________________
૭૮
સર્ગ ૫ મો
રાજાએ પૂછયું કે- તમે મારી શક્તિને પ્રહાર સહન કરશે ? ” લક્ષમણ બોલ્યા-“એક પ્રહાર તો શું પણ પાંચ પ્રહાર સહન કરીશ. તે સમયે જિતપદ્મા રાજકન્યા ત્યાં આવી, તે લક્ષ્મણને જોતાંવેંત જ કામાતુર થઈ ગઈ, તેથી તેના પર અનુરાગી થઈને રાજાને વારવા લાગી, તથા પી રાજાએ પાંચ દુસહ શક્તિઓના પ્રહાર લક્ષ્મણની ઉપર કર્યો. લક્ષમણે બે પ્રહાર હાથ ઉપર, બે કાખમાં અને એક દાંત ઉપર–એમ પાંચ શક્તિ પ્રહા૨ જિતપદ્મોના મનની સાથે ગ્રહણ કર્યા, એટલે જિતપદ્માએ તરતજ લમણુના કંઠમાં સ્વયંવરમાળા નાંખી. રાજાએ પણ કહ્યું કે- આ કન્યાને ગ્રહણ કરો” લક્ષ્મણ બોલ્યા-“મારા મોટા ભાઈ રામચંદ્ર બહાર ઉદ્યાનમાં છે. તેથી હું સર્વદા પરતંત્ર છું.” રાજા શત્રુદમને એઓ બને રામ લમણું છે એમ જણ જેમની પાસે જઈને તેમને નમસ્કાર કર્યો અને પોતાને ઘેર તેડી લાવ્યા. પછી ત્યાં તેમની મોટી ધામધૂમથી પૂજા કરી. “એક સામાન્ય અતિથિ પણ પૂજવા યોગ્ય છે, તો પછી ઉત્તમ પુરૂષની તો વાત જ શી કરવી.” તેમને સત્કાર ગ્રહણ કરી રામ ત્યાંથી ચાલ્યા, તે વખતે સૌમિત્રિએ ( લમણે ) કહ્યું- જ્યારે હું પાછો વળીશ ત્યારે તમારી પુત્રીની સાથે પરણીશ.”
ત્યાંથી રાત્રિના પ્રાંત ભાગે નીકળેલા રામ સાયંકાળે વંશશલ્ય નામના ગિરિના તટ ઉપર રહેલા વંશસ્થળ નામના નગર પાસે આવી પહોંચ્યા. ત્યાં રાજાને અને સર્વ લોકોને તેમણે ભયભીત સ્થિતિમાં જોયા, તેથી રામે એક પુરૂષને તેમના ભયનું કારણ પૂછ્યું. તે પુરૂષ કહ્યું- “અહીં આ ત્રણ દિવસથી રાત્રે આ પર્વત ઉપર ભયંકર ધ્વનિ થાય છે, તે ભયથી સર્વ જન બીજે સ્થળે જઈને રાત્રિ નિગમન કરે છે અને પ્રાતઃકાળે પાછા અહીં આવે છે. એવી રીતે નિત્ય લેકની મહા કષ્ટકારી સ્થિતિ વતે છે.” તે સાંભળી લમણુની પ્રેરણાથી અને કૌતુકથી રામ તે ગિરિ ઉપર ચડ્યા. ત્યાં બે મુનિ કાર્યોત્સર્ગે રહેલા તેમના જેવામાં આવ્યા. રામ, લક્ષમણ અને સીતાએ તેમને ભક્તિથી વંદના કરી. પછી તેમના આગળ રામે ગોકર્ણ યક્ષે આપેલી વીણા વગાડવા માંડી; લમણે ગ્રામ અને રાગથી મનોહર એવું ગાયન કર્યું અને સીતાદેવીએ અંગહારથી વિચિત્ર નૃત્ય કર્યું. તે સમયે સૂર્ય અસ્ત પામ્ય અને રાત્રિ વૃદ્ધિ પામી; તેવામાં અનેક વેતાળને વિકુવીને અનલપ્રભ નામે એક દેવ ત્યાં આવ્યો, અને પોતે પણ વેતાળનું રૂપ લઈ અટ્ટહાસ્ય કરતા અને આકાશને ફેડી નાંખે તેવા શબ્દ કરતે તે દુરાશય તે બંને મહર્ષિએને ઉપદ્રવ કરવા લાગ્યું. તત્કાળ રામલક્ષમણ બંને સીતાને મુનિ પાસે મૂકીને કાળરૂપ થઈ તે વેતાળને મારવાને ઉદ્યત થયા. તે જ વખતે તેમના તેજના પ્રસારને સહન કરવાને અસમર્થ થઈ તે દેવ ત્યાંથી પિતાને સ્થાનકે ચાલ્યા ગયો, અને બને મુનિને કેવળજ્ઞાન ઉત્પન થયું. તરત જ દેવતાઓએ આવી તેમના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. પછી રામે બંને મુનિને વંદના કરીને ઉપસર્ગ થવાનું કારણ પૂછ્યું, એટલે કુલભૂષણ નામના મુનિ બેલ્યા-“પદ્મિની નામની નગરીમાં વિજયપર્વત રાજા હતો. તેને અમૃતસ્વર નામે એક દૂત હતું, તેને ઉપયોગ નામની પત્નીથી ઉદિત અને મુદિત નામે બે પુત્રો થયા હતા. અમૃતસ્વર દ્વતને વસુભૂતિ નામે એક બ્રાહ્મણ મિત્ર હતું. તેની ઉપર ઉપયેગા આસક્ત થવાથી તે પિતાના પતિ અમૃતસ્વરને મારી નાંખવાને ઈચ્છતી હતી. એક વખતે રાજાની આજ્ઞાથી અમૃતસ્વરને વિદેશ જવું પડ્યું તેની સાથે વસુભૂતિ પણ ગયું અને માર્ગમાં કોઈ છળ કરીને તેણે અમૃતસ્વરને મારી નાંખે. વસુભૂતિ પાછો નગરીમાં આવી તે કોને કહેવા લાગ્યો કે “ અમૃતસ્વરે કોઈ કાર્યને માટે મને પાછો વાળે છે.” પછી તેણે ઉપયાગાને કહ્યું કે “આપણું સંગમાં વિદન કરનાર અમૃતસ્વરને મેં માર્ગમાં