________________
સગ ૬ ઠ્ઠો
યુદ્ધ કરવા લાગ્યા. અને વીર રણમાં ચતુર હાવાથી એક ખીજાનાં તીક્ષ્ણ શસ્ત્રોને પોતપોતાનાં તીક્ષ્ણ શસ્ત્રોથી તૃણુની જેમ છેઠવા લાગ્યા. તે વખતે મહિષના યુદ્ધમાં વૃક્ષના ખ’ડની જેમ તેઓના યુદ્ધમાં શસ્ત્રોના ખંડ એવા ઉછળવા લાગ્યા કે જેથી આકાશમાં રહેલા ખેચરીઓના સમૂહ ભય પામવા લાગ્યા. ક્રોધી જનમાં શિરામણિ તે અન્નેનાં જ્યારે સવ અસ્ત્રો છેદાઈ ગયાં ત્યારે જાણે જગમ પર્વતા હોય તેમ તેઓએ મલ્લયુદ્ધ કરવા માંડ્યું. ક્ષણવારમાં આકાશમાં ઉછળતા અને ક્ષણવારમાં પૃથ્વીપર પડતા તે અન્ને વીરચૂડામણિ કુકડાની જેમ જણાવા લાગ્યા. પ્રાંતે ખને સરખા બળવાન હેાવાથી એક બીજાને જીતવાને અસમર્થ થતાં તેઓ એ વૃષભની જેમ દૂર ખસીને ઊભા રહ્યા.
૯૦
પછી સાચા સુગ્રીવે પેાતાની સહાયને માટે હનુમાનને ખેલાવ્યા, અને જાર સુગ્રીવની સાથે ફરીવાર ઉગ્ર યુદ્ધ કરવા માંડયું. હનુમાન બન્નેના ભેદ ન જાણવાથી જોઈજ રહ્યો; તેથી જાર સુગ્રીવે ઉગ્રપણે સાચા સુગ્રીવને કુટી નાંખ્યા. બીજીવાર યુદ્ધ કરવાથી સુગ્રીવ મનથી અને શરીરથી ખિન્ન થઈ ગયા, તેથી કિષ્કિંધાપુરીમાંથી બહાર નીકળીને કોઈ આવાસમાં જઇને રહ્યો. જાર સુગ્રીવ સ્વસ્થ મનથી રાજમહેલમાં જ રહ્યો, પણ વાલીકુમારના અટકાવવાથી અંતઃપુરમાં પ્રવેશ કરી શકયા નહિ, સાચા સુગ્રીવ ગ્રીવા નમાવીને ચિંતવવા લાગ્યા કે—“અહા ! આ મારા સ્ત્રીલ‘પટ શત્રુ કુડકપટમાં ચતુર જણાય છે. તેણે માયાથી વશ કરેલા મારા પેાતાના માણસા પણ તેના થઈ ગયા છે. અહા! આ તા પેાતાના ઘેાડાથી જ પાતાના પરાભવ થયા છે. હવે માયાના પરાક્રમથી ઉત્કૃષ્ટ એવા આ શત્રુને મારે કેવી રીતે મારવા? અરે ! પરાક્રમ વિનાના અને વાલીના નામને લજાવનાર એવા મને ધિક્કાર છે ! એ મહાખળવાન વાલીને ધન્ય છે કે જે અખડ પુરૂષત્રત રાખી રાજને તૃણની જેમ છેડી દઈ પરમપદને પામી ગયા. મારા પુત્ર ચંદ્રરશ્મિસ જગતમાં બળવાન છે પણ તે શું કરી શકે! કારણ કે બન્નેના ભેદને નહિ જાણવાથી તે કેની સહાય કરે અને કેને મારે ? પણ એ ચંદ્રરશ્મિકુમારે એક કામ બહુ સારૂ કર્યું... છે કે તે પાપીને અંતઃપુરમાં પ્રવેશ કરવા દીધા નથી. હવે એ અલિષ્ઠ શત્રુના વધ કરવાને માટે અતિ ખળવાન એવા કયા વીરને હું આશ્રય કરૂ? કારણ કે શત્રુ પાતાથી કે બીજાથી પણ હણવા યોગ્ય જ છે, આ શત્રુને ઘાત કરવાને ત્રણ લેાકમાં વીર અને મરૂતના યજ્ઞના ભંગ કરનાર રાવણને જઈ ને ભજુ' ? પણ તે રાવણુ પ્રકૃતિથી જ સ્ત્રી લંપટ અને ત્રણ લેાકમાં ક ટકરૂપ છે; તેથી તે તો તેને અને મને બન્નેને મારીને પોતે જ તારાને ગ્રહણ કરે. આવી આપત્તિમાં સહાય કરવાને સમર્થ તા અતિ ઉગ્ર એવા એક ખર રાક્ષસ હતા, પણ તેને તેા લક્ષ્મણે મારી નાંખ્યા છે; માટે આ વખતે તા ત્યાં જઈ એ રામલક્ષ્મણને જ મિત્ર કરૂં. કારણ કે શરણે આવેલા વિરાધને તેએએ તત્કાળ પાતાળલ’કાનુ` રાજ્ય આપ્યુ' છે, અને હાલ પૂર્ણ પરાક્રમવાળા તેઓ વિરાધના આગ્રહથી પાતાળલ’કામાં રહેલા છે” આવા વિચાર કરી સુગ્રીવે એક પેાતાના વિશ્વાસપાત્ર તને એકાંતમાં સમજાવીને વિરાધની પાસે મેાકલ્યા. દ્રુતે પાતાળલકામાં જઇ વિરાધને પ્રણામ કરીને પેાતાના સ્વામીને પ્રાપ્ત થયેલા કષ્ટના બધા વૃત્તાંત જણાવ્યું અને કહ્યું કે– મારા સ્વામી સુગ્રીવ અત્યારે માટી આપત્તિમાં આવી પડયા છે, તેથી તમારી મારફત શમલક્ષ્મનુ' શરણુ કરવા ઇચ્છે છે.' તે સાંભળી વિરાધે દુતને કહ્યું કે ‘તું જઇને કહે કે સુગ્રીવ સત્વર અહી આવે, કેમકે સત્પુરૂષોના સંગ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.’ આ પ્રમાણે કહેવાથી ક્રૂત તરત જ ત્યાંથી સુગ્રીવની પાસે આબ્યા અને તે સદંશે નિવેદન કર્યા,