________________
પર્વ ૭ મું
૭૧ આપ્યું. દશાંગપુરના રાજા વજાક ઉજયિનીના રાજા સિંહદર પાસેથી શ્રીધરાનાં કુંડળો માગી લઈને વિદ્યુદંગને આપ્યાં. વાકણે પિતાની આઠ કન્યાઓ અને સામંત સહિત સિંહોદરે ત્રણસે કન્યાઓ લક્ષ્મણને આપી. તે વખતે લમણે તેમને કહ્યું કે “હમણાં આ કન્યાઓને તમારી પાસે રાખો, કારણ કે હમણા રાજ્ય ઉપર પિતાએ ભરતને બેસાર્યા છે, તેથી જે સમયે હું રાજ્યને ગ્રહણ કરીશ, ત્યારે તમારી કન્યાઓનું પાણિગ્રહણ કરીશ. હમણાં તે અમારે મલયાચલ ઉપર જઈને રહેવું છે.” બહુ સારું, એમ કહી વજકર્ણ અને સિંહદરે તેમ કરવા કબુલ કયું. પછી રામે વિદાય કરેલા તેઓ પિતપોતાને નગરે ગયા.
રામ ત્યાં રાત્રિવાસો રહીને સવારે સીતા અને લક્ષમણ સહિત ત્યાંથી ચાલતાં કોઈ નિર્જળ પ્રદેશમાં આવી ચડયા. ત્યાં સીતા તૃષાતુર થવાથી તેમને કોઈ વૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા બેસારીને રામની આજ્ઞાથી લક્ષ્મણ જળ લેવા ચાલ્યા. આગળ ચાલતાં અનેક કમળોથી મંડિત અને પ્રિય મિત્રની જેવું વલભ તેમજ આનંદજનક એક સરોવર તેમના જેવામાં આવ્યું. ત્યાં કુબેરપુરને કલ્યાણમાળા નામે રાજા ક્રિીડા કરવા આવ્યા હતા, તેણે લક્ષ્મણને દીઠા. તત્કાળ અતિ દુરાત્મા કામદેવના બાણથી તે ભૂદાઈ ગયે. તેણે લમણને નમસ્કાર કરીને કહ્યું કે “તમે મારે ઘરે ભોજનને માટે અતિથિ થાઓ.” તેના શરીરમાં કામવિકારનાં ચિહે અને સ્ત્રીનાં લક્ષણે જોઈ લક્ષમણ વિચાર કરવા લાગ્યા કે “આ જાતે
સ્ત્રી છે, પણ કોઈ કારણને લઈને તેણે પુરૂષને વેષ ધારણ કર્યો જણાય છે. આવો વિચાર કરી લક્ષ્મણ બોલ્યા-અહીંથી નજીકમાં મારા પ્રભુ સ્ત્રી સાથે છે, તેથી તેમના વિના ભેજન કરીશ નહિ.” પછી તે કલ્યાણમાળાએ પિતાના ભદ્રિક આકૃતિવાળા અને પ્રિય બોલનારા પ્રધાનપુરૂષોને મોકલી પ્રાર્થના કરાવીને સીતા સહિત રામને પિતાને ત્યાં બોલાવ્યા. ભદ્ર બુદ્ધિવાળા તેમણે રામભદ્રને અને સીતાને નમસ્કાર કર્યો, અને તત્કાળ તેમને માટે એક પટકુટી ઊભી કરાવી. રામે તેમાં રહીને નાનભેજન કર્યું. પછી બીજા પરિવારને છોડી કલ્યાણમાળી સ્ત્રીને સ્પષ્ટ વેષ લઈ એક મંત્રીની સાથે ત્યાં આવી. લજજાથી નમ્ર મુખવાળી તે સ્ત્રીને રામે કહ્યું- હે ભદ્ર! પુરૂષને વેપ લઈને તું તારા સ્ત્રીભાવને કેમ ગોપવે છે ?” કુબેરપતિએ કહ્યું- “ આ કુબેરપુરમાં વાલિખિલ્ય નામે રાજા હતો, તેને પૃથ્વી નામે પ્રિયા હતી. એક વખતે રાણુ ગર્ભિણી થઈ, તેવામાં ગ્લેચ્છ લોકેએ લડાઈ કરી અને વાલિખિલ્ય રાજાને બાંધીને લઈ ગયા. ત્યારપછી પૃથ્વીદેવીને પુત્રીને પ્રસવ થયે. પણ બુદ્ધિશાળી સુબુદ્ધિ નામના મંત્રીએ નગરમાં ‘રાણીને પુત્રને પ્રસવ થયો છે, એવી આઘેષણા કરાવી. પુત્રજન્મના ખબર જાણી અહીના મુખ્ય રાજા સિ હાદરે કહેવરાવ્યું કે ‘જયાં સુધી વાલિખિલ્ય રાજા આવે ત્યાં સુધી એ બાળક જ રાજા થાઓ.” અનુક્રમે હું પુરૂષને વેષ ધારણ કરતી મટી થઈ છું. અદ્યાપિ માતા અને મંત્રી જન વિના મને કોઈએ સ્ત્રીપણે જાણ નથી. કલ્યાણમાળાના નામથી પ્રખ્યાત થઈને હું રાજ્ય કરું છું. “મંત્રીઓના મંત્ર (વિચાર) સામર્થ્યથી છેટામાં પણ સત્યતા પ્રવર્તે છે.” મારા પિતાને છોડાવવા માટે હું પ્લેચ્છોને ઘણું ધન આપું છું, તેઓ દ્રવ્ય લઈ જાય છે પણ મારા પિતાને છેડતા નથી. માટે હે કૃપાળ ! તમે પ્રસન્ન થાઓ, અને પૂર્વે જેમ સિંહોદર રાજા પાસેથી વજકર્ણને છોડાવ્ય, તેમ મારા પિતાને પણ છોડાવે.” રામે કહ્યું- અમે તારા પિતાને મ્લેચ્છ લોકો પાસેથી છોડાવીને લાવીએ, ત્યાં સુધી તું પુરૂષવેષ ધારણ કરીને કાયમ પ્રમાણે રાજ્ય ચલાવજે.” કલ્યા- ૧ તંબુ.