________________
પૂર્વ ૭ મુ
છળથી મારી નાંખ્યા છે.’ ઉપયાગા ખાલી-એ કામ તમે સારૂ કર્યું, હવે આ પુત્રોને પણ મારી નાંખા. પછી આપણે નિક્ષિકપણુ` થશે. વસુભૂતિએ તેમ કરવું કબુલ કર્યું. દેવયોગે તેમનો આ વિચાર વસુભૂતિની સ્ત્રીએ સાંભળ્યા; તેથી ઈર્ષ્યાને લીધે તેણે એ વૃત્તાંત અમૃતસ્વરના પુત્ર મુદિત અને ઉદિતને જણાવ્યા. તત્કાળ તેિ ક્રોધથી વભૂતિને મારી નાંખ્યા. ત્યાંથી મૃત્યુ પામી વસુભૂતિ નલપલ્લીમાં મ્લેચ્છપણે ઉત્પન્ન થયા.
૭૯
એક વખતે મતિવદ્ધન નામના મુનિની પાસેથી ધર્મ સાંભળીને રાજાએ દીક્ષા લીધી તે સાથે મુદિત અને ઉદિતે પણ દીક્ષા લીધી. અન્યદા ઉદિત અને મુદિત મુનિ સમેતશિખર ઉપરનાં ચૈત્યાને વદના કરવાને માટે ચાલતાં માર્ગમાં ભૂલા પડવાથી પેલી નલપલ્લીમાં આવી ચડયા. ત્યાં વસુભૂતિનો જીવ જે મ્લેચ્છ થયા હતો તેણે તે બને મુનિઓને જોયા; તેથી તત્કાળ પૂર્વભવના વૈરને લીધે તે તેમને મારવાને દોડયો, તેને મ્લેચ્છ રાજાએ અટકાવ્યેા. કારણ કે તે મ્લેચ્છ પતિ પૂર્વભવમાં પક્ષી હતો, અને આ ઉદિત અને મુદિત ખન્ને ખેડુત હતા. તે વખતે તેમણે તે પક્ષીને કોઈ શિકારી પાસેથી છેાડાવ્યો હતો, તેથી તે મ્લેચ્છપતિએ અહીં તેમની રક્ષા કરી. પછી તે મુનિઓએ સંમેતિગિર જઇને ત્યાંનાં ચૈત્યાને વંદના કરી અને ચિરકાળ પૃથ્વીપર વિહાર કર્યાં. પ્રાંતે અનશન કરી મૃત્યુ પામીને તે બંને મુનિ મહાશુક્ર દેવલાકમાં સુંદર અને મુકેશ નામે મહદ્ધિક દેવતા થયા. વસુભૂતિનો જીવ જે મ્લેચ્છ હતો તે અનેક ભવભ્રમણ કરી કાઇક પુણ્યયેાગે મનુષ્યભવ પામ્યા. તે ભવમાં તે તાપસ થયા. ત્યાંથી મૃત્યુ પામીને તે જ્યાતિષ્ક દેવતામાં ધૂમકેતુ નામે મિથ્યાદછી દુષ્ટ દેવ થયા. ઉદિત અને મુદિતના જીવ મહાશુક્ર દેવલાકમાંથી ચ્યવી આ ભરતક્ષેત્રમાં રિપુર નામના માટા નગરમાં પ્રિયવદ નામના રાજાની પદ્માવતી સ્ત્રીના ઉદરથી રનર્થ અને ચિત્રર્થ નામના એ વિખ્યાત પુત્રો થયા, ધૂમકેતુ પણ જ્યાતિષીમાંથી ચ્યવી તે જ રાજાની કનકાભા નામની દેવીના ઉદરથી અનુદ્ધર નામે પુત્ર થયા. તે પેાતાના સાપત્નર બંધુ રત્નરથ અને ચિત્રરથની ઉપર મત્સર રાખવા લાગ્યા, પણ તે તેની પર મત્સર રાખતા નહિ. રત્નરથને રાજ્યપદ અને ચિત્રરથને તથા અનુન્દ્વરને યુવરાજપદ આપી પ્રિય વદ રાજાએ દીક્ષા લીધી, અને માત્ર છ દિવસ વ્રત પાળી મૃત્યુ પામીને તે દેવતા થયા. રાજ્યનું પાલન કરતા રત્નરથને એક રાજાએ શ્રીપ્રભા નામની પેાતાની કન્યા આપી. તે કન્યાને માટે પ્રથમ અનુદ્ઘરે માગણી કરી હતી, તેથી તેને ક્રોધ ચડવો, એટલે યુવરાજપણ છેડી દઇને તે રત્નરથની ભૂમિને લુટવા લાગ્યા. રત્નરથે તેને રણભૂમિમાં પાડી દઈ ને પકડી લીધેા. પછી ઘણી હેરાનગતિ પમાડીને છેવટે તેને છેડી મૂકથો, એટલે તે તાપસ થયો. તાપસપણામાં સ્ત્રીનાં સંગથી પોતાના કરેલા તપને તેણે નિષ્ફળ કરી દીધું. ત્યાંથી મૃત્યુ પામી ઘણું ભવભ્રમણ કરી ચિરકાળે પાછા તે મનુષ્ય થયા. ફરીવાર તે ભવમાં પણ તાપસ થઇને તેણે અજ્ઞાન તપ કર્યું. તે ભવમાં મૃત્યુ પામીને તે અમને ઉપસર્ગ કરનાર આ અનલપ્રભ નામે જયાતિષી દેવતા થયા છે. પેલા ચિત્રરથે અને રત્નરથે અનુક્રમે દીક્ષા લીધી; અને કાળ કરીને અચ્યુત કલ્પમાં અતિખલ અને મહામલ નામે બે મહિઁક દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તેઓ સિદ્ધાપુરના ક્ષેમ'કર રાજાની રાણી વિમલાદેવીની કુક્ષિમાં અવતર્યા. અનુક્રમે તે વિમલાદેવીથી હુ કુલભૂષણ અને આ દેશભૂષણ નામે બે પુત્ર થયા. રાજાએ ધાષ નામના ઉપાધ્યાયને અભ્યાસ માટે અમાને અર્પણ કર્યા, અમે બાર વર્ષ સુધી ત્યાં રહીને સર્વ કળાનો અભ્યાસ કર્યો. તેરમે વર્ષે દ્યાષ ઉપાધ્યાયની સાથે અમે રાજાની પાસે આવ્યા. માર્ગમાં રાજમદિરના ગાખમાં
૧ વચ્ચે અડચણ કરનાર રહિતપણું. ૨. એરમાન.