________________
સગ ૬ ઠ્ઠો જ્યારે રાવણને ઉન્મત્ત થઈ ગયેલ છે અને પિતાનાં વચનની યુક્તિમાં આવે તેમ ન લાગ્યું ત્યારે વિભીષણે તે વિષે વિચાર કરવાને માટે કુળપ્રધાનને બોલાવ્યા. પછી વિભીષણ બોલ્યા કે “હે કુળમંત્રીઓ ! કામાદિક અંતરશત્રુએ ભૂતની પેઠે વિષમ છે, તેઓમાંથી એક પણ પ્રમાદી જનને હેરાન કરે છે. આપણે સ્વામી રાવણ અત્યંત કામાતુર થયેલ છે. એકલો કામદેવજ ઘણો દુર્જાય છે, તો પછી જો પરસ્ત્રીની ઇરછાથી તેને સહાય મળે તે પછી તેની વાત જ શી કરવી ? તે કામના પ્રસંગથી લંકાપુરીને સ્વામી અતિ બળવાન છતાં પણ તે અત્યંત દુઃખસાગરમાં જલદી આવી પડશે.” મંત્રીએ બોલ્યા- “અમે તે નામનાજ મંત્રીઓ છીએ, ખરેખરા મંત્રી તે તમે જ છો, કે જેની આવી દરદશી દષ્ટિ છે. જ્યારે સ્વામી કેવળ કામને વશ થયા છે, ત્યારે મિથ્યાષ્ટિ પુરૂષને જૈનધર્મના ઉપદેશની જેમ તેને આપણે મંત્ર (વિચાર) શું અસર કરી શકશે? સુગ્રીવ અને હનુમાન જેવા પુરુષો પણ તે રામને મળી ગયા છે; પરંતુ “ન્યાયી મહાત્માના પક્ષને કોણ ગ્રહણ ન કરે ? સીતાના નિમિત્તે રામભદ્રને હાથે આપણા કુળનો ક્ષય જ્ઞાનીએ કહેલ છે, તથાપિ પુરૂષને આધીન હોય તે સમયને યોગ્ય કર્તવ્ય કરવું ઘટિત છે.”
આ પ્રમાણેનાં મંત્રીઓનાં વચન સાંભળીને વિભીષણે લંકાના કિલ્લા ઉપર યંત્ર વિગેરે ગોઠવી દીધાં. કેમકે “મંત્રી મંત્રરૂપ નેત્રથી અનાગત વસ્તુને પણ જુએ છે.”
અહીં સીતાના વિરહથી પીડિત રામ, લમણે આપેલા આશ્વાસનથી માંડમાંડ કાળ નિગમન કરતા હતા. એક વખતે રામે લક્ષમણને શિક્ષા આપીને સુગ્રીવની પાસે મોકલ્યા. લક્ષ્મણ ભાથાં, ધનુષ્ય અને ખગ લઈને સુગ્રીવની પાસે ચાલ્યા. ચરણન્યાસથી પૃથ્વીને ચૂર્ણ કરતા, પર્વતને કંપાવતા અને વેગના ઝપાટાથી લટકતી ભુજાવડે માગનાં વૃક્ષોને પાડી નાંખતા તે કિષ્કિધામાં આવ્યા. ઉત્કટ ભ્રગુટીથી ભયંકર લલાટવાળા અને રાતાં લેચનવાળા લમણને જોઈને ભય પામેલા દ્વારપાળોએ તત્કાળ માગ આવે, એટલે તે સુગ્રીવના મંદિરમાં આવ્યા. લમણને આવેલા સાંભળી કપિરાજ સુગ્રીવ અંત:પુરમાંથી તત્કાળ બહાર નીકળ્યો અને ભયથી કંપતે કંપતે તેમની પાસે ઊભે રહ્યો. લક્ષ્મણે ક્રોધથી કહ્યું
અરે વાનર ! હવે તું કૃતાર્થ થઈ ગયે ! કામ સરી રહ્યા પછી અંતઃપુરથી પરિવૃત્ત થઈ નિ:શંકપણે સુખમાં નિમગ્ન થઈ રહ્યો છે. સ્વામી રામભદ્ર વૃક્ષ તળે બેસી વર્ષ જેવા દિવસે નિર્ગમન કરે છે, તે તું જાણતું નથી ? સ્વીકારેલી વાત પણ ભૂલી ગ જણાય છે. હવે સીતાની શોધ લેવાને ઊભે થા. સાહસગતિને માગે જા નહિ, તે માગ હજુ સંકેચ પામી ગયો નથી.” લમણનાં આવાં વચન સાંભળી સુગ્રીવ તેમના ચરણમાં “હે સ્વામી ! પ્રસન્ન થાઓ, મારા પ્રમાદને સહન કરે, કેમકે તમે મારા પ્રભુ છો.’ આવી રીતે લમણને આરાધી તેમને આગળ કરીને સુગ્રીવ રામભદ્રની પાસે આવ્યા, અને ભક્તિથી તેમને પ્રણામ કર્યા પછી સુગ્રીવે પિતાના સૈનિકોને આજ્ઞા કરી કે “હે સૌનિકે! તમે સર્વ પરાક્રમી છે, અને સર્વત્ર અખલિત ગતિવાળા છે, માટે સર્વ ઠેકાણે ફરીને સીતાની શેધ કરે.” આ પ્રમાણે આજ્ઞા થતાં સર્વ સૈનિકે સર્વ બેટમાં, પર્વતે માં, સમુદ્રમાં અને ગુફાઓમાં ત્વરાથી ફરવા લાગ્યા.
સીતાનું હરણ થયાના ખબર સાંભળી ભામંડલ રામચંદ્રની પાસે આવ્યું અને અત્યંત દુઃખી થઈને ત્યાંજ રહ્યો. પિતાના સ્વામીના દુઃખથી પીડિત થયેલે વિરાધ મોટું રીન્ય લઈને ત્યાં આવ્યા, અને ચિરકાળના પેદલની જેમ તે પણ રામની સેવા કરતાં તો ત્યાં જ રહ્યો. સુગ્રીવ પોતે શોધ કરવા નીકળે. તે અનુક્રમે કંબુદ્વીપમાં આવ્યું, એટલે તેને