________________
સર્ગ ૬ ઠ્ઠા ઘરમાં તેના જેવો બીજો કઈ નથી. તેથી હે સ્વામી! સીતાની શેને માટે તેને જ આજ્ઞા આપે.” તે વખતે હનુમાન બોલ્યા કે-“મારા જેવા અનેક કપિઓ છે, પણ આ સુગ્રીવ રાજા મારી પર સ્નેહને લીધે આમ કહે છે. ગવ, ગવાક્ષ, ગવચ, શરભ, ગંધમાદન નીલ, દ્વિવિદ, મૈદ, જાંબવાન, અંગદ, નલ અને બીજા ઘણુ પરાક્રમી કપિઓ અહી હાજર છે, તે સઘળામાં હું પણ તમારું કાર્ય સાધવાને માટે તેઓની સંખ્યાને પૂરનાર છું, કહે તો રાક્ષસદ્વીપ સહિત લંકાને ઉપાડીને અહીં લાવું અને કહો તો બાંધવ સહિત રાવણને બાંધીને અહીં લઈ આવું ?” રામ બોલ્યા-“વીર હનુમાન ! તારામાં એ સર્વ સંભવે છે; પરંતુ હમણાં તો લંકાપુરીએ જા અને ત્યાં સીતાની શોધ કર. આ મારી મુદ્રિકા એંધા
ને માટે લઈ જા, તે સીતાને આપજે, અને તેના ચૂડામણિ એંધાણને માટે અહીં લાવજે. તેને મારો સંદેશે આ પ્રમાણે કહેજે કે-હે દેવી ! રામભદ્ર તમારા વિયોગથી અત્યંત પીડિત થઈ તમારૂં જ ધ્યાન કરે છે. હે જીવિતેશ્વરી ! મારા વિયેગથી જીવિતનો ત્યાગ કરશે નહિ; કેમકે થોડા સમયમાં તમે રાવણને લક્ષમણુથી હણાએ જશે” હનુમાને કહ્યું- હે પ્રભુ ! જ્યાં સુધી તમારી આજ્ઞા પ્રમાણે કરીને હું લંકામાંથી પાછા આવું ત્યાં સુધી તમે અહીં જ રહેશે.”
આ પ્રમાણે કહી પરિવાર સહિત રામને નમીને હનુમાન એક વેગવાળા વિમાનમાં બેસી લંકા તરફ ચાલ્યું. આકાશમાર્ગે ચાલતાં હનુમાન મહેદ્રગિરિના શિખર ઉપર આવ્યા.
ત્યાં પોતાના માતામહ મહેંદ્ર રાજાનું મહેંદ્રપુર પત્તન તેના જેવામાં આવ્યું. હનુમાને વિચાર્યું કે “આ મારા માતામહનું નગર છે કે જેણે મારી નિરપરાધી માતાને કાઢી મૂકી હતી. આ પ્રમાણે પૂર્વ વાર્તા સંભારી ક્રોધાયમાન થઈને તત્કાળ હનુમાને રણવાદ્ય વગાડ્યાં, જેથી બ્રહ્માંડને ફેડી નાંખે તે પ્રતિધ્વનિ દિશાઓમાં વ્યાપી ગયો. શત્રુનું આવું બળ જોઈને ઈદ્રના જેવા પરાક્રમવાળે મહેંદ્ર રાજા પણ સૈન્ય સહિત યુદ્ધ કરવા માટે પોતાના નગરની બહાર નીકળ્યો. મહેંદ્ર અને હનુમાનની વચ્ચે રૂધિરની વૃષ્ટિથી ભયંકર ઉત્પાત સમયનો મેઘ હોય તેવું આકાશમાં ઘોર યુદ્ધ પ્રવત્યું. રણભૂમિમાં વેગથી ફરતા એવા હનુમાને વૃક્ષોને પવન ભાંગી નાંખે તેમ શત્રુના સૌન્યને ભાંગી નાખ્યું. મહેદ્રનો પુત્ર પ્રસન્નકાતિ પિતાના ભાણેજને સંબંધ જાણ્યા વગર નિઃશંકપણે શસ્ત્રપ્રહાર કરતો હનુમાનની સાથે યુદ્ધ કરવા લાગ્યા. બંને સરખા બળવાન અને બંને સરખાં અમષ વાળા હોવાથી તેઓ દઢ યુદ્ધથી પરસ્પરને શ્રમ ઉત્પન્ન કરવા લાગ્યા. આ પ્રમાણે યુદ્ધ કરતાં હનુમાનને વિચાર થયો કે “મને ધિકકાર છે કે મેં સ્વામીના કાર્યમાં વિલંબ કરનારું આ યુદ્ધ આરંવ્યું છે! જે ક્ષણવારમાં જીતી શકાય તે બીજા, પણ આ મારું મોસાળ છે; તથાપિ જેનો આરંભ કર્યો તેનો નિર્વાહ કરવાને માટે હવે તો અવશ્ય જીતવું જ જોઈએ.’ આ વિચાર કરીને હનુમાને કાધથી શસ્ત્રપ્રહાર વડે પ્રસન્નકર્તિને મુંઝાવી દો અને તેનાં અસ્ત્ર, રથ તથા સારથિને ભગ્ન કરી દઈને તેને પકડી લીધા. છેવટે અત્યંત યુદ્ધ કરીને મહેદ્ર રાજાને પણ પકડી લીધા. પછી હનુમાને મહેંદ્ર રાજાને નમીને કહ્યું-“અંજનાનો પુત્ર અને તમારે ભાણેજ છું. રામની આજ્ઞાથી સીતાની શોધ કરવા માટે લંકા તરફ જતાં માર્ગમાં અહી' આવતાં મારી માતાને તમે કાઢી મૂકેલ તે મને સાંભરી આવ્યું; તેથી કેધ ઉત્પન્ન થવાને લીધે મેં તમારી સાથે યુદ્ધ કર્યું છે, તે ક્ષમા કરશો. હવે હું સ્વામીના કાર્યને માટે જાઉ છું, તમે મારા સ્વામી રામની પાસે જાઓ.” મહેંદ્ર પોતાના વીરશ્રેષ્ઠ ભાણેજને આલિંગન કરીને કહ્યું કે-“પ્રથમ લોકોના મુખથી તારા પરાક્રમની વાતો સાંભળી હતી,