________________
સગ ૪ થે.
રામ લક્ષમણની ઉત્પત્તિ, વિવાહ અને વનવાસ મિથિલા નગરીમાં હરિવંશને વિષે વાસવકેતુ નામે એક રાજા હતો, તેને વિપુલા નામે સ્ત્રી હતી. તેઓને પૂર્ણ લક્ષમીવાળે અને પ્રજાઓને જનક સમાન જનક નામે એક પુત્ર થયો. અનુક્રમે તે રાજા થયો. એ સમયમાં અયોધ્યા નગરીમાં શ્રી હષભ ભગવાનના રાજ્ય ઈફવાકુવંશની અંતર્ગત રહેલા સૂર્યવંશમાં અનેક રાજાઓ થયા, જેમાંથી કેટલાક મોક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા. તે વંશમાં વિશમા અહંતનું તીર્થ પ્રવર્તતાં એક વિજય નામે રાજા થયો. તેને હિમચૂલા નામે પ્રિયા હતી. તેઓને વાજબાહુ અને પુરંદર નામે બે પુત્રો થયા. તે સમયમાં નાગપુરમાં ઈભવાહન રાજાને તેની ચૂડામણિ નામની રાણીથી મનેરમા નામે એક પુત્રી થઈ હતી. જ્યારે તે યૌવનવતી થઈ ત્યારે રોહિણીને ચંદ્રની જેમ વજુબાહુ તેને મેટા ઉત્સવથી પરણ્યો. ઉદયસુંદર નામનો તેનો સાળો ભક્તિથી જેની પછવાડે આવેલ છે એ વજબાહુ મનોરમાને લઈને પોતાના નગર તરફ ચાલ્યા. આગળ ચાલતાં માર્ગમાં એક ગુણસાગર નામના મુનિ તેમના જોવામાં આવ્યા. તે ઉદયાચલ ઉપર રહેલા સૂર્યની જેમ વસંતગિરિપર તપતેજથી પ્રકાશિત થઈ રહેલા હતા. તે મુનિ આતાપના કરતાં ‘ચ જઈ રહેલા હતા. તેથી જાણે મોક્ષમાર્ગને જોતા હોય તેમ દેખાતા હતા. મેઘને જોતાં મયરની જેમ તેને જોતાં જ વજબાહને હર્ષ ઉત્પન્ન થયે. તેથી તત્કાળ પિતાના વાહનને ઊભું રાખીને તે બે -“અહા ! કઈ આ મહાત્મા મુનિ વંદન કરવા યે છે. તે ચિંતામણિ રત્નની જેમ ઘણું પુણ્યથી જોવામાં આવ્યા છે. તે સાંભળી તેના સાળા ઉદયસુંદરે ઉપહાસ્યમાં કહ્યું કે કુમાર ! કેમ દીક્ષા લેવાની ઈચ્છા છે? વા બાહુ બે – હા, તેમ કરવાને મારું મન છે.” ઉદયસુંદરે ફરીવાર મશ્કરીમાં કહ્યું- હે રાજા ! જે તમારું મન હોય તે વિલંબ કરે નહિ, હું તમને સહાય આપીશ.” વજબાહુએ કહ્યું- મર્યાદાને સમુદ્ર ન તજે તેમ તમે તમારી પ્રતિજ્ઞાનો ત્યાગ કરશે નહિ.' તેણે બહુ સારું” એમ કહ્યું. તત્કાળ વજબાહુ જેમ મેહ ઉપરથી ઉતરે તેમ વાહન ઉપરથી ઉતરી પડ્યો, અને ઉદયસુંદર વિગેરેથી પરવાર્યો સતો વસંતશૈલ ઉપર ચડડ્યો. તેનો દઢ વિચાર જાણી ઉદયસુંદર બેલ્ય-“સ્વામી ! તમે દીક્ષા લેશે નહિ. મારા આ ઉપહાસ્ય વચનને ધિક્કાર છે! આપણે બંનેની વચ્ચે દિક્ષા વિષે ફક્ત મશ્કરીનાં જ વચને હતાં, તે તે વચનને ઉલ્લંઘન કરવામાં કાંઈ દેષ નથી. પ્રાયઃ વિવાહનાં ગીતની જેમ ઉપાહસ્યનાં વચને સત્ય હોતાં નથી. તમે અમને સર્વ પ્રકારની આપત્તિઓમાં સહાયકારી થશે, એવા અમારા કુળના મને રથને દીક્ષા લઈને અકસમાત્ તમે ભાંગશે નહિ. હજુ આ તમારે હાથે વિવાહની નિશાનીરૂપ ર પ્રાપ્ત થનારા ભેગને કેમ છોડી દ્યો છે ? હે સ્વામી ! તેમ કરવાથી મારી બેન મનોરમા સાંસારિક સુખના સ્વાદથી ઠગાઈ જશે, અને તમે જ્યારે તૃણની જેમ તેને ત્યાગ કરી દેશે ત્યાર પછી તે કેવી રીતે જીવી શકશે ?” વજીબાહ કુમાર બે -“હે ઉદયસુંદર ! માનવજન્મરૂપી વૃક્ષનું સુંદર ફળ ચારિત્ર જ છે. વળી સ્વાતી નક્ષત્રના મેઘનું જળ જેમ છીપમાં મોતીરૂપ થાય છે તેમ તમારાં મશ્કરીનાં વચન પણ મને પરમાર્થરૂપ થયાં છે. તમારી બેન મનેરમાં કુળવાન હશે તો તે મારી સાથે દીક્ષા ગ્રહણ કરશે, નહિ તો તેને માર્ગ કલ્યાણકારી