________________
પર્વ ૭ મું
રાજા સુકોશલે કહ્યું કે “તારા ગર્ભમાં જે પુત્ર છે તેને મેં રાજ્ય ઉપર અભિષેક કરેલ છે. કેમ કે ભવિષ્ય કાળમાં પણ ભૂતકાળને ઉપચાર થાય છે. એ પ્રમાણે કહી સર્વ લોકોની સંભાવના કરી સુકેશલે પિતાની પાસે દીક્ષા ગ્રહણ કરી અને મહા આકરી તપસ્યા કરવા લાગ્યા, મમતારહિત અને કષાયવર્જિત એ પિતા પુત્ર મહામુનિ થઈ પૃથ્વીતળને પવિત્ર કરતાં સાથે જ વિહાર કરવા લાગ્યા. પુત્રના વિયેગથી સહદેવીને ઘણે ખેદ થયે; તેથી આર્તધ્યાનપરાયણપણે મૃત્યુ પામીને તે કઈ ગિરિની ગુફામાં વાઘણ થઈ.
કીર્તિધર અને સુશલ મુનિ કે જે મનને દમન કરનારા, પિતાના શરીરમાં પણ નિસ્પૃહ અને સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર હતા તેઓ ચાતુર્માસ નિર્ગમન કરવાને માટે એક પર્વતની ગુફામાં સ્થિર આકૃતિ કરીને રહ્યા. જ્યારે કાર્તિક માસ આવ્યા, ત્યારે તે બંને મુનિ પારણાને માટે ચાલ્યા ત્યાં માર્ગમાં યમદૂતી જેવી પેલી દુષ્ટ વ્યાધ્રીએ તેઓને દીઠા. તત્કાળ તે વ્યાછી મુખ ફાડીને સામી દોડી આવી. “દુહૃદ અને સુહદ જનોનું દૂરથી આગમન સરખું જ હોય છે.” વ્યાઘ્રી નજીક આવીને ઉપર પડવા તૈયાર થઈ, એટલે તે મુનિઓ ધર્મધ્યાનમાં તત્પર થઈને ત્યાંજ કાર્યોત્સર્ગે રહ્યા. તે વ્યાધી પ્રથમ વિદ્યની પેઠે સુકેશલ મુનિ ઉપર પડી અને દુરથી દેડીને પ્રહાર કરવા વડે તેમને પ્રથ્વીપર પાડી નાંખ્યા. પછી નખરૂપ અંકશથી તેના ચમને ચટટ શબ્દ કરતું ફાડી નાંખ્યું, અને મરૂદેશની વટેમાર્ગ સ્ત્રી જેમ અતિ તૃષાર્તપણે પાણી પીએ તેમ તે રૂધિર પાન કરવા લાગી. રાંક સ્ત્રી જેમ વાલુંક ખાય તેમ દાંતથી તડતડ તોડીને માંસ ખાવા લાગી; અને ઇક્ષુદંડ (શેરડી)ને જેમ હાથિણી પીલી નાંખે તેમ તે કટકટ કરતી કઠોર અસ્થિઓને દાંતરૂપ યંત્રના અતિથિ કરવા લાગી. પરંતુ “આ વાઘણ મને કર્મક્ષયમાં સહાયકારી છે એમ માની મુનિ જરા પણ ગ્લાનિ પામ્યા નહીં, પરંતુ ઉલટા રોમાંચકંચુકને ધરવા લાગ્યા. વ્યાધીએ આ પ્રમાણે ભક્ષણ કરાતા સુકેશલ મુનિ શુકલધ્યાન વડે તત્કાળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને મેક્ષે ગયા, તેવી જ રીતે કીર્તિધર મુનિ પણ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી અનુક્રમે અદ્વૈત સુખના સ્થાનરૂપ પરમપદને પ્રાપ્ત થયા.
અહીં સુકોશલ રાજાની સ્ત્રી ચિત્રમાલાએ એક કુલનંદન પુત્રને જન્મ આપ્યો. તેનું હિરણ્યગર્ભ નામ પાડયું; કારણ કે તે ગર્ભમાંથી જ રાજા થયે હતું. જ્યારે તે યૌવનવયને પ્રાપ્ત થયે, ત્યારે મૃગાવતી નામે એક મૃગાક્ષી સ્ત્રીને પરો. તે મૃગાવતી રાણીથી હિરણ્યગર્ભ રાજાને જાણે બીજે હિરણ્યગર્ભ હોય તે નઘુષ નામે પુત્ર થયે. એક વખતે હિરણ્યગર્ભને પિતાના મસ્તક પર ત્રીજીવયનું જાણે જામીન હોય તેવું એક પળી જોવામાં આવ્યું તેથી તત્કાળ ભૈરાગ્ય ઉત્પન્ન થતાં નઘુષને પોતાના રાજ્ય ઉપર બેસારી તેમણે વિમલ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. નરેમાં સિંહ જેવા નઘુષને સિંહિકા નામે એક પત્ની હતી, તેની સાથે કીડા કરતે નઘુષરાજા પિતાનું રાજ્ય ચલાવવા લાગ્યા. એક નઘુષ રાજા પિતાની પત્ની સિંહિકાને રાજ્યમાં મૂકીને ઉત્તરાપથના રાજાઓને જીતવા ગયે. તે વખતે દક્ષિણાપથના રાજાઓ એ જાણ્યું કે “અત્યારે નઘુષ રાજ્યમાં નથી, માટે આપણે ચાલે તેનું રાજ્ય લઈ લઈએ.’ આમ વિચારી તેઓએ અયોધ્યા પાસે આવીને ઘેરે નાંખ્યો. શત્રુઓ છળનિષ્ઠ જ હોય છે. તે વખતે સિંહિકા રાણીએ પુરૂષની જેમ તેઓની સામે થઈ તેઓને જીતીને નસાડી મૂક્યા. “શું સિંહણ હાથીને મારતી નથી ?” નઘુષ રાજા ઉત્તરાપથના રાજાઓને જીતીને અયોધ્યામાં આવતાં તેણે પિતાની પત્નીએ
૧ વૃદ્ધય.