________________
પદ
પર્વ ૭ મું પગમાં જે રક્તતા છે તે અનિર્વચનીય જ છે. જેવી રીતે તેના યથાર્થ રૂપને આલેખવાને હું સમર્થ નથી, તેવી રીતે તેના રૂપનું વર્ણન કરવાને પણ હું સમર્થ નથી; તથાપિ હું તમને પરમાર્થ પણે કહું છું કે “એ સ્ત્રી ભામંડલને ગ્ય છે એવું મનમાં વિચારીને યથાબુદ્ધિ તેને પટમાં આલેખીને મેં તેમને બતાવેલ છે.”
આ પ્રમાણેની તેની હકીકત સાંભળીને રાજા ચંદ્રગતિએ “વત્સ! એ તારી પત્ની થશે એમ ભામંડલને આશ્વાસન આપી નારદને વિદાય કર્યા. પછી રાજાએ ચપલગતિ નામના એક વિદ્યાધરને આજ્ઞા કરી કે જનકરાજાનું અપહરણ કરીને સત્વરે અહીં લઈ આવ.” તત્કાળ તેણે રાત્રિએ ત્યાં જઈ જનકરાજાને ગુપ્ત રીતે હરી લાવીને ચંદ્રગતિને અર્પણ કર્યો. રથનું પુરના રાજા ચંદ્રગતિએ બંધુની જેમ જનક રાજાને આલિંગન કરી પાસે બેસારીને નેહથી આ પ્રમાણે પૂછયું કે “લકત્તર ગુણવાળી સીતા નામે તમારી પુત્રી છે અને રૂપસંપત્તિથી પરિપૂર્ણ ભામંડલ નામે મારો પુત્ર છે, તે બન્નેનો વધૂવરપણે ઉચિત સંગ થાઓ, અને આપણે બંનેને તે સંબંધવડે સહદ થાઓ.’ તેની આવી માગણી સાંભળીને જનકરાજા બે કે- “એ પુત્રી મેં દશરથના પુત્ર રામને આપી દીધેલી છે, તેથી હવે બીજાને શી રીતે અપાય ? કેમ કે કન્યા એકજવાર અપાય છે.” ચંદ્રગતિ બોલ્યો “હે જનક! જે કે હ તે સીતાને હરવાને સમર્થ છું પણ નેહવૃદ્ધિ કરવાને માટે જ તમને અહીં બોલાવીને મેં તમારી પાસે તેની યાચના કરી છે. જો કે તમે તમારી પુત્રી રામને માટે ક૯પી છે, તથાપિ તે રામ જે અમારે પરાજય કરશે તો તેને પરણી શકશે. માટે દુસહ તેજવાળા વજાવ અને અણુવાવર્ત નામે બે ધનુષ્ય જે કે સહસ્ર યક્ષેથી અધિછિત છે અને દેવતાની આજ્ઞાથી ગોત્રદેવતાની જેમ સદા અમારા ઘરમાં પૂજાય છે તે ભાવી એવા બળદેવ અને વાસુદેવને ઉપયોગી થવાનાં છે તે તમે લઈ જાઓ. જે તે બે ધનુષ્યમાંથી એકને પણ તે રામ ચઢાવશે તો તેનાથી અમે પરાજિત થઈ ગયા એમ સમજવું. પછી તે તમારી પુત્રી સીતાને સુખે પરણે” આવી પ્રતિજ્ઞા બળાત્કારે જનકરાજા પાસે કબુલ કરવી તેણે જનકને મિથિલા પહોંચાડ્યો, અને પોતે પણ પુત્રપરિવાર સહિત ત્યાં જઈ બંને ધનુષ્ય જનકના દરબારમાં મૂકી નગરીની બહાર ઉતર્યો. જનકે રાત્રિમાં બનેલું આ બધું વૃત્તાંત પિતાની મહારાણી વિદેહાને કહ્યું, જે તત્કાળ તેના હૃદયમાં શલ્યરૂપ થઈ ગયું. વિદેહા રૂદન કરીને બોલવા લાગી કે-“હે દૈવ ! તું અત્યંત નિર્દય છે. તે મારા એક પુત્રને હરી લીધું છે, તેથી પણ તૃપ્ત ન થતાં આ એક પુત્રીને પણ હરી લેવા ધારે છે ! આ લેકમાં પુત્રીને માટે સ્વેચ્છાથી વર ગ્રહણ કરાય છે, બીજાની ઈચ્છા પ્રમાણે ગ્રહણ કરાતો નથી; પણ મારે તો દૈવગે બીજાની ઈચ્છા પ્રમાણે વર ગ્રહણ કરવાનો વખત આવ્યું છે. બીજાની ઈચ્છાથી પ્રતિજ્ઞા કરેલ આ ધનુષ્યનું આરોપણ જે રામ કરી શકે નહિ અને કોઈ બીજે કરે તો જરૂર મારી પુત્રીને અનિષ્ટ વરની પ્રાપ્તિ થાય; માટે હવે શું કરવું ?” વિદેહાનો આવો વિલાપ સાંભળી જનકરાજા બોલ્યા- હે દેવી ! તમે ભય પામે નહિ, મેં એ રામનું બળ જોયેલું છે. આ ધનુષ્ય તેને એક લતા જેવું છે.”
વિદેહાને એવી રીતે સમજાવી જનકે બીજે દિવસે પ્રભાતમાં માંચાઓથી મંડિત એવા મંડપમાં તે બને ધનુષ્યરત્નને પૂજા કરીને સ્થાપન કર્યા. સીતાના સ્વયંવરને માટે જનક રાજાએ બોલાવેલા વિદ્યાધરને અને મનુષ્યોના રાજાઓ આવી આવીને મંચ ઉપર બેઠા પછી જાનકી દિવ્ય અલંકારને ધારણ કરીને સખીઓથી પરવારી સતી જાણે ભૂમિપર ચાલતી દેવી હોય તેમ તે મંડપમાં આવી. લોકોનાં નેત્રને અમૃતની સરિતા જેવી તે જાનકી રામને