________________
૯૨
સર્ગ દો
આવી છું, માટે કહે હવે ક્યાં જઈને રહું ?” આ પ્રમાણે રૂદન કરતી પિતાની બેનને રાવણે સમજાવીને કહ્યું કે તારા પતિપુત્રને હણનારને હું થોડા કાળમાં મારી નાંખીશ.”
એક વખતે રાવણ આ શેકથી અને સીતાના વિરહની પીડાથી ફાળ ચુકેલા વ્યાધ્રની જેમ નિરાશ થઈને પિતાની શયા ઉપર આલોટતો હતો, તે સમયે મદદરીએ આવીને કહ્યું કે-“હે સ્વામી ! પ્રાકૃત (સાધારણ) મનુષ્યની જેમ આમ નિષ્ટ થઈને કેમ રહ્યા છો ?” રાવણે કહ્યું કે “સીતાના વિરહતાપથી હું કાંઈપણ ચેષ્ટા કરવાને કહેવાને, કે જેવાને સમર્થ નથી; તેથી હે માનિની ! તારે જે મને જીવતે રાખવો હોય તો તું માન છોડી સીતાની પાસે જા, અને તેને વિનયથી સમજાવ કે જેથી તે મારી સાથે ક્રીડા કરવાની ઇચ્છા કરે. મેં ગુરૂની સાક્ષીએ એ નિયમ લીધે છે કે નહિ ઈચ્છતી એવી પરસ્ત્રીને હું કદિ પણ ભોગવીશ નહિ. આ નિયમ અત્યારે મારે અર્ગલારૂપ થઈ પડ્યો છે.” આવા રાવણનાં વચન સાંભળી પતિની પીડાથી પીડિત થયેલી કુલીન મંદોદરી તત્કાળ દેવ-મરણ ઉદ્યાનમાં આવી, અને તેણે સીતાને કહ્યું કે “હું મંદોદરી નામે રાવણની પટ્ટરાણી છું, પરંતુ હું તમારી દાસી થઈને રહીશ, માટે તમે રાવણને ભજે. હે સીતા ! તમને ધન્ય છે કે જેના ચરણકમળ હમેશાં સેવવાને સર્વ વિશ્વને સેવા ગ્ય ચરણકમળવાળા મારા બળવાન પતિ પણ ઈચ્છે છે, જે રાવણ જેવો પતિ મળે તે પછી તેની પાસે એક રાંક માત્ર અને પેદલ જેવા તેમ જ ભૂચર અને તપસ્વી રામભદ્ર પતિ કેણ માત્ર છે?' આવાં મંદદરીનાં વચન સાંભળીને સીતા ક્રોધથી બેલ્યા કે “સિંહ ક્યાં અને શિયાળ ક્યાં! ગરૂડ ક્યાં અને કાક પક્ષી
ક્યાં! તેમ જ તારો પતિ રાવણ ક્યાં અને મારા પતિ રામ ક્યાં ! અહો ! તારી અને તે પાપી રાવણની વચ્ચે દંપતીપણું ઘટતું જ થયું જણાય છે, કેમકે તે પુરૂષ (રાવણ) બીજી સ્ત્રીની સાથે રમવા ઈચ્છે છે અને તું તેની સ્ત્રી તેની કુટ્ટની (દૂતી) થાય છે. અરે પાપી સ્ત્રી ! તું' મુખ જેવાને પણ ચગ્ય નથી, તી ભાષણ કરવાને ચાગ્ય શી રીતે હોય ? માટે આ સ્થાનમાંથી ચાલી જા, મારે દષ્ટિમાર્ગ છોડી દે.” એ સમયે રાવણ પણ ત્યાં આવ્યું અને બોલ્યો કે-“હે સીતા ! તું એને ઉપર શા માટે કેપ કરે છે ? આ મંદોદરી તે તારી દાસી છે અને હે દેવી ! હું પિતે તારો દાસ છું; માટે મારી પર પ્રસન્ન થા. હે જાનકી ! તું આ માણસને (રાવણને) દષ્ટિથી પણ કેમ પ્રસન્ન કરતી નથી?” મહાસતી સીતાએ વિમુખ થઈને કહ્યું કે-“અરે દુષ્ટ ! મને રામની સ્ત્રીને હરણ કરવાથી તારી ઉપર યમરાજે દષ્ટિ કરી છે. તે હતાશ અને અપ્રાર્થિત વસ્તુની પ્રાર્થના કરનાર! તારી આશાને ધિક્કાર છે ! શત્રુઓના કાળરૂપ અનુજબંધુ સહિત રામ આગળ તું કેટલું જીવવાનો છે ?”
ઓવી રીતે સીતાએ તેના ઉપર આકાશ કર્યા છતાં પણ રાવણ વારંવાર તેને પૂર્વવત કહેવા લાગ્યો. અહા ! બલવતી કામાવસ્થાને ધિકકાર છે ! એ સમયે જાણે વિપત્તિમાં મગ્ન થયેલ સીતાને જોઈ શક્યા ન હોય તેમ સૂર્ય પશ્ચિમસમુદ્રમાં મગ્ન થતો (અસ્તપામ્યો છે, અને ઘેર રાત્રિ પ્રવતી, એટલે તે વખતે ઘર બુદ્ધિવાળો રાવણ ક્રોધથી અને કામથી અંધ બનીને સીતાને ઉપસર્ગ કરવા લાગે.
ઘુવડ પક્ષીઓ ધુત્કાર કરવા લાગ્યા, ફેઓ ફંફાડા મારવા લાગ્યા, નહાર વિચિત્ર રીતે બોલવા લાગ્યા, બીલાડાઓ પરસ્પર વઢવા લાગ્યા, વ્યાધ પુંછડા પછાડવા લાગ્યા, સર્પો કુંફાડા મારવા લાગ્યા, પિશાચ, પ્રેત, વેતાળ અને ભૂત ઉઘાડી કાતી લઈને ફરવા લાગ્યા, જાણે યમરાજના સભાસદ હોય તેવા રાવણે વિદુર્વેલા તે સર્વ ભયંકર પ્રાણીઓ ઉછળતાં અને માઠી ચેષ્ટા કરતાં સીતાની પાસે આવ્યાં. મનમાં પંચપરમેષ્ઠી નમસ્કારનું