________________
૧૧૪
સગ ૭ માં
આજે લક્ષમણને માર્યા છે એમ જાણુને રાવણ ક્ષણવાર હર્ષ પામે. ક્ષણવા રે પાછો પોતાના ભાઈ, પુત્રે, મિત્રો અને બંધુઓને સંભારીને રૂદન કરવા લાગે – “હા વત્સ કુંભકર્ણ ! તું મારે બીજે આત્મા જ હતું, હા પુત્ર ઈજિત અને મેઘવાહન ! તમે મારા બીજા બે બાહુ જ હતા, હી વત્સ જબુમાલી વિગેરે વીર ! તમે મારા રૂપાંતર જેવા હતા, અરે ! તમે ગજેંદ્રોની જેમ પૂર્વે અપ્રાપ્ય એવા બંધનને કેમ પ્રાપ્ત થયા ?” એવી રીતે પિતાના બંધુઓનાં નવીન નવીન સ્નેહના કારણોનું વારંવાર સ્મરણ કરીને રાવણ વારંવાર મૂછ પામવા લાગે અને રૂદન કરવા લાગ્યા.
તે સમયે રામના સૈન્યમાં પહેલા કોટના દક્ષિણદ્વારના રક્ષક ભામંડલની પાસે આવીને કઈ વિદ્યાધર કહેવા લાગ્યો-જે તમે રામના પૂરા હિતકારી છે તે મને રામના દર્શન કરાવે, હું લક્ષ્મણના જીવવાને ઉપાય કહીશ; કેમકે હું તમારો હિતકારી છું.' તે સાંભળી તત્કાલ ભામંડલ તેને ભુજાએ પકડી રામની પાસે લઈ ગયે, એટલે તેણે પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી -“ હે સ્વામી ! સંગીતપુરના રાજા શશિમંડલને પ્રતિચંદ્ર નામે હું પુત્ર છું. મારે જન્મ સુપ્રભા રાણીની કુક્ષિથી થયેલો છે. એક વખતે હું સ્ત્રી સહિત ક્રીડા કરવાને માટે આકાશમાર્ગે જતું હતું, તેવામાં સહઅવિજય નામના વિદ્યાધરે મને જે. તેણે મૈથુન સંબંધી વૈરથી મારી સાથે ચિરકાળ યુદ્ધ કર્યું. પ્રાંતે ચંડરવા શક્તિ મારીને મને તેણે પૃથ્વી પર પાડી નાંખે. તે વખતે અયોધ્યાપુરીના માહે દ્રોદય નામના ઉદ્યાનમાં મને પૃથ્વી પર આલેટ તમારા કૃપાળુ બંધુ ભરતે જે, એટલે તત્કાળ તેમણે કોઈક સુગંધી જળથી મને સિંચન કર્યું, તેથી પરગૃહમાંથી ચાર નીકળે તેમ મારા શરીરમાંથી તે શક્તિ બહાર નીકળી ગઈ અને સદ્ય મારે ઘા પણ રૂઝાઈ ગયો. મેં આશ્ચર્ય પામીને એ સુગંધી જળનું માહાસ્ય તમારા અનુજ બંધુને પૂછયું, એટલે તે બેલ્યા“એક વખતે વિધ્ય નામને સાર્થવાહ ગજપુરથી અહીં આવ્યો, તેની સાથે એક પાડે હત, તે અતિભારથી માર્ગમાં તુટી પડે. નગરના લોકો તેના મસ્તક પર પગ મૂકીને ચાલવા લાગ્યા. ઉપદ્રવથી પીડાતો તે પાડો મૃત્યુ પામ્યો, અને અકામ નિર્જરાના યોગથી
વેતકર નગરને રાજા પવનપુત્રક નામે વાયુકુમાર દેવ થયો. અવધિજ્ઞાનથી પૂર્વે થયેલું પિતાનું કર્ણકારી મૃત્યુ જાણું તેને કોપ ચડયો; તેથી તેણે મારા નગરમાં અને દેશમાં વિવિધ જાતના વ્યાધિઓ ઉત્પન્ન કર્યા, પરંતુ એક કાણમેઘ નામને રાજા મારે મામે હતે તે મારી ભૂમિમાં રહેતો હતો, છતાં તેના દેશમાં કે ગૃહમાં વ્યાધિ ઉત્પન્ન થયો નહિ; તેથી મેં વ્યાધિ નહિ થવાનું તેમને કારણ પૂછયું, એટલે દ્રોણમેઘે કહ્યું કે મારી પ્રિયંકરા નામે રાણી પૂર્વે રોગથી અત્યંત પીડાતી હતી, અન્યદા તેને ગર્ભ રહ્યા. તેના પ્રભાવથી તે વ્યાધિમુક્ત થઈ ગઈ. અનુક્રમે વિશલ્યા નામે એક પુત્રીને તેણે જન્મ આપ્યો. અન્યદા તમારા દેશની જેમ મારા દેશમાં પણ વ્યાધિને ઉપદ્રવ ઉત્પન્ન થતાં તે વિશલ્યાના સ્નાનજળથી સિંચન કરતાં લોકે નરેગી થઈ ગયા. એકદા સત્યભૂતિ નામે ચારણમુનિને મેં તેનું કારણ પૂછયું, એટલે તેમણે વિશલ્યાના પૂર્વ જન્મના તપનું એ ફળ છે એમ કહ્યું. વળી વિશેષમાં કહ્યું કે-આ વિશલ્યાના સ્નાનજળથી ત્રણનું સંહણ, શલ્યને અપહાર અને વ્યાધિને ક્ષય થશે તેમજ રામના અનુજ બંધુ લક્ષ્મણ તેના પતિ થશે.” તે મુનિની વાણીથી, સમ્યકજ્ઞાનથી અને અનુભવથી પણ તે વિશલ્યાના સ્નાનજળના પ્રભાવ વિષે મને નિશ્ચય થયેલ છે. આ પ્રમાણે કહીને મારા મામા દ્રોણમેઘે મને વિશલ્યાના
૧ આ નગર ભુવનપતિ સંબંધી જણાય છે.