________________
સગ ૫ મે
વિચાર કરવા લાગ્યો કે- આ તે માયા હશે ? ઇંદ્રજાળ હશે? કે ગંધર્વપુર હશે?” એ વિચાર કરે છે તેવામાં ત્યાં સુંદર વેષ ધારણ કરીને માનુષી રૂપે ઊભી રહેલી એક યક્ષિણી તેના જેવામાં આવી. તેને જોઈ કપિલે પૂછયું કે-“આ નવીન નગરી કોની છે?” તે બોલી -“ગોકર્ણ નામના યક્ષે રામ, લક્ષ્મણ અને સીતાને માટે આ રામપુરી નામે નવીન નગરી વસાવી છે. અહીં દયાનિધિ રામ દીનજનોને દાન આપે છે, અને જે જે દુ:ખી અહીં આવે છે તે સર્વે કતાર્થ થઈને જાય છે.” આ પ્રમાણેની હકીકત સાંભળી કપિલ સમિધનો ભારો ભૂમિપર નાંખી તેના ચરણકમળમાં પડીને બે-“હે ભદ્રે ! મને કહે, તે રામના મારે શી રીતે દર્શન થાય ?” યક્ષિણ બેલી-આ નગરીને ચાર દ્વાર છે, અને દરેક કાર ઉપર યક્ષે નિત્ય રક્ષા કરવા ઊભા રહે છે, તેથી અંદર પ્રવેશ કરે દુર્લભ છે; પરંતુ તેના પૂર્વ દ્વાર પાસે એક જિનચૈત્ય છે, તેમાં પ્રવેશ કરી શ્રાવક થઈ યથાવિધિ વંદના કરી જે નગરી તરફ જઈશ તે તારે પ્રવેશ થઈ શકશે.’ તેની વાણીથી દ્રવ્યનો અથ કપિલ જૈન સાધુઓની પાસે ગયા અને તેમને વંદના કરીને તેમની પાસેથી જૈનધર્મ સાભળે. તે લઘુકમી હોવાથી તત્કાળ પ્રતિબંધ પામીને શુદ્ધ શ્રાવક થઈ ગયે, અને પિતાને ઘેર આવી પિતાની પત્નીને ધર્મ સંભળાવીને તેને શ્રાવિકા કરી. પછી જન્મના દારિદ્રથી દગ્ધ થયેલાં તે દંપતી રામની પાસેથી ધન મેળવવાની ઈચ્છાએ રામપુરી આવ્યાં. ત્યાં પ્રથમ પૂર્વ દ્વાર પાસે રહેલા રૌત્યમાં દેવવંદન કરીને તેમણે રામપુરીમાં પ્રવેશ કર્યો. અનુક્રમે રાજગૃહમાં પ્રવેશ કરતાં જ રામ, સીતા અને લક્ષ્મણને કપિલે ઓળખ્યા, એટલે પોતે તેમની ઉપર જે આક્રોશ કરેલા તેનું તેને મરણ થઈ આવ્યું. તેથી તે ભય પામીને નાસી જવાનો વિચાર કરવા લાગ્યો. તેને ભયબ્રાંત થયેલ જોઈને લક્ષ્મણ દયા લાવીને બોલ્યાહે દ્વિજ ! તું ભય પામીશ નહિ. તું જે યાચક થઈને આવ્યું હોય તો અહીં આવે અને જે જોઈએ તે માગી લે. તે સાંભળી કપિલ નિઃશંક થઈને રામની પાસે આવ્યું, અને આશીષ આપીને યક્ષોએ આપેલા આસન ઉપર બેઠો. પછી ‘તું ક્યાંથી આવે છે ?” એમ રામે પૂછયું એટલે તે બોલ્યા- “હું અરૂણ ગામને નિવાસી બ્રાહ્મણ છું; શું તમે મને નથી ઓળખાતા? જ્યારે તમે મારા અતિથિ થયા હતા, ત્યારે મેં તમને દુર્વચનો કહીને તમારી ઉપર આક્રોશ કર્યો હતે, તથાપિ તમે દયાળુ થઈને મને આ આર્ય પુરુષથી છેડાવ્યો હતો.
પેલી સુશર્મા બ્રાહ્મણી પૂર્વનું વૃત્તાંત જણાવી સીતાની પાસે આવી દીન વચને આશીષ આપીને બેઠી. પછી તે બ્રાહ્મણને રામે ઘણું ધન આપી કૃતાર્થ કરીને વિદાય કર્યો, એટલે તે પિતાના ગામમાં ગયો. ત્યાં તે કપિલ બ્રાહ્મણે યથારૂચિ દાન આપી નંદાવર્તસ નામના સૂરિની પાસે દીક્ષા લીધી.
જ્યારે વર્ષાઋતુ વીતી ગઈ ત્યારે રામને ત્યાંથી જવાની ઈચ્છા થઈ, એટલે ગેકર્ણ યક્ષે વિનયથી અંજલિ જોડીને કહ્યું- “હે સ્વામી ! તમે અહીંથી જવાને ઈચ્છો છો, તો તમારી ભક્તિ કરતાં મારા કોઈ પણ અપરાધ થયા હોય તો ક્ષમા કરો, અને મારી ઉપર પ્રસન્ન થજે. હે મહાભુજ ! તમારી યોગ્યતા પ્રમાણે પૂજા કરવાને કઈ પણ સમર્થ નથી.” એમ કહી તેણે સ્વયંપ્રભ નામને એક હાર રામને અર્પણ કર્યો; લમણને દિવ્ય રત્નમય બે કુંડળો આપ્યાં, અને સીતાને ચૂડામણિ તથા ઈચ્છા પ્રમાણે વાગતી એક વીણું આપી. પછી રામ તે યક્ષનું સન્માન કરી ત્યાંથી સ્વેચ્છાએ ચાલ્યા, એટલે યક્ષે પિતે રચેલી તે નગરી સંહરી લીધી. રામ, લક્ષમણ અને જાનકી પ્રતિદિન ચાલતાં, કેટલાંક અરણ્યનું ઉલ્લંઘન કરીને એકદા ક સંધ્યાવખતે વિજયપુરની પાસે આવ્યાં, અને તે નગરીની બહારના ઉદ્યાનમાં દક્ષિણ