________________
પર્વ ૭ મું
૫૫ નીકળેલા સૂર્યના જેવા પ્રતાપથી પ્રકાશતો સત રાજ્ય કરવા લાગે. અન્યદા કેકેયી રાણીએ શુભ સ્વપ્નથી સૂચિત અને ભરતક્ષેત્રના આભૂષણરૂપ ભરત નામના પુત્રને જન્મ આપ્યો. સુપ્રભાએ પણ જેની ભુજાનું પરાક્રમ શત્રુદન છે એવા શત્રુન નામને કુળનંદન પુત્રને જન્મ આપ્યા. સ્નેહથી રાતદિવસ અવિયુક્ત રહેતા ભારત અને શત્રુદન પણ જાણે બીજા બળદેવ અને વાસુદેવ હોય તેમ શેભતા હતા. રાજા દશરથે ચાર ગજદંતકૃતિ પર્વતોથી જેમ મગિરિ શેભે છે તેમ ચાર પુત્રોથી શોભવા લાગ્યા.
આ જબૂદ્વીપના ભરતક્ષેત્રને વિષે દારૂ નામના ગામમાં વસુભૂતિ નામે એક બ્રાહ્મણ રહેતું હતું. તેને અનુકશા નામની સ્ત્રીથી અતિભૂતિ નામે એક પુત્ર થયો. અતિભૂતિને સરસા ના મ પની થઈ. એક વખતે કયાન નામના એક બ્રાહ્મણે તેના ઉપર રાગ થવાથી છળવડે તેનું હરણ કર્યું. કામાતુર મનુષ્ય શું ન કરે ? અતિભૂતિ તેને શોધવાને ભૂતની જેમ પૃથ્વીપર ભમવા લાગે, અને તે પુત્ર અને પુત્રવધૂને માટે તેમની પછવાડે અનુકશા અને વસુભૂતિ પણ ફરવા લાગ્યા. બધે અટન કરતાં પણ તેઓને પુત્ર અને પુત્રવધૂને પત્તે લાગે નહિ. આગળ ચાલતાં એક મુનિ તેમના જોવામાં આવ્યા, એટલે તેમણે ભક્તિથી વંદના કરી. તેમની પાસેથી ધર્મ સાંભળીને બન્ને જણ એ વ્રત ગ્રહણ કર્યું. ગુરૂની આજ્ઞાથી અનુકશા કમલશ્રી નામની એક આર્યા પાસે રહી. કાળગે મૃત્યુ પામીને તેઓ સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. એક દિવસ પણ વ્રત આરાયું હોય તે સ્વર્ગ સિવાય બીજી ગતિ થતી નથી. વસુભૂતિ ત્યાંથી રવીને વૈતાઢય પર્વત ઉપર સ્થનૂપુર નગરને ચંદ્રગતિ નામે રાજા થયે. અનુકશા પણ ત્યાંથી ચ્યવીને વિદ્યાધરપતિ ચંદ્રગતિની પુષ્પવતી નામે પવિત્ર ચરિત્રવાળી સતી સ્ત્રી થઈ. પેલી સરસા કોઈ સાધ્વીને જોઈ, દક્ષા લઈ મૃત્યુ પામીને ઈશાન દેવલોકમાં દેવીપણે ઉત્પન્ન થઈ. સરસાના વિરહથી પીડિત એ અતિભૂતિ મૃત્યુ પામી સંસારમાં ચિરકાળ ભમાં અન્યદા એક હંસને શિશુ થયે. એક વખતે બાજ પક્ષીઓ તેને ભક્ષણ કરવા માટે ઉપડયા. તેમાંથી ખલના પામતાં તે કોઈ મુનિની પાસે પડ્યો. કઠે શ્વાસ આવેલ હોવાથી મુનિએ તેને નમસ્કારમંત્ર આપ્યા. તે મંત્રના મૃત્યુ પામીને તે કિન્નરજાતિના વ્યંતરમાં દશ હજાર વર્ષના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી
વીને વિદગ્ધ નામના નગરમાં પ્રકાશસિંહ રાજાની પ્રવરાવળી રાણીથી કંડલમંડિત નામને પુત્ર થયે. પેલો ક્યાન ભેગાસક્તપણે મરણ પામી ચિરકાળ ભવાટવીમાં ભમી ચક્રપુર નગરના રાજા ચક્રવજના પુરોહિત ધૂમ્રકેશની સ્વાહા નામની સ્ત્રીના ઉદરથી પિંગલ નામને પુત્ર થયે. તે પિંગલ ચક્રધ્વજ રાજાની અતિસુંદરી નામની પુત્રીની સાથે એક ગુરૂની પાસે ભણતા હતા. કેટલાક કાળ જતાં તે બંનેની વચ્ચે પરસ્પર અનુરાગ થયો. તેથી એક વખતે પિંગલ છળથી અતિસુંદરીનું હરણ કરીને વિદગ્ધ નગરે ચાલ્યો ગયો. કળાવિજ્ઞાન વિનાને પિંગલ તૃણુકાષ્ઠાદિ વેચીને પિતાની આજીવિકા ચલાવવા લાગ્યા. “નિર્ગુણીને તે જગ્યા છે. ત્યાં રહેલી અતિસુંદરી રાજપુત્ર કુંડલમંડિતના જોવામાં આવી, એટલે તત્કાળ તેમને પરસ્પર અનુરાગ ઉત્પન્ન થયે. રાજપુત્ર કુંડલમંડિતે તેનું હરણ કર્યું, પરંતુ પિતાના ભયથી તે કઈ દુર્ગ દેશમાં એક પલ્લી (નેહડો) કરીને તેની સાથે રહ્યા. - અતિસુંદરીના વિરહથી પિંગલ ઉન્મત્ત થઈને પૃથ્વી પર ભમવા લાગ્યો. એક વખતે ભમતાં ભમતાં આર્યગુપ્ત નામના આચાર્ય તેના જોવામાં આવ્યા. તેમની પાસેથી ધર્મ સાંભળીને તેણે દીક્ષા લીધી, પણ તેણે અતિસુંદરીને પ્રેમ જરા પણ છોડ્યો નહિ. પેલે કુંડલમંડિત પલીમાં રહ્યો તો શ્વાનની જેમ છળ કરીને દશરથ રાજાની ભૂમિને લૂંટવા લાગ્યો.