________________
સર્ગ ૫ મે
બેઠેલી એક કન્યા અમારા જેવામાં આવી. તેને જોઈને તત્કાળ અમે તેની ઉપર અનુરાગી થયા; તેથી મનમાં તેના વિષે જ ચિંતા થવા લાગી. પછી અમે રાજાની પાસે આવીને બધી કળા બતાવી. રાજાએ ઉપાધ્યાયને પૂજા કરીને વિદાય કર્યા. અમે રાજાની આજ્ઞાથી અમારી માતાની પાસે આવ્યા. ત્યાં તેની પાસે પેલી કન્યા પાછી અમારા જોવામાં આવી. માતાએ કહ્યું કે–“હે વત્સ ! આ કનકપ્રભા નામે તમારી બેન છે. તમે ઘોષ ઉપાધ્યાયને ઘેર રહેતા હતા તે અરસામાં આ કન્યા જમી છે, તેથી તમે તેને ઓળખી શકતા નથી.” તે સાંભળી અમે લજજા પામી ગયા, અને અજ્ઞાનપણથી જે તેની ઈચ્છા કરેલી તેથી ક્ષણવારમાં વૈરાગ્ય પામીને અમે ગુરૂની પાસે જઈ દીક્ષા લઈ લીધી. તીવ્ર તપસ્યા કરતા અમે આ મહાગિરિ ઉપર આવ્યા, અને અહી શરીરમાં પણ નિઃસ્પૃહ થઈને કાયોત્સર્ગ રહ્યા. અમારા પિતા અમારા વિયોગથી અનશન લઈ મૃત્યુ પામીને મહાચન નામે ગરૂડપતિ દેવતા થયેલ છે. આસનકંપથી અમને થતા ઉપસર્ગને જાણીને પૂર્વ જન્મના નેહથી પીડિત થઈ તે હાલ અહી આવેલ છે.”
અન્યદા પૂર્વોક્ત અનલપ્રભ દેવ કૌતુકથી કેટલાક દેવતાઓની સાથે કેવલજ્ઞાની અનંતવીર્ય મહામુનિ પાસે ગયે. દેશના પૂર્ણ થયા પછી કઈ શિષ્ય અનંતવીર્ય મુનિને પૂછયું કે-“હે સ્વામી ! મુનિસુવ્રત પ્રભુના તીર્થમાં તમારી પછવાડે કેવળજ્ઞાની કેણુ થશે?” કેવળી બોલ્યામારા નિર્વાણ પછી કુલભૂષણ અને દેશભૂષણ નામના બે ભાઈઓ કેવલજ્ઞાની થશે.” તે સાંભળી અનલપ્રભ દેવ પિતાને સ્થાનકે ગયે. અન્યદા તેણે વિલંગ જ્ઞાનવડે અમને અહીં કાયોત્સર્ગ રહેલા જાણ્યા; તેથી મિથ્યાત્વપણાને લીધે અનંતવીય મુનિનું વચન અન્યથા કરવાને અને અમારી સાથેનું પૂર્વ જન્મનું બૈર વાળવાને તે અહીં આવીને અમને દારૂણ ઉપદ્રવ કરવા લાગે. તેને ઉપદ્રવ કરતાં ચાર દિવસ થયા. આજે તમે અહીં આવ્યા, એટલે તમારા ભયથી તે નાસી ગયા છે અને કર્મના ક્ષયથી અમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. એ દેવ ઉપસર્ગમાં તત્પર છતાં પણ અમને તો કર્મક્ષયમાં સહાયકારી થયેલ છે. તે વખતે ત્યાં બેઠેલો ગરૂડપતિ મહાલોચન દેવ બોલ્યો- હે રામ ! તમે અહીં આવ્યા તે બહુ સારું કર્યું; હવે તમારા ઉપકારને બદલે હું કેવી રીતે વાળું ?” રામે કહ્યું–‘અમારે કાંઈ પણ કાર્ય નથી.” એટલે “હું કઈ રીતે તમારી ઉપર ઉપકાર કરીશ' એમ કહીને મહાલચન દેવ અંતર્ધાન થઈ ગયો.
આ ખબર સાંભળીને વંશસ્થલને સુરપ્રભ નામે રાજા પણ ત્યાં આવ્યું, અને તેણે રામને નમસ્કાર કરીને તેમની ઊંચે પ્રકારે પૂજા કરી. રામની આજ્ઞાથી તે પર્વત ઉપર તેણે અહ“તપ્રભુનાં ચૈત્ય કરાવ્યાં અને ત્યારથી એ પર્વત રામના નામથી રામગિરિ એવે નામે પ્રસિદ્ધ થયે, પછી રામચંદ્ર સુરપ્રભ રાજાની આજ્ઞા લઈને ત્યાંથી ચાલ્યા. આગળ ચાલતાં રામે નિર્ભય થઈને મહાપ્રચંડ એવા દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. ત્યાં એક મોટા પર્વતના ગુહાગૃહમાં નિવાસ કરીને તે પોતાના ઘરની જેમ સ્વસ્થપણે રહ્યા. એક દિવસ ભોજન સમયે ત્રિગુપ્ત અને સુગુપ્ત નામે બે ચારણમુનિ આકાશમાગે ત્યાં આવ્યા. તેઓ બે માસના ઉપવાસી હતા અને પારણાને માટે આવ્યા હતા. તેમને રામ, સીતા અને લક્ષમણે ભક્તિપૂર્વક વંદના કરી. પછી સીતાએ પ્રાસુક અન્નપાનથી તે મુનિઓને પ્રતિલાવ્યા. તે વખતે દેવતાએાએ ત્યાં રતનની તથા સુંગધી જળની વૃષ્ટિ કરી. તે સમયે કબુદ્વીપના વિદ્યાધરોનો રાજા રત્નજી અને બે દેવતાઓ ત્યાં આવ્યા. તેમણે પ્રસન્ન થઈને રામને અધ સહિત રથ