________________
પવ ૭ મું દૂરથી જોઈને રતનજી વિચારવા લાગ્યું કે, “શું રાવણે મારા અપરાધને સંભારી મારો વધ કરવા માટે આ મહાબાહુ વાનરપતિ સુગ્રીવને મોકલ્યા હશે ? એ પરાક્રમી રાવણે પૂર્વે મારી સર્વ વિદ્યા હરી લીધી છે, અને હવે આ વાનરપતિ મારા પ્રાણને હરી લેશે.” આ પ્રમાણેના વિચારમાં પડેલા રત્નજીની પાસે સુગ્રીવ ત્વરાથી આવ્યો અને બોલ્યા કેહે રત્નજી ! મને જોઈને તું ઊભે પણ કેમ થયે નહિ? શું તું આકાશગમન કરવામાં
થઈ ગયેલ છે ?” રત્નજી બોલ્યા-જાનકીનું હરણ કરતાં રાવણની સાથે હું યુદ્ધ કરવા ગયે, ત્યાં તેણે મારી સર્વ વિદ્યા કરી લીધી છે. પછી સુગ્રીવ તેને ઉપાડીને તત્કાળ રામના ચરણ પાસે લાવ્યો. રામે તેને સર્વ વાત પૂછી, એટલે તે સીતાનો વૃત્તાંત કહેવા લાગે-“હે દેવ ! ક્રૂર અને દુરાત્મા એવા રાવણે સીતાને હરી લીધી છે, અને કેપ કરીને મારી વિદ્યાઓ પણ હરી છે. “હે રામ ! હા વત્સ લક્ષમણ ! હા બ્રાત ભામંડલ' ! એમ પોકાર કરીને રૂદન કરતા સીતાને સાંભળીને મને રાવણ ઉપર કપ ચડ્યો હતો. આ પ્રમાણે સીતાનું વૃત્તાંત સાંભળીને રામ ખુશી થયા, અને તેમણે સુરસંગીતપુરના પતિ રતનજટીને આલિંગન આપ્યું. પછી રામ વારંવાર સીતાના વૃત્તાંત વિષે તેને પૂછતા હતા અને તેમના મનની પ્રીતિને માટે તે વારંવાર કહેતો હતો. પછી રામે સુગ્રીવ વિગેરે મહાસભાને પૂછ્યું કે “અહીંથી તે રાક્ષસની લંકાપુરી કેટલી દૂર છે ? તેઓ બોલ્યા કે- તે પુરી દૂર હોય કે નજીક હોય તેથી શું વળ્યું? કેમકે જગતનો વિજય કરનાર તે રાવણની આગળ અમે સર્વે તૃણ સમાન છીએ.” રામ બોલ્યા- તે જીતાશે કે નહિ છતાય એ ચિંતા તમારે કરવી નહિ, માત્ર દર્શનના જામીનની પેઠે અમને તે બતાવે. પછી લક્ષ્મણે છોડેલાં બાણ જેના ગળાના રૂધિરનું પાન કરશે તેવા તે રાવણને જોવાથી તમે તેનું સામર્થ્ય થોડા સમયમાં જાણી લેશે.” લક્ષમણ બેલ્યા-તે રાવણ કણ માત્ર છે કે જેણે શ્વાનની જેમ અસાર છળ કરીને આવું કામ કર્યું ! સંગ્રામરૂપ નાટકમાં સભ્ય થઈ રહેલા એવા તમે જોતાં એ છળી રાવણનું શિર હું ક્ષત્રિય આચારથી છેદી નાંખીશ.” તે સમયે જાંબવાને કહ્યું કે તમારામાં તે સર્વ વાત ઘટે છે; પણ જે કેટિશિલાને ઉપાડશે તે રાવણને મારશે, એવું અનલવીર્ય નામના જ્ઞાની સાધુએ કહેલું છે, તો અમારી પ્રતીતિને માટે તમે તે શિલા ઉપાડે. લમણે કહ્યું બહુ સારું.' એટલે તેઓ તત્કાળ જ્યાં કેટિશિલા હતી ત્યાં લક્ષ્મણને આકાશમાર્ગે લઈ ગયા. લક્ષ્મણે લતાની જેમ તે શિલાને ભુજથી ઉપાડી. તત્કાળ દેવતાઓએ સાધુ, સાધુ” શબ્દ બોલીને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. તે જોઈને સર્વને પૂર્ણ પ્રતીતિ આવી. પછી તેઓ પૂર્વની જેમ લક્ષમણને આકાશમાર્ગે કિકિધામાં રામની પાસે લાવ્યા. ત્યાં વૃદ્ધ કપિએ બોલ્યા કે-“ જરૂર તમારાથી રાવણનો ક્ષય થશે; પણ નીતિવાન પુરૂની એવી રાતિ છે કે પ્રથમ દૂત મેકલ જોઈએ. જે સંદેશ લઈ જનાર દ્વતથી પ્રજન સિદ્ધ થાય તો પછી રાજાઓને પોતાને ઉદ્યોગ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ કોઈ પરાક્રમી અને સમર્થ હતને ત્યાં મોકલ, કારણ કે લંકાપુરીમાં પ્રવેશ કરે અને નીકળવું તે પણ ઘણું મુશ્કેલ છે, એમ સંભળાય છે. તે દૂત લંકામાં જઈ સીતાને પાછી અર્પણ કરવા માટે વિભીષણને કહેવું; કારણ કે રાક્ષસકુળમાં તે ઘણે નીતિમાન પુરૂષ છે. વિભીષણ સીતાને છોડી દેવા રાવણને કહેશે, અને રાવણ જે તેની અવજ્ઞા કરશે તે તે તત્કાળ તમારી પાસે આવશે.” આવી વૃદ્ધ કપિઓની સલાહને રામ સંમત થયા, એટલે સુગ્રીવે શ્રીભુતિની સામે જોઈને હનુમાનને બોલાવ્યા. તેજથી સૂર્ય જેવા હનુમાને તત્કાળ ત્યાં આવી સુગ્રીવ વિગેરેથી વીંટાઈ સભામાં બેઠેલા રામને પ્રણામ કર્યા. સુગ્રીવે રામને કહ્યું કેઆ પવનંજયના વિનયી પુત્ર હનુમાન વિપત્તિને વખતે અમારા બંધુ છે, સર્વ વિદ્યા