________________
સગ ૫ મ.
કે
ટીનું કાંઈક હાસ્ય કરી રાવણે પિતાની વિદ્યાના સામર્થ્યથી તેની બધી વિદ્યાઓ હરી લીધી; તેથી તત્કાળ જેની પાંખે છેદી નાંખી હોય તેવા પક્ષીની જેમ રત્નજી વિદ્યા હરણ થતાં કંબુદ્વીપમાં પડ્યો, અને ત્યાં આવેલા કંબુગિરિપર રહેવા લાગે.
અહીં રાવણે વિમાનમાં બેસીને આકાશમાર્ગે સમુદ્ર ઉપર ચાલતાં કામાતુરપણે ઘણા અનુનયથી સીતાને આ પ્રમાણે કહ્યું-“હે જાનકી ! સર્વ ખેચર અને ભૂચર લોકોને હું સ્વામી છું, તેની પટ્ટરાણીના પદને તમે પ્રાપ્ત થયાં છે, તે છતાં કેમ રૂએ છે? હર્ષને સ્થાને તમે શોક શા માટે કરો છો ? પૂર્વે મંદ ભાગ્યવાળા રામની સાથે તમને જોડી દીધા, એ વિધિએ યેગ્ય કર્યું નહોતું; તેથી મેં હવે યંગ્ય કર્યું છે. હે દેવી! સેવામાં દાસ જેવા મને તમે પતિ તરીકે માનો. હું જ્યારે તમારે દાસ થઈશ ત્યારે સર્વ ખેચર અને ખેચરીઓ પણ તમારાં દાસદાસી થઈને રહેશે.” આ પ્રમાણે રાવણ કહેતો હતો, તે વખતે ભક્તિથી મંત્રની જેમ “રામ” એ બે અક્ષરનો જાપ કરતાં સીતા નીચું જોઈને જ બેસી રહ્યાં, એટલે તે કામાતુર રાવણે જાનકીના ચરણમાં પોતાનું મસ્તક મૂકયું અને પગે લાગ્યું. તે વખતે પરપુરૂષના સ્પર્શથી કાયર એવાં સીતાએ પોતાના ચરણ તેનાથી દૂર લઈ લીધા. પછી સીતાએ આક્રોશથી તેને કહ્યું કે-“અરે નિર્દય અને નિર્લજ્જ! થોડા સમયમાં પરસ્ત્રીની કામનાના ફળરૂપ મૃત્યુ તને પ્રાપ્ત થશે.” તે સમયે સારણ વિગેરે મંત્રીઓ અને બીજા રાક્ષસસામંતો રાવણની સન્મુખ આવ્યા. પછી મોટા ઉત્સાહવાળો અને મહા સાહસ કામ કરનારે પરાક્રમી રાવણ મોટા ઉત્સવવાળી લંકાપુરીમાં આવ્યો. તે સમયે સીતાએ એ અભિગ્રહ લીધો કે જ્યાં સુધી રામ અને લક્ષ્મણના કુશળ સમાચાર આવશે નહિ ત્યાં સુધી હું ભજન કરીશ નહિ.” પછી લંકાનગરીની પૂર્વ દિશામાં રહેલા દેવતાને ક્રીડા કરવાના નંદનવન જેવા અને ખેચરની સ્ત્રીઓને વિલાસના ધામરૂપ-દેવરમણ નામના ઉદ્યાનમાં રક્ત અશોકવૃક્ષની નીચે ત્રિજટા અને બીજા રક્ષકોથી વીંટાએલા જાનકીને મૂકીને તેજના નિધિ રાવણ હર્ષ પામતો પોતાના ધામમાં ગયે.
SAMSU A83 888888888888888888888 इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते
महाकाव्ये सप्तमे पर्वणि सीताहरणो
નામ ઉમે છે " | દ8888888888888888888888888888888888