________________
૮૪
સગ ૫ મા
કન્યાનું રૂપ વિષુવી એ કામપીડિત ચંદ્રખા ધ્રુજતી ધ્રુજતી રામની પાસે આવી. તેને જોઇને રામભદ્ર ખેલ્યા-ભદ્રે ! યમરાજના સ્થાન જેવા આ દારૂણ દંડકારણ્યમાં તુ' એકાકી કયાંથી આવી ચડી?’ તે બેલી-‘હું અવંતિના રાજાની કન્યા છું. રાત્રે મહેલ ઉપર સૂતી હતી, ત્યાંથી રાત્રિમાં કાઈ ખેચરે મારૂ હરણ કર્યું, અને આ અરણ્યમાં લઈ આવ્યા; તેવામાં કોઇ બીજા વિદ્યાધરકુમારે તેને અહીં દીઠા, એટલે હાથમાં ખડ્ગ લઇને તે ખેલ્યા કે– ‘અરે પાપી ! હારલતાને ચિલ્લ પક્ષી લઈ જાય તેમ આ સ્રીરત્નને હરીને તું કાં જઇશ ? હું તારા કાળ થઇને અહી આવ્યો છું.’ આવાં તેનાં વચન સાંભળીને મને હરી લાવનાર ખેંચરે મને અહીં પડી મૂકી. અને તે બંનેએ ચિરકાળ ખડ્ગા-ખડ્ગી યુદ્ધ કર્યું. પ્રાંતે ઉન્મત્ત હાથીઓની જેમ તે બંને મૃત્યુ પામી ગયા. પછી ‘હવે મારે કયાં જવું” એમ વિચારતી હું અહીં તહી' ભમ્યા કરૂં છું. તેવામાં જ ગલમાં છાયાદાર વૃક્ષ મળી જાય તેમ તમે મને પુણ્યયેાગે પ્રાપ્ત થયા છે. હે સ્વામી! હું એક કુલીન કુમારિકા છું, માટે તમે મારી સાથે વિવાહ કરો. મહપુરૂષોની પાસે કરેલી યાચકાની પ્રાર્થના વૃથા થતી નથી.” તેને જોતાં જ મહા બુદ્ધિમાન રામલક્ષ્મણ પરસ્પર પ્રફુલ્લ નેત્રે વિચારવા લાગ્યા કે –આ કાઈ માયાવી સ્ત્રી છે, અને નટની જેમ વેષ ધારણ કરી આ બધું કૂટનાટક બતાવીને આપણને છેતરવા આવી છે.' પછી હાસ્ય જ્યાત્સનાના પૂરથી હાઠને વિકસિત કરતા રામ ખેલ્યા કે–હું તેા સ્ત્રી સહિત છું, માટે સ્ત્રી રહિત એવા લક્ષ્મણને તું ભજ’ રામનાં આવાં વચનેથી ચંદ્રણખાએ લક્ષ્મણ પાસે જઈને તેની પ્રાર્થના કરી. એટલે તે ખેલ્યા કે ‘તું પ્રથમ મારા પૂજ્ય બંધુ પાસે ગઇ, એટલે તું પણ મારે પૂજય થઇ, તેથી હવે તે વિષે મારી પાસે વાર્તા પણ કરવી નહિ.’
આ પ્રમાણે પોતાની યાચનાના ખંડનથી અને પુત્રના વધથી તેને અત્યંત ક્રોધ ઉત્પન્ન થયા. તેથી તત્કાળ પાતાળલકામાં જઇને પુત્રના ક્ષય વિષેના બધા વૃત્તાંત પોતાના સ્વામી ખર વિદ્યાધર વિગેરેને કહ્યો; એટલે તત્કાળ પર્યંતને ઉપદ્રવ કરવા હસ્તીઓ જાય તેમ રામને ઉપદ્રવ કરવાને માટે ચૌદ હજાર વિદ્યાધરાનાં લશ્કરને લઇને તેઓ ત્યાં આવ્યા. ‘હુ‘ છતાં શુ પૂજ્ય રામચંદ્ર પોતે યુદ્ધ કરે ? ' એવા વિચારથી લક્ષ્મણે તેની સાથે યુદ્ધ કરવાને માટે રામચંદ્ર પાસે માગણી કરી. રામે કહ્યું-હે વત્સ ! ભલે વિજય મેળવવાને માટે તું જા; પરંતુ જો તને સંકટ પડે તો મને ખેલાવવાને માટે સિંહનાદ કરજે.’ લક્ષ્મણે તે વાત કબુલ કરી; અને તત્કાળ તેમની આજ્ઞા મેળવી ધનુષ્યમાત્ર લઈ ને ગયા; પછી સર્પાને ગરૂડની જેમ તેઓને મારવાને પ્રવર્ત્યા. જયારે તેમનું યુદ્ધ વધવા માંડ્યું, ત્યારે પેાતાના સ્વામીને પક્ષ વધારવાને માટે ચંદ્રણખા પાતાના ભાઈ રાવણની પાસે ત્વરાથી આવી. તેણે આવીને રાવણને કહ્યું કે-“હે ભાઇ ! કોઈ રામલક્ષ્મણ નામે બે અજાણ્યા મનુષ્ય દંડકારણ્યમાં આવેલા છે, તેઓએ તારા ભાણેજને યમદ્વારમાં પહેાંચાડયા છે. એ ખબર સાંભળીને તારા બનેવી ખર વિદ્યાધર પાતાના અનુજખ અને સૈન્યને લઇ ત્યાં ગયેલા છે, અને હાલ તે લક્ષ્મણની સાથે યુદ્ધ કરે છે. પોતાના અને અનુજબંધુના બળથી ગ પામેલા રામ સીતાની સાથે વિલાસ કરતા અલગજ બેસી રહેલા છે, અને સીતા રૂપલાવણ્યની શાભાથી સ્ત્રીઓની સીમારૂપ છે, તેના જેવી કોઇ દેવી, નાગકન્યા કે માનુષી સ્ત્રી નથી; તે કાઈ જુદીજ છે. સ` સુરાસુરની સ્ત્રીઓને દાસી કરે તેવું તેનું રૂપ ત્રણ લેાકમાં અનુપમ અને વાણીથી ન કહી શકાય તેવું છે. હું બધુ ! આ સમુદ્રથી માંડીને બીજા સમુદ્ર પંત પૃથ્વી ઉપર જે જે રત્ના છે તે સર્વ રત્ના તારે માટેજ યાગ્ય છે. માટે રૂપસંપત્તિવડે દૃષ્ટિને અનિમેષ થવાના કારણરૂપ એ સ્ત્રીરત્નને તું ગ્રહણ કર; તેમ છતાં જો તું