________________
૫ ૭ મુ
७७
માનને માટે વિચાર આબ્યા અને પેાતાનુ માન ધ્વંસ પામેલ જાણવાથી વૈરાગ્ય ઉત્પન્ન થયા; એટલે ‘હું શું ખીજા કોઈની સેવા કરૂ?” એમ હૃદયમાં અહંકાર ધરતા તે દીક્ષા લેવાનો અથી બન્યા. તત્કાળ તેણે પોતાના પુત્ર વિજયરથને રાજ્યપર બેસાર્યાં, તે વખતે ‘તમે મારે બીજા ભરત જેવા છે, માટે ખુશીથી પૃથ્વીપર રાજ્ય કરા, દીક્ષા લ્યા નહિ.' એમ રામે કહ્યું, તેાપણ એ મહા માનવાળા અતિવીયે તત્કાળ દીક્ષા લીધી. તેના પુત્ર વિજયરથે રતિમાળા નામની પેાતાની બેન લક્ષ્મણને આપી, લક્ષ્મણે તેને ગ્રહણ કરી. ત્યાંથી રામ સૌન્ય સહિત વિજયપુર ગયા અને વિજયરથ ભરતની સેવા કરવાને અયાધ્યાએ ગયા. ગૌરવતાના ગિરિરૂપ ભરતે તે વૃત્તાંત જાણી, આવેલા વિજયરથનો સત્કાર કર્યા. સત્પુરૂષો ભકતવત્સલ હોય છે, પછી વિજયે રતિમાળાથી નાની વિજયસુંદરી નામની એક પેાતાની સારભૂત એન હતી તે ભરતને આપી. તે સમયે અતિવીય મુનિ વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. ભરતરાજાએ અનેક રાજાએ સાથે સામા જઈ વંદના કરીને ખમાવ્યા. પછી ભરતે પ્રસન્ન થઈ ને વિદાય કરેલા વિજયરથ આનંદથી નંદ્યા વ - પુરે ગયા.
((
અહી' રામચંદ્ર મહીધર રાજાની આજ્ઞા લઇને જવાને તૈયાર થયા, તે વખતે જવાની ઇચ્છાવાળા લક્ષ્મણે પણ વનમાળાની રજા માગી. વનમાળા અપૂર્ણ નયન કરીને ખાલી– પ્રાણેશ ! તે વખતે મારા પ્રાણની રક્ષા શા માટે કરી ? જો હું તે વખતે મૃત્યુ પામી હોત તો મારૂ સુખમૃત્યુ થાત; કેમકે તમારા વિરહનું આ અસહ્ય દુઃખ મારે સહન કરવું પડત નહિ. હે નાથ ! હમણાં જ મને પરણીને તમે મને સાથે લ્યા, નહિ તા તમારા વિચાગતું છળ પામીને યમરાજ મને લઇ જશે.” લક્ષ્મણ મેલ્યા- “ હું મનસ્વિની ! હમણાં હું મારા વડીલ બંધુ રામની સેવા કરવામાં તત્પર છું, તમે સાથે આવીને મારી ભ્રાતૃસેવામાં વિનકારી થાઓ નિહ. હે વરવિણની ! મારા જ્યેષ્ઠ બંને ઇચ્છિત સ્થાને પહાંચાડીને તરત જ તારી પાસે આવી તને લઇ જઈશ; કેમકે તારો નિવાસ મારા હૃદયમાં છે. હે માનિની ! ફરીવાર અહીં આવવાની પ્રતીતિને માટે તારે જો ઘેર શપથ આપવા હોય તેા તેવા શપથ લેવાને હું તૈયાર છું.” પછી વનમાળાની ઈચ્છાથી લક્ષ્મણે ‘ જો હું ફરીવાર અહીં ન આવું તે મને રાત્રિèાજનનું પાપ લાગે ' એવા શપથ (સાગન ) લીધા.
પછી રાત્રીના શેષ ભાગે રામ, સીતા અને લક્ષ્મણ સહિત ત્યાંથી આગળ ચાલ્યા. અનુક્રમે કેટલાંક વનો ઉલ્લંઘન કરીને ક્ષેમાંજળિ નામે નગરીની પાસે આવ્યા. બહારના ઉદ્યાનમાં લક્ષ્મણે આણેલાં અને સીતાએ સુધારેલાં વનફળ વિગેરેનો રામે આહાર કર્યા. પછી રામની આજ્ઞા લઇને લક્ષ્મણે તે નગરીમાં પ્રવેશ કર્યા, ત્યાં ઊંચે સ્વરે થતી એકઉદ્ઘાષા તેના સાંભળવામાં આવી કે · જે પુરૂષ આ નગરીના રાજાની શક્તિનો પ્રહાર સહન કરશે તેને રાજા પોતાની કન્યા પરણાવશે.’તે સાંભળી લક્ષ્મણે આવી ઉદ્ઘોષણા કરાવવાના હેતુ વિષે એક પુરૂષને પૂછ્યું, એટલે તેણે કહ્યું-‘ અહીં શત્રુદમન નામે એક પરાક્રમી રાજા છે. તેને કન્યકાદેવી નામે રાણીની કુક્ષીથી ઉત્પન્ન થયેલી જિતપદ્મા નામે એક કન્યા છે, તે કમળલાચના બાળા લક્ષ્મીનું સ્થાન છે. તેના વરના ખળની પરીક્ષા કરવા માટે રાજાએ આવે આરંભ કરેલા છે; પરંતુ તેવા વર મળતા નથી, તેથી દરરાજ ઉદ્દઘાષણા થયા કરે છે.' આ પ્રમાણે તે પુરૂષ પાસેથી હકીકત સાંભળીને લક્ષ્મણ તે રાજાની સભામાં ગયા. રાજાએ પૂછ્યું–‘ તમે કયાં રહે છે ? અને કયાંથી આવેા છે ?” લક્ષ્મણ ખેલ્યા- હું ભરતરાજાના ક્રૂત છું, કોઈ કાર્ય ને અર્થે અહીંથી જતા હતા, તમારી કન્યાના ખબર સાંભળી તેને પરણવાને માટે હું આવ્યો છું.'