________________
૫૨
સર્ગ ૪ થે
અમર છે, પરમાર્થે અમર નથી; જે કઈ સંસારવતી પ્રાણી છેતેઓનું મૃત્યુ અવશ્ય થવાનું હોય છે, તો મારું મૃત્યુ સ્વપરિણામથી છે કે બીજાથી છે તે નિ:શંકપણે કહો; કેમકે આપ્ત પુરૂષે સ્કુટભાષીજ હોય છે.” નિમિત્તિઓએ કહ્યું- હવે પછી થનારી જાનકી
નકરાજાની પુત્રી)ના કારણને લીધે દશરથ રાજાના હવે પછી થનારા પુત્રથી તમારું મૃત્યુ થશે. આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને વિભીષણ બે કે-“આ નિમિત્તિઓનું વચન જે કે નિરંતર સત્ય જ હોય છે પણ આ વખત તો હું તેને સત્વર અસત્ય કરી દઈશ; કારણ કે તે કન્યાના અને વરના પિતા થનારા જનક તથા દશરથ કે જે બને આ અનર્થના બીજરૂપ છે તેમને જ હું હણી નાંખીશ, એટલે આપણું કલ્યાણ થશે. જ્યારે તેઓને મારી નાંખવાથી તેમની પુત્રપુત્રીની ઉત્પત્તિજ બંધ થઈ જશે, ત્યારે પછી આ નિમિત્તિઓનું વચન મિથ્યા થશે, એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી.” આ પ્રમાણે વિભીષણનાં હિંમતનાં વચન સાંભળી ‘બહુ સારું એમ રાવણે કહ્યું, એટલે વિભીષણ પિતાને ઘેર આવ્યા.
આ સર્વ વૃત્તાંત ત્યાં સભામાં બેઠેલા નારદે સાંભળ્યું, તેથી તરત જ તે દશરથ રાજાની પાસે આવ્યા. રાજા દશરથ તે દેવર્ષિને આવતાં જોઈ દૂરથીજ ઊભે થયે, અને નમસ્કાર કરી તેમને ગુરૂ સમાન ગૌરવતાથી બેસાર્યા. પછી દશરથે પૂછયું કે, ‘તમે કયાંથી ? છો?” નારદે કહ્યું કે-“શ્રી સીમંધર પ્રભુને સુર અસુરએ કરેલું નિષ્ક્રમણત્સવ જેવા હું પૂર્વ વિદેહક્ષેત્રમાં પુંડરીકિણી નગરીને વિષે ગયે હતું, અને તે મહોત્સવ જોઈ ને મેર ઉપર ગયો હતો. ત્યાં અનેક તીર્થકરને વાદીને પછી લંકાનગરીમાં ગયો. ત્યાં શાંતિગૃહમાં રહેલા શાંતિનાથને નમીને રાવણની રાજસભામાં ગયા. ત્યાં કોઈ નિમિત્તિઓએ રાવણને વધ જાનકીને નિમિત્ત તમારા પુત્રથી કહ્યો તે મારા સાંભળવામાં આવ્યા, અને તે સાંભ ળીને વિભીષણે તમને અને રાજા જનકને મારી નાંખવાની પ્રતિજ્ઞા કરી, તે પણ મેં સાંભળી. હવે તે મહાભુજ અલ્પ સમયમાં જ અહીં આવી પુગશે. આ સર્વ વૃત્તાંત જાણી તમારી સાથેની સાધમિકપણાની પ્રીતિને લીધે લંકાપુરીથી હું સંભ્રમ સહિત ઉતાવળો અહીં તમને તે વાત કહેવાને આવ્યો છું. તે સાંભળી દશરથે નારદને પૂજા કરીને વિદાય કર્યા. ત્યાંથી જનક રાજા પાસે જઈને નારદે તેમને પણ એ વૃત્તાંત જણવ્યું. રાજા દશરથે મંત્રીએને બોલાવી આ વૃત્તાંત કહી તેમને રાજ્ય સોંપીને ગીની જેમ કાળવંચના કરવાને માટે ત્યાંથી ચાલી નીકળ્યા. મંત્રીઓએ શત્રુને મેહ ઉપજાવવા માટે દશરથ રાજાની એક લેખ્યમય મૂત્તિ કરાવીને રાજ્યગ્રહની અંદર અંધારામાં સ્થાપિત કરી. જનક રાજાએ પણ દશરથની જેમ કર્યું, અને તેના મંત્રીઓએ પણ દશરથને મંત્રીઓની જેમજ કર્યું. પછી દશરથ અને જનક રાજા અલક્ષ્યપણે પૃથ્વીમાં ફરવા લાગ્યા.
વિભીષણ કોપથી અધ્યામાં આવ્યો અને ત્યાં અંધકારમાં રહેલી દશરથની લેખમય મૂર્તિના મસ્તકને તેણે ખડગથી છેદી નાંખ્યું. તે વખતે બધા નગરમાં કોલાહલ થઈ રહ્યો, અંતઃપુરમાં મોટે આજંદધ્વનિ થયા, સામંત રાજાઓ અંગરક્ષક સહિત તૈયાર થઈને ત્યાં દોડી આવ્યા, અને ગૂઢ મંત્રવાળા મંત્રીઓએ રાજાની સર્વ પ્રકારની ઉત્તરક્રિયા કરી. દશરથ રાજાને મૃત્યુ પામેલા જાણી વિભીષણ લંકા તરફ ચાલ્યો. એકલા જનક રાજાથી કાંઈ થઈ શકે તેમ નથી એવું ધારી તેણે જનકને માર્યા નહિ.
૩ દીક્ષા લેવા માટે નીકળતાં થતો ઉત્સવ [સીમંધર પ્રભુએ મુનિસુવ્રત અને નેમિનાથના અંતરમાં લીધી છે તે આ સમય સમજવો].