________________
૫વ ૭ મું
તુલ્ય માનનારી સ્ત્રીઓમાં આજે દષ્ટાંતરૂપ થઈ પડી છે. એ ઉત્તમ સતી કષ્ટથી કિચિત પણ ભય પામતી નથી. અહીં ! તે આવા અત્યુત્તમ શીલથી પિતાના બંને કુળને પવિત્ર કરે છે.” આ પ્રમાણે શેકથી ગદ્ગદ્ વાણીવડે વર્ણન કરતી નગરસ્ત્રીઓ વનમાં જતી સીતાને મહા કષ્ટ જોઈ શકી. - “રામ વનવાસ કરવાને નીકળ્યા” એવા ખબર સાંભળી લક્ષમણનો ક્રોધાગ્નિ પ્રજવલિત થયો, તે હદયમાં આ પ્રમાણે વિચારવા લાગ્યું કે મારા પિતા દશરથ પ્રકૃતિથીજ સરલ છે અને સ્ત્રીઓ સ્વભાવિક રીતે સરલ હતી જ નથી; નહિ તો કેકેયી ચિરકાળ પર્યત વરદાન રાખી મૂકીને આ વખતે કેમ માગી લે ! પિતા દશરથે ભરતને રાજ્ય આપ્યું, અને પિતાની ઉપરથી ઋણ ઉતારી પિતૃઓને ઋણનો ભય દૂર કર્યો. હવે હું નિર્ભય થઈ મારા ક્રોધને વિરામ પમાડવા માટે એ કુળાધમ ભરત પાસેથી રાજ્ય હરી લઈને પાછું તે રામને સેંપી દઉં ? પરંતુ એ રામ મહા સત્યવાન છે, તેથી તૃણવત્ ત્યજી દીધેલા રાજ્યને તે પાછું લેશે નહિ, અને તેમ કરવાથી પિતાને પણ દુઃખ થશે, માટે પિતાને તો દુ:ખ ન થવું જોઈએ; તેથી ભરત ભલે રાજા થાય, હું એક પાળાની જેમ રામની પછવાડે વનમાં જઈશ.” આ પ્રમાણે વિચારી સૌમિત્રિપિતાની રજા લઈને પિતાની માતા સુમિત્રાને પૂછવા ગયે. ત્યાં જઈ તેને પ્રણામ કરીને બોલ્ય-“હે માતા ! રામ વનમાં જાય છે, તેથી તેમની પછવાડે હું પણ જઈશ; કેમકે સમુદ્ર વિના મર્યાદાની જેમ રામ વિના લકમણ રહેવાને સમર્થ નથી. આવાં પુત્રનાં વચન સાંભળી માંડમાંડ ધીરજ રાખીને સુમિત્રા બેલી-વત્સ! તને સાબાશ છે, મારે પુત્ર હોય તે જ્યેષ્ઠ બંધુને જ અનુસરે. પણ હે વત્સ રામચંદ્ર મને નમસ્કાર કરીને ક્યારના ગયા છે, તેથી તારે છે હું પડી જશે. માટે હવે તું વિલંબ કર નહિ.” આવાં માતાનાં વચન સાંભળી માતા ! તમને ધન્ય છે, તમે જ ખરેખરાં મારાં માતા છો.” એમ કહી તેમને પ્રણામ કરીને લક્ષમણ અપરાજિતા (કૌશલ્યા) ને પ્રણામ કરવા ગયે. તેમને પ્રણામ કરીને લક્ષમણ બોલ્યો-“માતા ! મારા આર્યબંધુ એકાકી વનમાં ગયા છે, તેથી તેમની પછવાડે જવાને હું ઉત્સુક છું, માટે તમારી રજા લેવા આવ્યો છું. કૌશલ્યા નેત્રમાં અશ્રુ લાવીને બોલ્યાં-“વત્સ ! હું મંદભાગ્યા મારી ગઈ છું, કારણ કે તું પણ મને છોડીને વનમાં જાય છે. હે લક્ષમણ ! રામના વિરહથી પીડિત એવી મને આશ્વાસન આપવાને તું એક તે અહીં જ રહે, પ્રયાણ કરે નહિ.” લક્ષ્મણે કહ્યું – “હે માતા ! તમે રામની માતા છે. અૌર્ય રાખે નહિ. મારા બંધુ દૂર ચાલ્યા જાય છે, માટે હું સત્વર તેમની પછવાડે જઈશ તેથી હે દેવી! મને વિધ્ર કરે નહિ. હું સદા રામને આધીન છું.” આ પ્રમાણે કહી પ્રણામ કરીને લક્ષ્મણ ધનુષ્યભાથા લઈ સત્વર રામસીતાની પછવાડે દેડી પુગ્યા. પછી જેમનાં મુખકમળ પ્રકુલિત છે એવાં એ ત્રણે વિલાસ માટે ઉપવનમાં જાય તેમ વનવાસને માટે ઉદ્યમી થઈ નગરીમાંથી બહાર નીકળ્યાં. જ્યારે પ્રાણુની જેમ રામ, લક્ષ્મણ અને સીતા નગરની બહાર નીકળ્યાં, ત્યારે નગરીનાં નર તથા નારીઓ મહાકષ્ટકારી દશાને પામી ગયાં. નગરજનો મોટા રાગથી તેઓની પછવાડે વેગવડે દેડવા લાગ્યા, અને ફૂર કૈકેયીના અત્યંત અપવાદ બલવા લાગ્યા. રાજા દશરથ પણ અંતઃપુરના પરિવાર સહિત સ્નેહરૂપ દેરીથી ખેંચાઈને રૂદન કરતા સતા તત્કાળ રામની પછવાડે ચાલ્યા. જ્યારે રાજા અને સર્વ પ્રજાજન રામની પછવાડે બહાર નીકળ્યા ત્યારે બધી અયોધ્યાપુરી જાણે ઉજજડ હોય તેવી દેખાવા લાગી. રામે પિતા અને માતાઓને વિનય
૧ સુમિત્રાનો પુત્ર લક્ષ્મણ,