________________
૫૪
સગ ૪ થે વર્ણથી પુંડરીક કમળને અનુસરતા અને મનુષ્યમાં પુંડરીક જેવા સંપૂર્ણ લક્ષણવાળા એક પુત્રને અપરાજિતાએ જન્મ આપ્યો. પૂર્ણ ચંદ્રના દર્શનથી સમુદ્રની જેમ તે પ્રથમ અપત્યરત્નના મુખકમળના દર્શનથી રાજા અત્યંત હર્ષ પામ્યા. રાજાએ તે વખતે ચિંતામણી રત્નની જેમ યાચકોને વાંછિત દાન આપવા માંડયું, “પુત્ર ઉત્પન્ન થતાં આપેલું દાન અક્ષય થાય છે” એવી લોકક્તિ છે. તે સમયે લોકોએ એ મહોત્સવ કર્યો કે જેથી રાજા દશરથ કરતાં પણ તેમને અતિ હર્ષ જણાઈ આવ્યા. નગરજનો રાજાના દરબારમાં દૂર્વા, પુષ્પ અને ફળાદિથી યુક્ત મંગળમય પૂર્ણ પાત્રા લાવવા લાગ્યા, નગરમાં સર્વ ઠેકાણે મધુર ગીત ગવાવા લાગ્યાં કેસરના છટકાવ થવા લાગ્યા, અને તે રણોની શ્રેણીઓ બંધાવા લાગી. તે પ્રભાવિક પુત્રના પ્રભાવથી રાજા દશરથને અનેક રાજાઓની તરફથી પણ અણધાર્યા ભેટણ આવવા લાગ્યાં. રાજા દશરથે પદ્મા-લક્ષ્મીને નિવાસ કરવાના પદ્મ (કમળ) રૂપ તે પુત્રનું પદ્મ એવું નામ પાડ્યું, અને લેકમાં તે રામ એવા નામથી પ્રખ્યાત થયા.
ત્યાર પછી અન્યદા રાણી સુમિત્રાએ રાત્રિના શેષ ભાગે વાસુદેવના જન્મને સૂચવનારાં હાથી, સિંહ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, લક્ષ્મી અને સમુદ્ર એ સાત સ્વપ્ન જોયાં. તે સમયે એક પરમદ્ધિક દેવ દેવલોકમાંથી ત્ર્યવીને સુમિત્રા દેવીના ઉદરમાં અવતર્યો. સમય થતાં વર્ષાઋતુના મેઘની જેવા વર્ણવાળા અને સંપૂર્ણ લક્ષણને ધરનારા એક જગન્મિત્ર પુત્રરતનને તેણે જન્મ આવે. તે સમયે દશરથ રાજાએ શ્રીમત્ અહંતના સર્વ નગરચૈત્યમાં સ્નાત્ર પૂર્વક અષ્ટપ્રકારી પૂજા રચાવી, હર્ષ પામેલા રાજાએ કારાગૃહમાં પૂરેલા શત્રુઓને પણ છોડી મૂક્યા. ઉત્તમ પુરૂષનો જન્મ થતાં કેણ સુખે ન જીવે ? તે વખતે માત્ર પ્રજા સહિત દશરથ રાજાજ એકલા ઉછવાસ પામ્યા હતા, એટલું જ નહિ પણ દેવી પૃથ્વી પણ તત્કાળ ઉચ્છવાસને પામી હતી. જેવી રીતે રામના જન્મ વખતે રાજાએ ઉત્સવ કર્યો હતો, તેથી પણ અધિક ઉત્સવ આ વખતે કર્યો. કારણ કે હર્ષમાં કોણ તૃપ્તિ પામે ?” દશરથ રાજાએ તે પુત્રનું નારાયણ એવું નામ પાડ્યું, પણ લેકમાં તે લક્ષમણ એવા બીજા નામથી પ્રખ્યાત થયા.
પયપાન કરનારા તે બંને કુમાર અનુક્રમે પિતાની દાઢીમૂછના કેશને આકર્ષણ કરવાની શિક્ષાને આપનાર બાલ્યવયને પ્રાપ્ત થયા. ધાત્રી માતાઓએ લાલિત કરેલા તે બંને કુમારોને રાજા દશરથ પિતાના બીજા બે ભુજદંડ હોય તેમ વારંવાર જોવા લાગ્યા. સ્પર્શથી જાણે અંગમાં અમૃતને વર્ષાવતા હોય તેમ તેઓ સભામાં એક ઉત્કંગમાંથી બીજા ઉલ્લંગમાં એમ વારંવાર સંચરવા લાગ્યા. અનુક્રમે મેટા થતાં તે બન્ને પુત્રો નીલાંબર અને પીતાંબર ધારણ કરીને ચરણતાપથી પૃથ્વીતળને કપાવતા ચાલવા લાગ્યા. જાણે મૂર્તિમાન બે પુણ્યરાશિ હોય તેમ તેઓએ માત્ર કળાચાર્યને સાક્ષી રાખીને જ સર્વ કળાઓ સંપાદન કરી. લીલા માત્રમાં મુષ્ટિના પ્રહારથી બરફની જેમ તે મહા પરાક્રમી વીર મેટા પર્વતોને પણ ચૂર્ણ કરી નાંખતા હતા. જ્યારે તેઓ કસરતશાળામાં રહ્યા સતા ધનુષ્યને પણચ ઉપર ચડાવતા, ત્યારે સૂર્ય પણ પિતાને વધ થશે એવી શંકાથી કંપાયમાન થતે હતો. તેઓ પોતાના માત્ર ભુજાબળથી પણ શત્રુઓના બળને તૃણ સમાન ગણતા હતા. રાજા દશરથ તે બંનેની શસ્ત્ર અને અસ્ત્રોમાં સંપૂર્ણ કુશળતાથી તથા અપાર ભુજાના બળથી પોતાને દેવાસુરોથી પણ અચ્ચ માનવા લાગ્યા.
અન્યદા તે કુમારના પરાક્રમથી ધીરજનું અવલંબન કરીને રાજા દશરથ ઈફવાકુ રાજાઓની રાજધાની અયોધ્યા નગરીમાં આવ્યા. ત્યાં દુર્દશામાંથી મુક્ત થયેલે તે, વાદળામાંથી