________________
૧૦૦
સગ ૬ ઠા
રામને પીડા આપે છે તે ઘટેજ છે, કેમકે આવી રૂપવાન, સુશીલ અને પવિત્ર પત્ની કોઇક પુરૂષનેજ પ્રાપ્ત થાય છે. આ રાંક રાવણ રામના પ્રતાપથી અને પોતાનાં ઘણાં પાપથી-એ અંને કારણેાથી જરૂર પતિત થશે.” પછી હનુમાને વિદ્યાથી અદૃશ્ય થઇ સાથે લાવેલી રામચ`દ્રની મુદ્રિકા સીતાના ઉત્સંગમાં નાંખી, તે જોઇ સીતા હષ પામ્યાં, તેમને હર્ષિત થયેલાં જોઇ તત્કાળ ત્રિજટાએ રાવણ પાસે જઈને કહ્યુ કે સીતા આટલા વખત ખેદ પામેલાં રહેતાં હતાં, પરંતુ આજે આનંદમાં આવેલાં છે.' રાવણે મંદોદરીને કહ્યું કે-‘હું માનું છું કે હવે સીતા રામને ભૂલી ગઇ છે અને જરૂર મારી સાથે ક્રીડા કરવાને ઇચ્છે છે, માટે તું જઇને તેને સમજાવ.’ પતિનાં આવાં વચનથી મ ંદોદરી પતિનુ દ્વીપણુ' કરવાને માટે પાછી સીતાને લાભાવવા સારૂ ત્યાં ગઈ; અને અતિ વિનીત થઈને સીતાને કહ્યું કે- રાવણ અદ્વૈત અશ્વય અને સૌદર્ય થી ઉત્તમ છે અને રૂપ તથા લાવણ્યની સંપત્તિથી તમે પણ તેને ચાગ્ય જ છે. જો કે મૂખ દેવે તમારા ચેાગ્ય સયાગ કર્યાં નહિ, પણ હવે તેા યાગ પ્રાપ્ત થાઓ. હે જાનકી ! પાસે જઈને ભજવા ચાગ્ય રાવણ ઉલટા તમને ભજવા તત્પર છે માટે તમે તેને ભજો; અને હું સુભ્ર ! હું અને તેની બીજી પત્નીએ તમારી આજ્ઞાને ધારણ કરા.'' સીતા ખેલ્યાં રે પતિના દૂતીપણાને કરનારી પાપિણી ! રે દુર્મુખી ! તારા પતિની જેમ તારૂ મુખ પણ કોણ જુએ ! રે દુષ્ટ ! બાંધવ સહિત તારા પતિને ખરપ્રમુખ રાક્ષસોની જેમ મારવા માટે લક્ષ્મણને અહી આવેલાજ જાણજે, અને મને રામની પાસે રહેલીજ જાણજે; રે પાપિન્ટે ! અહીંથી ઊઠી જા, ઊઠી જા, હવે હું તારી સાથે ખેલવા ઇચ્છતી નથી.” આવી રીતે સીતાએ જ્યારે તિરસ્કાર કર્યાં, ત્યારે મંદોદરી કાપ કરીને ત્યાંથી ચાલી નીકળી.
એના ગયા પછી તરતજ હનુમાન પ્રગટ થયા અને સીતાને નમસ્કાર કરી અ’જલિ જોડીને તેણે કહ્યું કે હે દેવી ! સારે ભાગ્યે રામ લક્ષ્મણ સહિત જય પામે છે. તમારી શોધ લેવાને માટે રામની આજ્ઞાથી હું અહી આવેલા છું. મારા ત્યાં ગયા પછી રામ શત્રુઓને મારવાને માટે અહી` આવશે.’ સીતા નેત્રમાં અશ્રુ લાવીને ખેલ્યાં “હે વીર ! તમે કોણ છે ? આ દુધ્ય સમુદ્રને શી રીતે ઓળંગીને અહીં આવ્યા ? મારા પ્રાણનાથ લક્ષ્મણની સાથે ખુશીમાં છે ? તેને તમે કથાં જોયા હતા અને તે ત્યાં રહીને કેવી રીતે કાળ નિ`મન કરે છે ?” હનુમાન ખેલ્યા-પવન'જય અને અંજનાનો હનુમાન નામે હું પુત્ર છું, આકાશગામિની વિદ્યાથી મેં સમુદ્રનું ઉલ્લઘન કર્યું છે. તેના શત્રુનો નાશ કરી આપવા વડે સ વાનરાના અધિપતિ સુગ્રીવને પોતાના પાળા તુલ્ય કરી રામ લક્ષ્મણ સાથે કિષ્કિંધાપુરીમાં રહેલા છે. દાવાનળવડે ગિરિની જેમ બીજાઓને તપાવતા રામ તમારા વિયાગથી રાતદિવસ પરિતાપ પામ્યા કરે છે. હે સ્વામિની ! ગાયના વિરહથી વત્સ ( વાછડા )ની જેમ તમારા વિરહથી પીડિત એવા લક્ષ્મણ નિર'તર દિશાઓને શૂન્ય જોતા સતા કથારે પણ સુખ પામતા નથી. ક્ષણવાર શાકમાં અને ક્ષણવાર ક્રાધમાં રહેતા તમારા પતિ અને દિયર જો કે સુગ્રીવ તેમને વાર વાર આશ્વાસન આપે છે તથાપિ કિચિત્ પણ સુખ પામતા નથી. ભામંડલ, વિરાધ અને મહેદ્ર વિગેરે ખેચરા, દેવતાઓ જેમ શકે'દ્ર અને ઈશાને'દ્રની સેવા કરે તેમ તેના પેઢલ થઇને તેઓની સેવા કરે છે. હે દેવી!તમારી શેાધ મેળવવા માટે સુગ્નિવે મને બતાવ્યા; એટલે રામભદ્રે પેાતાની વીટી તમને અભિજ્ઞાન તરીકે આપવા માટે આપીને મને અહીં મત્સ્યેા છે, અને તમારી પાસેથી ચૂડામણિનું અભિજ્ઞાન લાવવાને મને કહેલું છે, તે જોવાથી રામભદ્રને મારી અહીં આવવાની પ્રતીતિ આવશે.”
આ પ્રમાણે રામને વૃત્તાંત સાંભળવાના હર્ષ થી અને હનુમાનના આગ્રહથી એકવીશ અહારાત્રિને અંતે તે દિવસે સીતાએ ભાજન કર્યું.. પછી સીતા ખેલ્યાં-હે વત્સે ! આ