________________
૫૭ મુ
૧૨૩
આવી ન હેાત તા હું પિતાની સાથે તે વખતેજ દીક્ષા ગ્રહણ કરત; માટે હવે મને વ્રત લેવાની આજ્ઞા આપો અને આ રાજ્ય તમે ગ્રહણ કરો. સંસારથી ઉદ્વેગ પામેલા હું હવે તમારા આવ્યા પછી આ રાજ્યમાં રહેવાને ઉત્સાહી નથી.” રામ અશ્રુયુક્ત નેત્રે ખેલ્યા‘હે વત્સ ! આવું શું એલા છે ? જેમ કરતા હતા તેમ રાજ્ય કરો, અમે તેા તમારા તેડાવવાથીજ આવ્યા છીએ, માટે રાજ્ય સહિત અમારો ત્યાગ કરીને અમને વિરહવ્યથા શા માટે આપે છે ? તમે રાજ્યમાં રહેા અને પૂર્વની જેમ મારી આજ્ઞા માના.' આ પ્રમાણે આગ્રહ કરતા રામને જાણી ભરત પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યા જવા લાગ્યા, એટલે લક્ષ્મણે ઊઠી હાથવડે પકડી રાખ્યા. તેવી રીતે વ્રત લેવાનો નિશ્ચય કરીને આવેલા ભરતને જાણીને સીતા અને વિશલ્યા વિગેરે સસ'ભ્રમ થઇને ત્યાં આવ્યા, અને ભરતનો વ્રત લેવાનો આગ્રહ ભૂલાવવા માટે તેમણે જળક્રીડાનો વિનોદ કરવાને ભરતને પ્રાના કરી. તેમના અતિ આગ્રહથી ભરત અંત:પુર સહિત ક્રીડા કરવા ગયા; અને પાતે વિરક્ત છતાં ક્રીડાસરાવરમાં મુહૂ પ ́ત તેમની સાથે ક્રીડા કરી, પછી જળમાંથી નીકળીને ભરત રાજહંસની જેમ સરોવરના તીર ઉપર આવ્યા, તેવામાં ભુવનાલંકાર નામનો હાથી સ્ત ભનુ' ઉન્મૂલન કરીને ત્યાં આવ્યા. મદાંધ છતાં પણ તે ગજેન્દ્રે ભરતના દનથી સદ્ય મદરહિત થઈ ગયા, અને તેને જોઈને ભરત પણ હર્ષ પામ્યા. ઉપદ્રવકારક તે હાથીને છુટી ગયેલા સાંભળી રામલક્ષ્મણ સામંતા સહિત તેને બાંધવાને માટે સભ્રમથી તેની પછવાડે આવ્યા. રામની આજ્ઞાથી મહાવતા તે હાથીને ખીલે બાંધવા લઈ ગયા; એવામાં દેશભૂષણ અને કુલભૂષણ નામના બે મુનિ ત્યાં આવ્યા, તેએના ઉદ્યાનમાં સમાસર્યાના ખખર સાંભળી તે મહામુનિઓને વાંઢવા પદ્મ, લક્ષ્મણ અને ભરત પરિવાર સહિત ત્યાં ગયા. તેમને વંદના કરીને રામે પૂછ્યુ’-હે મહાત્મા ! મારા ભુવનાલંકાર હાથી ભરતને જોવાથી મદરહિત કેમ થઈ ગયા ?’
દેશભૂષણ કેવળી ખાલ્યા-પૂર્વે શ્રીઋષભદેવ ભગવંતની સાથે ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી હતી. પછી જ્યારે પ્રભુ નિરાહારપણે મૌન રહીને વિહાર કરવા લાગ્યા, ચારે તે સર્વ ખેદ પામીને વનવાસી તાપસે થયા હતા. તેમાં પ્રહલાદન અને સુપ્રભ રાજાના ચદ્રોદય અને સુરોદય નામે બે પુત્રો હતા. તેઓએ ત્યાર પછી ચિરકાળ ભવભ્રમણ કર્યું. અનુક્રમે ચંદ્રોદય ગજપુરમાં હિમતી રાજાની ચંદ્રલેખા રાણીની કૂક્ષીથી કુલકર નામે પુત્ર થયા, અને સુરદય પણ તેજ નગરમાં વિશ્વભૂતી બ્રાહ્મણની અગ્નિકુંડા સ્ત્રીથી શ્રુતિરતિ નામે પુત્ર થયા. અનુક્રમે કુલકર રાજા થયા. અન્યદા તે તાપસના આશ્રમમાં જતા હતા, ત્યાં અવધિજ્ઞાની અભિનંદન નામના સાધુએ તેને આ પ્રમાણે કહ્યું-‘હે રાજા ! તુ' જેની પાસે જાય છે તે તાપસ પંચાગ્નિ તપ કરે છે, ત્યાં દહન કરવાને માટે લાવેલા કાષ્ઠમાં એક સપ રહેલા છે; તે સર્પ પૂર્વ ભવે ક્ષેમકર નામે તમારા પિતામહ હતા, માટે તે કાષ્ઠ ફડાવી યત્નથી તેને બહાર કઢાવીને તેની રક્ષા કર.' તે વચન સાંભળી રાજા આકુળવ્યાકુળ થઈ ગયા અને તત્કાળ ત્યાં જઇ તે કાષ્ઠને ફડાવ્યું, તેની અંદર મુનિના કહેવા પ્રમાણે સર્પને રહેલા જોઇને તે અત્યત વિસ્મય પામ્યા. તેજ વખતે કુલ'કર રાજાને દીક્ષા લેવાની ઇચ્છા થઇ. તેવામાં પેલા શ્રુતિરતિ બ્રાહ્મણ ત્યાં આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા-આ તમારો ધર્મ કાંઇ આમ્નાયરહિત નથી; તથાપિ જો તમારે દીક્ષા લેવાના આગ્રહ હોય તેા છેવટની વયમાં દીક્ષા લે, અત્યારે શામાટે ખેઢ પામે છે ?” આ શ્રુતિરતિ બ્રાહ્મણુની વાણી સાંભળીને રાજાનો દીક્ષા લેવાના ઉત્સાહ જરા ભગ્ન થઈ ગયા