________________
૧૧૦
સર્ગ ૭ મા
સંજ્ઞા આવી, એટલે તેણે તત્કાળ ક્રાધથી હનુમાનની ઉપર ગદાના પ્રહાર કર્યા કે જેથી હનુમાન મૂર્છા ખાઈને પૃથ્વીપર પડી ગયા. પછી સુંઢવડે હાથીની જેમ તેણે તક્ષક નાગ જેવી ભુજાવડે તેને પકડીને કાખમાં ઉપાડવો અને પાછા વાળ્યા. તે વખતે વિભીષણે રામચંદ્રને કહ્યું–“હે સ્વામી! આ બન્ને વીર તમારી સેનામાં અતિ ખલવાન અને વદનમાં નેત્રની જેમ સારરૂપ છે. તેઓને રાવણના પુત્ર ઇન્દ્રજિતે અને મેઘવાહને નાગપાશથી બાંધી લીધા છે; પરંતુ જ્યાંસુધીમાં તેઓ તેમને લંકામાં ન લઇ જાય ત્યાંસુધીમાં હું જઇને તેમને છેડાવી લાવું. વળી હે રઘુપતિ ! કુભકણે હનુમાનને પેાતાની માટી ભુજામાં બાંધી લીધેલા છે, તેથી તેને પણ લંકાપુરીમાં લઈ ગયા અગાઉ છેાડાવી લાવવાની જરૂર છે. હે પ્રભુ ! સુગ્રીવ, ભામંડલ અને હનુમાન વિના આપણું બધુ સૈન્ય વીર વગરનુ' જ છે; માટે મને આજ્ઞા આપો, જેથી હું તેમને લઇ આવું.' આ પ્રમાણે વિભીષણ કહેતા હતા, તેવામાં રણચતુર એવા અગઢ વીર વેગથી દોડી કુંભકની સાથે આક્ષેપથી યુદ્ધ કરવા લાગ્યા. ક્રોધાંધપણાથી કુંભકર્ણે પાતાનો હાથ ઉંચા કર્યા, એટલે મારૂતિ વીર પાંજરામાંથી પક્ષીની જેમ તેના ભુજપાશમાંથી ઊડીને નીકળી ગયા. પછી ભામંડલ અને સુગ્રીવને છેડાવવાને માટે વિભીષણ રથમાં બેસીને રાવણના બન્ને કુમારોની સાથે યુદ્ધ કરવા ચાલ્યા. તે સમયે ઇંદ્રજિત અને મેઘવાહન ચિતવવા લાગ્યા કે આ વિભીષણુ આપણા પિતાના અનુજબ થઇ આપણી સાથે યુદ્ધ કરવાને આવે છે. આ કાકા આપણે પિતા સમાન છે, તેથી તેમની સાથે આપણે શી રીતે યુદ્ધ કરવુ ? માટે અહીંથી ખસી જવુ તેજ ઘટિત છે. પૂજ્ય વડે લની પાસેથી ખસી જવામાં કાંઈ લજ્જા નથી. આ પાશમાં બધાએલા શત્રુ જરૂર મરણ પામશે; માટે તેમને અહી પડચા મૂકીને આપણે ચાલ્યા જઇએ, જેથી કાકા આપણી પાસે આવેજ નહી.’ આ પ્રમાણે વિચારીને તે બુદ્ધિમાન ઇન્દ્રજિત અને મેઘવાહન રણભૂમિમાંથી ખસી ગયા, એટલે વિભીષણ ભામંડલ અને સુગ્રીવને જોતા સતા ત્યાંજ ઊભા રહ્યો. રામલક્ષ્મણ પણ હિમથી આચ્છાદિત શરીરવાળા સૂર્ય ચંદ્રની જેમ ચિંતાવડે મ્લાન મુખવાળા થઈને ત્યાંજ ઊભા રહ્યા. તે સમયે રામભદ્રે પૂર્વે જેણે પેાતાને વરદાન આપ્યુ હતુ. તેવા મહાલાચન નામના સુવર્ણ કુમારનિકાયના દેવનુ' સ્મરણ કર્યું. તે દેવતાએ અવિધજ્ઞાનવડે તે વૃત્તાંત જાણી ત્યાં આવીને પદ્મ (રામચંદ્ર) ને સિ...હનિનાદા નામની વિદ્યા, મુશલ, થ અને હળ આપ્યાં, અને લક્ષ્મણને ગારૂડી વિદ્યા, રથ અને રણમાં શત્રુઓના નાશ કરનારી વિદ્યુદના નામની ગદા આપી. તે ઉપરાંત બન્ને વીરાને વારૂણ, આગ્નેય અને વાયબ્ય પ્રમુખ ખીજા દિવ્ય અસ્ત્રો અને બે છત્રા આપ્યાં. પછી લક્ષ્મણ સુગ્રીવ અને ભામ'ડલની પાસે ગયા. તેમના આવતાંજ તેમના વાહનરૂપ ગરૂડને જોઇ સુગ્રીવ અને ભામડલના નાગપાશના સૌ તત્કાળ નાસી ગયા. તે વખતે રામના સૌન્યમાં ચારે તરફ જયજય શબ્દના ધ્વનિ થયા, અને રાક્ષસાના સૈન્યની જેમ સૂર્ય અસ્ત પામી ગયા.
ત્રીજે દિવસે પ્રાતઃકાળે રામ અને રાવણનાં સૈન્ય ફરીવાર સર્વ બળથી રણભૂમિના આંગણામાં આવ્યાં; એટલે યમરાજના દાંતની જેમ સ્કુરાયમાન અસ્ત્રોથી મહા ભયંકર અને અકાળે પ્રલયકાળનાં સત્તા મેઘની જેવા મોટા સ`ગ્રામ પ્રવર્તા. મધ્યાન્હકાળના તાપથી તપેલા વરાહેાવડે તલાવડીની જેમ ક્રોધ પામેલા રાક્ષસોએ વાનરોની સેનાને ક્ષેાભ પમાડયો. પોતાની બધી સેના ભગ્નપ્રાય થયેલી જોઈને ખીજાં શરીરામાં યોગીએ પ્રવેશ કરે તેમ સુગ્રીવ વિગેરે પરાક્રમી વીશએ રાક્ષસોની સેનામાં પ્રવેશ કર્યા; એટલે ગરૂડોથી *મુશળ અને હળ એ ખળદેવનાં મુખ્ય શસ્ત્ર છે,