________________
સગ ૪ થે ભામંડલે નમસ્કાર કર્યો, એટલે તેઓએ તેને મસ્તકમાં ચુંબન કરી હર્ષાશ્રુના જળથી ન્ડવરાવ્યો.
તે વખતે રાજા ચંદ્રગતિએ સંસારથી ઉદ્વેગ પામી ભામંડલને રાજ્ય પર સ્થાપીને સત્યભૂતિ મુનિની પાસે દીક્ષા લીધી. પછી ભામંડલ સત્યભૂતિ અને ચંદ્રગતિ મુનિ, જનક અને વિદેહા માતાપિતા), દશરથરાજા, સીતા અને રામને નમીને પિતાના નગરમાં ગયે. રાજા દશરથે સત્યભૂતિ મહર્ષિને પિતાના પૂર્વ ભ પૂછયા, એટલે મુનિ કહેવા લાગ્યા કે- સેનાપુરમાં ભાવન નામના કોઈ મહાતમા વણિકને દિપિકા નામની પત્નીથી થયેલી ઉપાસ્તિ નામે એક કન્યા હતી, તે ભવમાં સાધુઓના સાથે પ્રત્યેનીકપણે વર્તવાથી તેણે તિર્યંચ વિગેરે મહા કષ્ટકારી નિઓમાં ચિરકાળ પરિભ્રમણ કર્યું. અનુક્રમે રંગપુરમાં ધન્ય નામના વણિકની સુંદરી નામની પત્નીથી વરૂણ નામે પુત્ર થયે. તે ભવમાં પ્રકૃતિથીજ ઉદાર એવે તું નિરંતર સાધુઓને શ્રદ્ધાપૂર્વક અધિક દાન આપતો હતો. ત્યાંથી કાળધર્મ પામીને તું ધાતકીખંડ દ્વીપમાં ઉત્તરકુરુક્ષેત્રને વિષે જુગાલી આપણે ઉત્પન્ન થયે; ત્યાંથી દેવપણાને પ્રાપ્ત થયા. ત્યાંથી રવીને પુષ્કલાવતી વિજયમાં પુષ્કલા નગરીના રાજા નંદિઘોષ અને પૃથ્વી દેવી તું નંદિવર્ધ્વન નામે પુત્ર થયો. નંદિઘોષ રાજા તનેનંદિવર્ધનને રાજ્ય ઉપર બેસારી યશોધર મુનિની પાસે દીક્ષા લઈ કાળધર્મ પામીને વેયકમાં દેવપણે ઉત્પન્ન થયા. તું નંદિવલદ્ધન શ્રાવકપણું પાળી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને પ્રત્યગ વિદેહમાં શૈતાઢય ગિરિની ઉત્તર શ્રેણીના આભૂષણરૂપ શિશિપુર નામના નગરમાં બેચરપતિ રતનમાળીની વિકલતા નામની સ્ત્રીથી સૂર્યજય નામે તું મહાપરાક્રમી પુત્ર થયે. એક વખતે રત્નમાળી ગર્વ પામેલા વિદ્યાધરપતિ વજનયનને જીતવાને માટે સિંહપુર ગયો. ત્યાં તેણે બાલ, વૃદ્ધ, સ્ત્રી, પશુ અને ઉપવન સહિત બધા સિંહપુરને દહન કરવા માંડયું. તે વખતે ઉપમન્યુ નામના તેના પૂર્વ જન્મના પુરોહિતનો જીવ જે સહસાર દેવલોકમાં દેવ થયો હતો તેણે આવીને કહ્યું-“હે મહાનુભાવ ! આવું ઉગ્ર પાપ કર નહિ, તું પૂર્વ જન્મમાં ભુરિનંદન નામે રાજા હતો. તે વખતે તે વિવેકથી માંસજન ન કરવું એવી પ્રતિજ્ઞા લીધી હતી, પછી ઉપમન્યુ નામના પુરોહિતના કહેવાથી તે તે પ્રતિજ્ઞા ભાંગી હતી. એક વખતે ઉપમન્યુ પુરોહિતને સ્કંદ નામના એક પુરૂષે મારી નાંખ્યો ત્યાંથી તે હાથી થયો. તે હાથીને ભૂરિનંદન રાજાએ પકડી લીધે. એકદા યુદ્ધમાં તે હાથી મૃત્યુ પામ્યો, અને ભૂરિનંદન રાજાની ગાંધારી નામની પત્નીના ઉદરથી અરિસૂદન નામે પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યાં જાતિસ્મરણાને ઉત્પન્ન થતાં તેણે દીક્ષા લીધી. ત્યાંથી મૃત્યુ પામીને આ હું સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયેલો છું. રાજા ભૂરિનંદન મૃત્ય પામીને એક વનમાં અજગર થયો. ત્યાં દાવાનળથી દગ્ધ થઈને બીજી નરકભૂમિમાં ગયો. પૂર્વના નેહને લીધે મેં નરકમાં જઈને તેને પ્રતિબંધ આપ્યો. ત્યાંથી નીકળીને તું રત્નમાળી રાજા થયો છે. જેમ પૂર્વભવે માંસના પચ્ચખાણને ભંગ કર્યો હતો, તેમ અનંત દુઃખદાયક પરિણામવાળે આ નગરદાહ તું કર નહિ.” આ પ્રમાણે પિતાને પૂર્વભવ સાંભળી રત્નમાળી યુદ્ધમાંથી નિવૃત્ત થયો; અને તારા (સૂર્યજયના) સૂર્યનંદન નામના પુત્રને રાજ્ય ઉપર બેસારીને તત્કાળ યજય પુત્ર સહિત તિલકસુંદર નામના આચાર્યની પાસે દીક્ષા લીધી બંને જણ મુનિપણમાં મૃત્યુ પામી મહાશુક્ર દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ૨૩વીને સૂર્ય જય તે તું દશરથ થયો, અને રત્નમાળી વીને આ જનકરાજા થયો. પુરોહિત
૧ આઠમું દેવલોક. ૨ સાતમું દેવલોક.