________________
પર્વ ૭ મું મુનિએ રામચંદ્રને કહ્યું કે-“આ પક્ષી તમારે સહધમી છે, અને સાધમ બંધુઓ ઉપર વાત્સલ્ય કરવું તે કલ્યાણકારી છે, એમ જિનેશ્વર ભગવંતે કહેલું છે. આવાં મુનિવચન સાંભળીને હા, એ મારે પરમબંધુ છે એમ કહી રામે મુનિને વંદના કરી, એટલે તે બંને મુનિ આકાશમાર્ગે ઊડીને બીજે ઠેકાણે ગયા. રામ, લક્ષમણ અને જાનકી તે જટાયુ પક્ષીને સાથે રાખી દિવ્ય રથમાં બેસીને ક્રીડા માટે અન્ય સ્થાનકે વિચારવા લાગ્યા.
એ અરસામાં પાતાળલંકામાં ખર અને ચંદ્રણખાના સંબૂક અને સુંદ નામે બે પુત્રો યૌવનવયને પ્રાપ્ત થયા. એક વખતે માતાપિતાએ વાર્યા છતાં પણ શંબૂક સૂર્યહાસ ખડ્રેગને સાધવા માટે દંડકારણ્યમાં આવ્યો. ત્યાં કૌચરવા નદીને તીરે એક વંશગડ્ડવરમાં તે રહ્યા. તે વખતે તે બે કે- અહીં રહેતાં જે મને વારશે તેને હું મારી નાંખીશ.” પછી એકવાર એકાંતે જમનાર, વિશુદ્ધાત્મા, બ્રહ્મચારી અને તે દ્રિય એ તે એક વડની શાખા સાથે પોતાના બંને પગ બાંધી અધોમુખી થઈને સૂર્યહાસ ખફગને સાધનારી વિદ્યાને જાપ કરવા લાગે. એ વિદ્યા બાર વર્ષ અને સાત દિવસ સાધવાથી સિદ્ધ થાય છે. એવી રીતે વાળની જેમ ઉધે મસ્તક રહેતાં તેને બાર વર્ષને ચાર દિવસ વીતી ગયાં, એટલે તેને સાધ્ય થવાની ઈચ્છા એ મ્યાનમાં રહેલું સૂર્યહાસ ખડૂગ આકાશમાં તેજ અને સુગંધ ફેલાવતું સતું તે વંશગહુવરની પાસે આવ્યું. તે સમયે કીડાથી આમ તેમ ફરતાં લક્ષ્મણ ત્યાં આવી ચડ્યા, એટલે સૂર્યનાં કિરણોના સમૂહ જેવું સૂર્યહાસ ખફૂગ તેમના જેવામાં આવ્યું. લક્ષ્મણે તે ખડ્ઝ હાથમાં લીધું અને તરત જ તેને મ્યાનમાંથી બહાર ખેંચ્યું કારણ કે “અપૂર્વ શસ્ત્ર જોવાથી ક્ષત્રિયોને કુતૂહલ થાય છે.” પછી “તે કેવું તીણ છે એવી પરીક્ષા કરવાને માટે લમણે તેના વડે સમીપ રહેલા વંશજાળને કમળના નાલવાની જેમ છેદી નાંખ્યું. તેથી વંશજાળમાં રહેલા શંબૂકનું મસ્તકકમલ કપાઈ ગયું અને તે લક્ષમણની આગળ આવીને પડયું. પછી લમણે તે વંશજાળમાં પ્રવેશ કરીને જોયું, એટલે વડની શાખા સાથે લટકતું ઘડ, પણ તેના જવામાં આવ્યું. તે વખતે “અરે! આ કઈ યુદ્ધ નહિ કરનારા અને શસ્ત્ર વિનાના નિરપરાધી પુરૂષને મેં મારી નાંખે. આવા કૃત્યથી મને ધિક્કાર છે !” આ પ્રમાણે લક્ષમણ પોતાની નિંદા કરવા લાગ્યા. પછી એ સર્વ વૃત્તાંત તેણે રામ પાસે આવીને કહ્યા, અને તે ખગ બતાવ્યું. રામ ખડૂગ જોઈને બોલ્યા કે – “હે વીર! આ સૂર્યહાસ ખગે છે અને આના સાધનારને જ તમે મારી નાંખ્યા છે. એનો કોઈ ઉત્તરસાધક પણ આટલામાંજ હોવાનો સંભવ છે.”
એ સમયે પાતાળલંકામાં રાવણની બેન ચંદ્રણખાને વિચાર થયે કે “આજે અવધિ પૂરી થઈ છે, તેથી મારા પુત્રને સૂર્યહાસ ખડ્ઝ આજે જરૂર સિદ્ધ થશે. માટે ઉતાવળથી તેને માટે પૂજાની સામગ્રી અને અન્નપાન લઈને હું ત્યાં જાઉં.” એમ વિચારીને સત્વર હર્ષથી તે વંશ હૂવર પાસે આવી. ત્યાં પોતાના પુત્રનું છુટા કેશવાળું અને કુંડળે જેમાં લટકી રહેલાં છે એવું મસ્તક જોવામાં આવ્યું, એટલે ‘હા વત્સ શંબૂક! હા વત્સ શબૂક! તું ક્યાં ગયે ?” એમ પોકાર કરી કરીને તે રેવા લાગી, એટલામાં જમીન પર પડેલી લક્ષમણના મનહર પગલાંની પંક્તિ તેના જેવામાં આવી; તેથી જેણે મારા પુત્રને મારી નાંખ્યો છે તેના પગલાંની આ પંક્તિ છે એવો નિશ્ચય કરીને ચંદ્રણખા તે પગલે પગલે વેગથી ચાહી. થોડે દુર ચાલતાં એક વૃક્ષની નીચે સીતા લક્ષ્મણ સાથે બેઠેલા નેત્રાભિરામ એવા રામચંદ્રને તેણે દીઠા. સુંદર રામને જોઈને ચંદ્રણખા તત્કાળ રતિવશ થઈ ગઈ અહો! મહા શોકમાં પણ કામિનીઓને કે કામને આવેશ થાય છે ! પછી નાગકન્યા જેવું સુંદર