________________
૬૦
સર્ગ ૪ થે
મનમાં ધારી ધનુષ્યની પૂજા કરીને ત્યાં ઊભી રહી. નારદને કહેવા પ્રમાણે જ તે સીતાના રૂપને જોઈને કુમાર ભામંડલને કામદેવ પ્રહાર કરવા લાગ્યો. તે વખતે જનકના એક દ્વારપાલે ઊંચા હાથ કરીને કહ્યું કે-“હે સર્વ ખેચરે અને પૃથ્વીચારી રાજાઓ ! તમને જનક રાજા કહે છે કે જે આ બે ધનુષ્યમાંથી એક ધનુષ્યને ચઢાવે તે મારી પુત્રીને પરણે.” આ પ્રમાણે સાંભળી પરાક્રમી ખેચરે અને ભૂચર રાજાએ ધનુષ્ય ચઢાવવા માટે ધનુષ્યની પાસે એક પછી એક આવવા લાગ્યા, પરંતુ ભયંકર સર્ષોથી વીંટાએલા અને તીવ્ર તેજવાળા તે બંને ધનુષ્યને સ્પર્શ કરવાને પણ કોઈ સમર્થ થયું નહિ, તો ચઢાવવાની તે વાતજ શી કરવી ! ધનુષ્યમાંથી નીકળતા તણખાની અનેક જ્વાલાઓથી દગ્ધ થયેલા તેઓ લજજાથી અધોમુખ થઈને પાછા નિવૃત્ત થતા હતા. પછી જેના કાંચનમય કુંડલ ચલાયમાન થઈ રહ્યા છે એવા દશરથકુમાર રામ ગઢની લીલાએ ગમન કરતાં તે ધનુષ્યની પાસે આવ્યા. તે સમયે ચંદ્રગતિ વિગેરે રાજાઓ એ ઉપહાસ્યથી અને જનકે શંકાથી જોયેલા લમણના જ્યેષ્ટ બંધુ રામે નિઃશંકપણે વજને ઈદ્ર સ્પર્શ કરે તેમ જેની ઉપરથી સર્ષ અને અગ્નિવાળા શાંત થઈ ગયેલ છે એવા વાવર્ત ધનુષ્યનો કરવડે સ્પર્શ કર્યો. પછી ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ એવા રામે લોઢાની પીઠ ઉપર રાખી બરૂની જેમ નમાવીને તે ધનુષ્યને પણછ ઉપર ચઢાવ્યું, અને તેને કાન સુધી ખેંચીને એવું આસ્ફાલન કર્યું કે જેથી પિતાની કીતિન પટ જેવું તે ધનુષ્ય શબ્દથી ભૂમિ અને અંતરીક્ષના ઉદરને પૂર્ણ કરતું ગાજી ઉઠયું. તત્કાલ સીતાએ સ્વયમેવ રામના કંઠમાં સ્વયંવરમાળા નાંખી અને રામે ધનુષ્ય ઉપરથી પણછને ઉતારી નાંખી. પછી લક્ષમણે પણ રામની આજ્ઞાથી તત્કાલ અણુવાવર્ત ધનુષ્ય ચઢાવ્યું; તેને લે કા વિસ્મયથી જોઈ રહ્યા. તેનું આસ્ફાલન કરતાં તેણે નાદથી દિશાઓના મુખને બધિર કરી નાંખ્યાં. પછી પણ છને ઉતારીને તેને પાછું તેના સ્થાન ઉપર મૂકી દીધું. તે વખતે ચકિત અને વિમિત થયેલા વિદ્યાધરએ દેવકન્યા જેવી અદ્દભુત પોતાની અઢાર કન્યાઓ લમણુને આપી. ચંદ્રગતિ વિગેરે વિદ્યાધરોના રાજાએ વિલખા થઈને તપી ગયેલા ભામંડલ સહિત પોતપોતાને સ્થાનકે ગયા.
જનક રાજાએ મોકલેલા સંદેશાથી તત્કાળ દશરથ રાજા ત્યાં આવ્યા, અને રામ અને સીતાને મોટા ઉત્સવથી વિવાહ કર્યો. જનકના ભાઈ કનકે સુપ્રભા રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી ભદ્રા નામની પુત્રી ભરતને આપી. પછી દશરથ પુત્ર અને વધૂઓની સાથે નગરજના જેમાં ઉત્સવ કરી રહ્યા છે એવી અધ્યા નગરીમાં આવ્યા
એકદા દશરથ રાજાએ મોટી સમૃદ્ધિથી રૌત્યમહોત્સવ અને શાંતિસ્નાત્ર કરાવ્યાં. પછી રાજાએ સ્નાત્રજળ અંત:પુરના અધિકારી વૃદ્ધ પુરૂષની સાથે પ્રથમ પોતાની પટ્ટરાણીને મોકલ્યું અને પછી દાસીઓ દ્વારા બીજી રાણીઓને સ્નાત્રજળ મોકલાવ્યું. યૌવનવયને લીધે શીધ્ર ચાલનારી દાસીઓએ ઉતાવળે આવીને બીજી રાણીઓને સનાત્રજળ પહોંચાડયું એટલે તેમણે તત્કાળ તેનું વંદન કર્યું. પેલા અંતઃપુરને અધિકારી વૃદ્ધપણાને લીધે શનિની જેમ મંદમંદ ચાલતું હતું તેથી પટ્ટરાણીને સ્નાત્ર જળ તરત મળ્યું નહીં; એટલે તે વિચારવા લાગી કે “રાજાએ બધી રાણીઓની ઉપર નિંદ્રનું સ્નાત્રજળ મોકલીને પ્રસાદ કર્યો, અને હું પટ્ટરાણી છતાં મને મોકલાવ્યું નહિ; માટે મારા જેવી મંદભાગ્યાને જીવીને શું કરવું છે? માનને વંસ થયા છતાં જીવવું તે મરણથી પણ વિશેષ દુઃખરૂપ છે.' આ પ્રમાણે વિચારી મરવાનો નિશ્ચય કરીને એ મનસ્વિનીએ અંદરના ખંડમાં જઈ વસ્ત્રવડે ફાંસે ખાવાને આરંભ કર્યો, તેટલામાં રાજા દશરથ ત્યાં આવી ચડ્યા. તેને તેવી સ્થિતિમાં જોઈ તેના