________________
પર્વ ૭ મું ધ્યાન કરતી સીતા સ્થિર બેસી રહી, પણ ભયથી ડરીને રાવણને ભજ્યો નહિ. આ રાત્રિનું સર્વ વૃત્તાંત પ્રાતઃકાળે વિભીષણના જાણવામાં આવ્યું, એટલે તેણે રાવણ પાસે આવતાં પ્રથમ સીતાની પાસે આવીને તેને પૂછયું કે-“હે ભદ્ર ! તમે કોણ છે ? કેની સ્ત્રી છો ? કક્યાંથી આવ્યાં છે ? અને અહીં તમને કણ લાગ્યું છે? તે સર્વ ભય પામ્યા વિના જેમ હોય તેમ જણાવો; હું પરસ્ત્રીનો સહાદર છું.' તેને મધ્યસ્થ જાણી સીતા નીચું મુખ રાખીને બોલ્યાં-“જનક રાજાની પુત્રી અને ભામંડલ વિદ્યાધરની બેન છું, તેમજ રામભંદ્રની પત્ની અને રાજા દશરથની પુત્રવધૂ છું. મારું નામ સીતા છે. અનુજબંધુ સહિત પતિની સાથે હું દંડકારણ્યમાં આવી હતી. ત્યાં મારા દિયર લક્ષમણ ક્રીડા કરવાને માટે આમતેમ ફરતા હતા; તેવામાં આકાશમાં અધર રહેલું એક મહા શ્રેષ્ઠ ખડ્રગ તેમના જોવામાં આવ્યું, એટલે કૌતુકથી તેમણે હાથમાં લીધું પછી નજીકમાં વંશજાળ હતી તે તેણે તેના વતી છેદી નાંખી, જેથી તેની અંદર રહેલા તે ખગના સાધકનું મસ્તક અજાણતાં કપાઈ ગયું. “ આ કોઈ મારી સામે યુદ્ધ નહિ કરનારા નિરપરાધી પુરૂષને મેં મારી નાંખે, તે ઘણું ખોટું કર્યું એ પશ્ચાત્તાપ કરતા મારા દિયર તેમના મોટા ભાઈ પાસે આવ્યા. થોડી વારમાં મારા દિયરને પગલે તે ખગસાધકની ઉત્તરસાધિકા કોઈ સ્ત્રી કોપયુક્ત ચિત્તે અમારી પાસે આવી. અદ્દભુત રૂપવડે ઈદ્ર જેવા મારા પતિને જોઈને એ કામપીડિત સ્ત્રીએ ક્રીડા કરવાને માગણી કરી, પણ મારા પતિએ તેને જાણી લઈને તેની માગણીને અસ્વીકાર કર્યો, એટલે તે ત્યાંથી ચાલી ગઈ અને મેટું રાક્ષસો ઉગ્ર સૌચ લઈને પાછી આવી. પછી “જે સંકટ પડે તે સિંહનાદ કર એવો સંકેત કરીને લક્ષમણ તેની સાથે યુદ્ધ કરવા ગયા. પછી માયાવડે ખોટો સિંહનાદ કરી, મારા પતિને મારાથી દૂર કરીને, માઠી વાંચ્છાવડે આ રાક્ષસ (રાવણ) પિતાને વધ માટેજ મને અહીં લઈ આવે છે. આ પ્રમાણે તેનું સર્વ વૃત્તાંત સાંભળીને વિભીષણે રાવણ પાસે જઈ નમસ્કાર પૂર્વક કહ્યું- હે સ્વામી! તમે આ કામ આપણા કુળને દૂષણ લાગે તેવું કર્યું છે. પણ હવે જ્યાં સુધી રામલક્ષમણ આપણને મારવા માટે અહીં નથી આવ્યા, ત્યાં સુધીમાં આ સીતાને સત્વર તેમની પાસે મૂકી આવો.” વિભીષણનાં આવાં વચન સાંભળી રાવણ ક્રોધથી રાતાં નેત્ર કરીને બોલ્યા કે “અરે ભીરૂ! તું આવું શું બેલે છે? શું તું મારા પરાક્રમને ભૂલી ગયો ? આ સીતા અનુનય કરવાથી અવશ્ય મારી સ્ત્રી થશે અને પછી જે એ બિચારા રામલક્ષમણ અહીં આવશે તો હું તેમને મારી નાંખીશ. વિભાષણે કહ્યું-“હે ભ્રાતા ! જ્ઞાનીનું વચન સત્ય થવાનું જણાય છે કે રામની પત્ની સીતાને માટે આપણા કુળનો ક્ષય થવાનો છે, નહિ તે આ ભક્ત બંધુનું વચન તું શા માટે ન માને અને મેં માર્યા છતાં દશરથ રાજા કેમ જીવે ? હે મહાભુજ ! જે ભાવી વસ્તુ છે તે અન્યથા થવાની નથી, તથાપિ હું તને પ્રાર્થ છું કે આપણા કુળનો ઘાત કરનારી સીતાને છોડી દે.” જાણે વિભીષણની વાણી સાંભળી જ ન હોય તેમ કરી સીતા પાસે જઈ તત્કાળ સીતાને પુષ્પક વિમાનમાં બેસારીને રાવણ ફરવા લાગ્યા અને પિતાની સમૃદ્ધિ બતાવવા લાગ્યું કે હે હિંસગામિની ! આ રત્નમય શિખરવાળા અને સ્વાદિષ્ટ જળના નિઝરણાવાળા મારા ક્રીડાપર્વતે છે, નંદનવનની જેવાં આ ઉદ્યાન છે, આ ઈચ્છા પ્રમાણે ભોગવવા ગ્ય ધારાગૃહ છે, આ હંસ સહિત ક્રીડાનદીઓ છે. હે સુંદર બ્રગુટીવાળી સ્ત્રી ! સ્વર્ગના ખંડ જેવાં આ રતિગૃહો છે, આમાં જ્યાં તારી પ્રીતિ હોય ત્યાં તું મારી સાથે ક્રીડા કર.” હંસની જેમ રામના ચરણકમળનું ધ્યાન કરતી સીતા રાવણની આવી વાણી સાંભળીને પૃથ્વીની જેમ ધીરજ ધરીને કિંચિત્ પણ ક્ષોભ પામી નહિ. રાવણે સર્વ રમણીય સ્થાનોમાં ભમી ભમીને છેવટે સીતાને પાછી અશોકવનમાં મૂકી,