________________
૫ ૭ મુ
કાકે વાલિખિલ્ય રાજાને તેના ખર નગરમાં પહાંચાડવા. ત્યાં તેણે પોતાની પુત્રી કલ્યાણુમાળાને પુરૂષના વેષે જોઇ. પછી કલ્યાણમાળાએ અને વાલિખિલ્યે પરસ્પર રામલક્ષ્મણુના બધા વૃત્તાંત એક બીજાને કહ્યા.
૭
કાક પેાતાની પલ્લીમાં પાછે આબ્યા, અને રામ ત્યાંથી આગળ ચાલ્યા. અનુક્રમે વિધ્યાટવીનું અતિક્રમણ કરીને તાપી નદી પાસે આવ્યા. પછી તાપીને ઉતરી આગળ ચાલતાં તે દેશના પ્રાંત ભાગ ઉપર આવેલા અરૂણ નામના એક ગ્રામમાં આવ્યાં. ત્યાં સીતા તરસ્યા થયાં એટલે રામ લક્ષ્મણને સાથે લઇને એક કપિલ નામના ક્રાધી અગ્નિહોત્રી બ્રાહ્મણને ઘેર ગયા. તેની સુશર્મા નામની સ્ત્રીએ તેમને જુદા જુદા આસનો આપ્યાં અને શીતળ તેમ જ સ્વાદિષ્ટ જળનું પાન કરાવ્યું. તે સમયે પિશાચના જેવા દારૂણ કપિલ બહારથી ઘરે આવ્યા; એટલે તેમને બેઠેલાં જોઇ રાષ કરીને પેાતાની સ્ત્રીને કહેવા લાગ્યા – રે પાપિણી ! તેં આ મલીન લેાકેાને મારા ઘરમાં પ્રવેશ કરવા કેમ દીધા ? તેં મારો અગ્નિહાવ અપવિત્ર કર્યા.’ આ પ્રમાણે કહીને આક્રોશ કરતા એ ક્રૂર વિપ્રને ક્રોધવડે હાથીની જેમ પકડીને લક્ષ્મણ આકાશમાં ભમાડવા લાગ્યા. રામે કહ્યું- હું માનદ ! એક કીડા જેવા અને રાડો પાડતા આ અધમ બ્રાહ્મણ ઉપર કાપ શેશ કરવા ? માટે તેને છેડી દે; આવી આજ્ઞા થતાં જ લક્ષ્મણે તે બ્રાહ્મણને ધીમે રહીને છેડી દીધા. પછી સીતા અને લક્ષ્મણુ સહિત રામ તેના ઘરમાંથી નીકળીને આગળ ચાલ્યા.
દ્ર
અનુક્રમે તેએ એક બીજા માટા અરણ્યમાં આવ્યા, ત્યાં કાજળના જેવા શ્યામ મેઘનો સમય ( વર્ષાઋતુ ) આવ્યેા. વરસાદ વર્ષવાથી રામ એક વડના વૃક્ષ નીચે રહ્યા અને ખેલ્યા કે આ વડની નીચેજ આપણે વર્ષાકાળ નિગમન કરશુ..' તે વચન સાંભળી તે વડ ઉપર રહેનારા તે વડનો અધિષ્ઠાયક ભકર્ણ નામે યક્ષ ભય પામી ગયા, એટલે તે પેાતાના પ્રભુ ગાકણ યક્ષની પાસે ગયા. તેણે પ્રણામ કરીને ગેકને કહ્યું- હે સ્વામી ! કાઈ દુઃસહ તેજવાળા પુરૂષોએ આવીને મને મારા નિવાસરૂપ વડના વૃક્ષમાંથી કાઢી મૂકયા છે. માટે હે પ્રભુ ! શરણરહિત એવા મારૂ રક્ષણ કરા; કેમકે તેઓ મારા નિવાસવાળા વડ વૃક્ષની નીચે આખી વર્ષાઋતુ સુધી રહેવાના છે.’વિચક્ષણ ગાણે અવધિજ્ઞાનથી જાણીને કહ્યું કે- જે પુરૂષો તારે ઘેર આવેલા છે તે આઠમા બળભદ્ર અને વાસુદેવ છે, માટે તેઓ તેા પૂજવાને ચાગ્ય છે.’ આ પ્રમાણે કહીને તે ગાકણુ ચક્ષ રાત્રિએ તેની સાથે ત્યાં ગયા અને રાત્રિમાંજ નવ ચાજન વિસ્તારવાળી, ખાર ચેાજન લાંબી, ધનધાન્યથી પૂરિત, જેનો કિલ્લા અને અંદરના પ્રાસાદો ઊંચા છે અને જેની બજારો વિવિધ વસ્તુઓથી પૂર્ણ છે એવી રામપુરી નામે એક નગરી ત્યાં બનાવી. પ્રાત:કાળે મંગળશબ્દોથી મેધ પામેલા રામે તે વીણાધારી યક્ષને અને માટી ઋદ્ધિવાળી નગરીને જોઇ. અકસ્માત્ ખની ગયેલી નગરીને જોઇને વિસ્મય પામેલા રામચ'ને યક્ષે કહ્યું-‘ હે સ્વામી ! તમે મારા અતિથિ છે, હું ગોકર્ણ નામે યક્ષ છુ, અને આ નગરી મે તમારા માટે રચેલી છે. તમે જ્યાં સુધી અહીં રહેશે। ત્યાં સુધી રાતદિવસ પરિવાર સહિત હું તમારી સેવા કરીશ, માટે તમે અહીં રૂચિ પ્રમાણે સુખેથી રહેા.' એવી રીતની તેની પ્રાથનાથી અનેક યક્ષેાથી સેવાતા રામ અને લક્ષ્મણ ત્યાં સુખેથી રહ્યા.
એક વખતે પેલા કપિલ બ્રાહ્મણ સમિધ વિગેરે લેવાને માટે હાથમાં કુહાડો લઈને ભ્રમતા ભમતા તે માટા અરણ્યમાં આવ્યા. ત્યાં તે નવીન નગરી જોઈને વિસ્મયથી
૧૦