________________
પવ ૭ મું
૫૧ અપુત્ર મૃત્યુ પામે, ત્યાં મંત્રીઓએ કરેલા પાંચ દિવ્ય વડે સદાસને અભિષેક થતાં તે ત્યાંના રાજા થયે. દાસે પિતાના પુત્ર સિંહરથ પાસે એક દૂત મોકલીને કહેવરાવ્યું કે 'તું સદાસની આજ્ઞા માન્ય કર.” દૂતે જઈ તે પ્રમાણે કહ્યું, એટલે સિંહરથે તે દૂતનો તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. તેણે આવીને સોદાસને જે બન્યું હતું તે યથાર્થ કહી આપ્યું. પછી સિંહરથ ઉપર દાસ અને સેદાસ ઉપર સિંહરથ એમ બન્નેએ યુદ્ધ કરવા માટે ચડાઈ કરી. માર્ગમાં બનેના સૈન્ય એકઠાં થયાં એટલે યુદ્ધ શરૂ થયું. છેવટે સદાસે સિંહરથને જીતી લઈ હાથે પકડી તેને બન્ને રાજ્ય આપીને પિતે દીક્ષા લીધી.
સિંહરથને પુત્ર બ્રહ્મરથ થયે. તે પછી અનુક્રમે ચતુર્મુખ, હેમરથ, શતરથ, ઉદયપૃથુ, વારિરથ, ઈદુરથ, આદિત્યરથ, માંધાતા, વીરસેન, પ્રતિમન્યુ, પદ્મબંધુ, રવિન્યુ, વસંતતિલક, કુબેરદત્ત, કુંથુ, શરભ, દ્વિરદ, સિંહદર્શન, હિરણ્યકશિપુ, પંજસ્થળ, કાકુસ્થળ અને રઘુ વિગેરે અનેક રાજાઓ થયા. તેમાં કેટલાક મોક્ષે ગયા અને કેટલાક સ્વર્ગ ગયા. પછી શરણાથીને શરણ કરવા ગ્ય અને નેહીઓના ઋણમાંથી મુક્ત રહેનાર અનરણ્ય નામે રાજા સાકેતનગર (અધ્યા) માં થયો. તેને પૃથ્વીદેવીના ઉદથી અનંતરથ અને દશરથ નામે બે પુત્રો થયા. તે અનરણ્ય રાજાને સહસ્ત્રકિરણ નામે એક મિત્ર હતા, તેણે રાવણ સાથે યુદ્ધમાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા લીધી. તેની સાથેની દઢ મિત્રતાથી અનરણ્ય રાજાએ માત્ર એક માસના થયેલા નાના પુત્ર દશરથને રાજ્યલક્ષમી સપીને અનંતરથ પુત્ર સહિત દીક્ષા લીધી. અનુક્રમે અનરણ્ય રાજર્ષિ મોક્ષે ગયા, અને અનંતરથ મુનિ તીવ્ર તપસ્યા કરતા સતા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
દશરથ ક્ષીરકંઠ બાલ્યાવસ્થામાં રાજા થયે, પરંતુ વયે અને પરાક્રમે સાથેજ વૃદ્ધિ પામે. તેથી નક્ષત્રમાં ચંદ્ર, ગ્રહોમાં સૂર્ય અને પર્વતોમાં મેરૂની જેમ અનેક રાજાઓની મધ્યમાં શોભવા લાગ્યા. જ્યારે દશરથ રાજા રાજ્યના સ્વામી થયા, ત્યારે લોકોને પરચક્ર વિગેરેથી થતા ઉપદ્ર આકાશપુષ્પની જેમ અષ્ટપૂર્વ થઈ ગયા. યાચકોને ઇચ્છા પ્રમાણે દ્રવ્ય અને આભૂષણે વિગેરેનું અનગલ દાન દેવાથી તે રાજા મદ્યાંગ વિગેરે દશ પ્રકારનાં ક૯૫વૃક્ષ ઉપરાંત અગ્યારમું ક૯પવૃક્ષ ગણાવા લાગ્યા. પિતાના વંશના કમથી આવેલા સામ્રાજ્યની જેમ આહંત ધર્મને પણ તે સર્વદા અપ્રમત્તપણે ધારણ કરવા લાગ્યો. - દશરથ રાજા યુદ્ધમાં જયશ્રીની જેમ દર્ભસ્થળ (કુશસ્થળ) નગરના રાજા સુકેશલની અમૃતપ્રભા નામની રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી અપરાજિતાનામની એક રૂપલાવણ્યવતી પવિત્ર કન્યા પરણ્યા. ત્યારપછી રહિણીને ચંદ્ર પરણે તેમ કમલસંકુલ નગરના રાજા સુબંધુ તિલકની મિત્રાદેવી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી કચીર નામની કન્યાને પરણ્યા. તે કૈકેયીના મિત્રાબુ, સુશીલા અને સુમિત્રા એવાં બીજાં નામ પણ હતાં. ત્યાર પછી પુણ્ય, લાવણ્ય અને સૌંદર્યથી જેનું ઉત્તમ અંગ છે એવી સુપ્રભા નામની અનિંદિત રાજપુત્રીને પણ પરણ્યા. વિવેકી જનમાં શિરોમણિરૂપ દશરથ રાજા ધર્મ અર્થને બાધા કર્યા વગર તે ત્રણે રાજકન્યાઓની સાથે વિષયસુખ ભોગવવા લાગ્યા.
એ સમયમાં અર્ધ ભરતક્ષેત્રના રાજ્યને ભોગવનારા રાવણે સભામાં બેઠે સતે કઈ ઉત્તમ નૈમિત્તિકને પૂછયું કે- હે નિમિત્તજ્ઞ! દેવતા અમર કહેવાય છે, પણ તેઓ નામનાજ
૧ એનું બીજું નામ કૌશલ્યા હતું. ૨ આનું પ્રસિદ્ધ નામ સુમિત્રા હતું, કે જે લમણનો માતા થયેલી છે.