________________
१०६
સ` ૭ મા
જેમ લંકા તરફ ચાલ્યા. લંકાની બહાર મેદાનમાં વિશાળ સેનાવડે વીશ યાજન ભૂમિને રૂધીને ખળના પર્વ તરૂપ રામ રણુને માટે સજ્જ થઈ રહ્યા. જાણે બ્રહ્માંડના સ્ફાટથી ઉત્પન્ન થયા હોય તેવા રામની સેનાના કેલાહલ સમુદ્રના ધ્વનિની જેમ બધી લકાપુરીને ધિર કરવા લાગ્યા, જેમનુ' અનન્ય સાધારણ ખળ છે એવા પ્રહસ્ત વિગેરે રાવણના સેનાપતિએ તત્કાળ ઊંચા હથિયાર કરી બખ્તર પહેરીને તૈયાર થઇ ગયા. કોઈ હાથી પર બેસીને, કાઇ અશ્વપર બેસીને, કોઈ સિંહપર બેસીને, કેાઇ ખ૨પર બેસીને, કેાઈ રથમાં બેસીને, કાઇ કુબેરની જેમ મનુષ્યપર ચડીને, કોઇ અગ્નિની જેમ મેષપર સ્વારી કરીને, કેાઇ યમરાજની જેમ મહિષને વાહન કરીને, કોઇ રેવ'તકુમારની જેમ અશ્વપર સ્વા૨ થઈને અને કોઇ દેવની જેમ વિમાનમાં બેસીને રણકમ માં ચતુર એવા અસખ્ય વીરો એકસાથે એકઠા થઈ ને રાવણની ચારે તરફ ફરી વળ્યા. પછી રત્નશ્રવાનેા જયેષ્ઠ પુત્ર રાવણ રોષથી રાતાં નેત્ર કરી તૈયાર થઈ વિવિધ આયુધાથી પૂર્ણ એવા રથમાં બેઠા. જાણે બીજો યમ હોય તેવા વીર ભાનુકણ હાથમાં ત્રિશૂળ લઈ રાવણની પાસે આવીને પા રક્ષક થઈ ઊભા રહ્યા. ઇંદ્રજિત અને મેઘવાહન કુમાર જાણે રાવણના બીજા બે ભુજ હાય તમ રાવણની પાસે આવીને મને આજુએ ઊભા રહ્યા. બીજા પણુ મહાપરાક્રમી પુત્રા, કેટીગમે સામંતા અને શુક, સારણ, મારીચ, મય અને સુંદર વિગેરે પણ ત્યાં આવીને હાજર થયા. એ પ્રમાણે રણુક માં કુશળ એવી અસ`ખ્ય સહસ્ર અક્ષૌહિણી સેનાઓથી દિશાઓને આચ્છાદન કરતા સતા રાવણ લંકાનગરીની બહાર નીકળ્યા.
રાવણના સૈન્યમાં કાઇ સિંહની ધ્વજાવાળા, કાઇ અષ્ટાપદની ધ્વજાવાળા, કેાઈ ચમૂર્ મૃગની ધ્વજાવાળા, કાઇ હાથીની ધ્વજાવાળા, કાઈ મયૂરની ધ્વજાવાળા, કાઈ સર્પની ધ્વજાવાળા, કાઇ મારની ધ્વજાવાળા અને કોઈ શ્વાનની ધ્વજાવાળા હતા, તેમજ કોઈના હાથમાં ધનુષ્ય, કાઇના હાથમાં ખડ્ગ, કોઇના હાથમાં ષડી, કોઈના હાથમાં મુગર, કોઈના હાથમાં ત્રિશૂળ, કાઇના હાથમાં પરિઘ, કાઈના હાથમાં કુઠાર અને કેાઈના હાથમાં પાશ હતાં. તેઓ વારવાર નામ લઈ લઈ ને શત્રુઓને જણાવતા સતા રણકમમાં માટી ચતુરાઈથી વિચરવા લાગ્યા. બૈતાઢય ગિરિની જેમ પેાતાની સેનાની વિશાલતાથી પચાસ યાજન પૃથ્વીમાં રાવણે રણકાય ને માટે પડાવ નાંખ્યો. પેાતાતાના નાયકોની પ્રશ'સા કરતા, પરસ્પર આક્ષેપ કરતા, માંહે-માંહે કથા કહેતા અને કરાસ્ફાટપૂર્વક અસ્ત્રો વગાડતા, રામ રાવણના સૌનિકા કાંસીતાળ ખેતાળની જેમ એકઠા મળ્યા. ‘ જા જા, ઊભા રહે, ઊભા રહે, ભય પામ નહિ, આયુધ છેાડી દે, આયુધ ગ્રહણુ કર’ આ પ્રમાણે યુદ્ધમાં સુભટોનાં મુખમાંથી વાણી નીકળવા લાગી. બન્ને સેનામાં શલ્યા, શંકુએ, ખાણા, ચકા, પરિઘા અને ગદા જંગલમાં પક્ષીઓની જેમ આવી આવીને પડવા લાગ્યાં. પરસ્પર ઘાતથી ભગ્ન થયેલા, ખડ્ગથી અને વેગથી છેદાએલા ઉછળતા મસ્તકથી બધુ` આકાશ જાણે વિવિધ કેતુ અને અને વિવિધ રાહુવાળું હોય તેવું દેખાવા લાગ્યું. મુદ્ગરાના આઘાતથી હાથીને પાડી શ્વેતા સુભટા જાણે ગેડીદડાની ક્રીડા કરતાં હોય તેમ શાભવા લાગ્યા. ખીજા સુભટાએ કુઠારના ઘાતથી છેદેલા પંચશાખાઓ (બે હાથ, બે પગ અને મસ્તક) વૃક્ષેાની શાખાની જેમ પડવા લાગ્યા. વીર સુભટો શત્રુઓનાં મસ્તકને છેદીને જાણે ક્ષુધાતુર યમરાજના થાયાગ્ય ગ્રાસ હોય તેમ પૃથ્વીપર ફેંકવા લાગ્યા. મહા પરાક્રમી રાક્ષસે અને વાનરોની વચ્ચેના તે યુદ્ધમાં ભાગીદાર પિત્રાઇને ધનની જેમ વિજય સાધ્ય થવામાં ઘણા વિલ`ખ થયા.
૧ આવા ચિન્હો છે જેમાં એવી તેમના રથ ઉપર વાસમજવી,