળવીને અમે તમને રાજ્યાભિષેક કરવા ઈચ્છીએ છીએ; માટે આ લંકાપુરીને પવિત્ર કરે અને પ્રસન્ન થઈને મારા ઉપર પણ અનુગ્રહ કરે.” રામ બોલ્યા- હે મહીમા ! પૂર્વે આ લંકાનું રાજ્ય મેં તમને જ આપેલું છે, તે હમણાં ભક્તિથી મેહ પામીને કેમ ભૂલી ગયા ?' આવી રીતે કહી, તેની માગણીને નિષેધ કરી, પિતાની પ્રતિજ્ઞાને પાળનાર રામે પ્રસન્ન થઈને તેજ વખતે લંકાના રાજ્ય ઉપર વિભીષણને અભિષેક કર્યો. પછી ઈદ્ર જેમ સુધર્મા સભામાં આવે તેમ રામ, સીતા, લક્ષમણ અને સુગ્રીવાદિકથી પરવર્યા સતા રાવણને ઘેર આવ્યા. - પછી પૂર્વે પરણવાને કબુલ કરેલી સિંહોદર વિગેરે રાજાની કન્યાઓને રામની આજ્ઞાથી વિદ્યારે ત્યાં લાવ્યા, અને પોતપોતાની પ્રતિજ્ઞા પ્રમાણે રામલક્ષ્મણ તે કુમારીઓને ખેચરની સ્ત્રીઓથી ગીતમંગળ ગવાતે વિધિપૂર્વક પરણ્યા. સુગ્રીવાદિકથી સેવાતા રામલમણે નિવિદને ભોગ ભોગવતાં લંકાનગરીમાં છ વર્ષ નિર્ગમન ર્યા. તે સમયમાં વિધ્યસ્થલી ઉપર ઈન્દ્રજિત અને મેઘવાહન સિદ્ધિપદને પામ્યા; તેથી ત્યાં મેઘરથ નામે તીર્થ થયું, અને નર્મદા નદીમાં કુંભકર્ણ સિદ્ધિ પામ્યા તેથી તે પૃષ્ટરક્ષિત નામે તીર્થ થયું.
અહીં અયોધ્યામાં રામલક્ષમણની માતા પિતાના પુત્રની વાર્તા પણ નહીં જાણવાથી ઘણું દુઃખી થઈ સતી રહેલી હતી, તેવામાં ધાતકીખંડમાંથી નારદ ત્યાં આવી ચડડ્યા, તેણે ભક્તિથી નમ્ર એવી તે માતાઓને પૂછયું કે “તમે ચિંતાતુર કેમ છે ?? અપરાજિતા બેલ્યા-“મારા પુત્ર રામ અને લક્ષમણ પિતાની આજ્ઞાથી મારી નુષા સીતાને સાથે લઈને વનમાં ગયા છે, ત્યાં સીતાનું હરણ થવાથી એ મહાભુજ પુત્રે લંકામાં ગયા, ત્યાં યુદ્ધમાં રાવણે શક્તિથી લક્ષ્મણને પ્રહાર કર્યો. તે શક્તિનું શલ્ય દૂર કરવા વિશલ્યાને ત્યાં લઈ ગયા. ત્યાર પછી વત્સ લક્ષ્મણ જીવ્યા કે શું થયું ? તે અમે જાણતા નથી.” આ પ્રમાણે કહીને હા વત્સ ! એમ કરૂણ સ્વરે કહેતી અને સુમિત્રાને રોવરાવતી અપરાજિતા અત્યંત રૂદન કરવા લાગી. નારદ બોલ્યા-‘તમે સ્વસ્થ થાઓ. તમારા પુત્રની પાસે હું જઈશ અને તેઓને અહીં લઈ આવીશ.” તેમની પાસે એવી પ્રતિજ્ઞા લઈને નારદ લેક પાસેથી ખબર મેળવી આકાશમાર્ગે ચાલતાં લંકામાં રામની પાસે આવ્યા. રામે સત્કાર કરીને નારદને પૂછયું કે “તમે કેમ પધાર્યા છે ?” એટલે તેમની માતાના દુઃખનું સર્વ વૃત્તાંત નારદે તેઓને કહી સંભળાવ્યું. તેથી દુઃખ પામેલા રામે વિભીષણને કહ્યું કે-‘તમારી ભક્તિથી માતાઓના
ખને પણ ભૂલી જઈને અમે અહીં ઘણા કાળ રહ્યા પણ હવે હે મહાશય ! જ્યાં સુધી અમાર વિગદુ:ખથી અમારી માતા મૃત્યુ પામે નહિ ત્યાં સુધીમાં અમે સત્વર ત્યાં જઈશું, માટે અમને અનુમતિ આપો.” વિભીષણ નમસ્કાર કરીને બેલ્યા- હે સ્વામી ! હવે માત્ર સોળ દિવસ અહી રહો, ત્યાં સુધીમાં હું મારા કારીગરોથી અયોધ્યાપુરીને રમણીય બનાવી આપું.' રામે “તથાસ્તુ' એમ કહ્યું, એટલે વિભીષણે પિતાના વિદ્યાધર કારીગરોને ૧ પુત્રવધૂ