________________
પર્વ ૭ મું
૪૫
ત્યાં આનંદસાગરમાં ચંદ્રરૂપ મોટો ઉત્સવ કર્યો. પછી તેઓ પોતાના વિમાનોથી આકાશને તારાવાળું કરતાં હવેથી હનુપુરમાં ગયા. મહેદ્ર રાજા પણ માનસગા સહિત ત્યાં આવ્યો, અને કેતુમતી દેવી તથા બીજા સર્વ સંબંધીઓ પણ ત્યાં આવી મળ્યા. એક બીજાના સંબંધી અને બંધુરૂપ ત્યાં મળેલા વિદ્યાધરોના રાજાઓએ પરસ્પર મળીને પૂર્વના ઉત્સવથી પણ અધિક ઉત્સવ કર્યો. પછી પરસ્પરની રજા લઈ સર્વે પિતપતાના સ્થાને ગયા, અને પવનંજય પિતાની પ્રિયા અંજના અને કુમાર હનુમાનની સાથે ત્યાં રહ્યો.
કુમાર હનુમાન પિતાના મનરો સાથે મોટે થયે અને તેણે સર્વ કળા અને વિદ્યા સાધી લીધી. શેષનાગની જેવી લાંબી ભુજાવાળે, અસ્ત્રશાસ્ત્રમાં પ્રવીણ અને કાંતિવડે સૂર્ય જે હનુમાન અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયે.
આ સમયમાં કોધીઓમાં શ્રેષ્ઠ અને બળના પર્વત જેવો રાવણ સંધીમાં કાંઈ દૂષણ ઉત્પન્ન કરીને વરૂણને જીતવા ચાલ્યો. દૂત મોકલીને તેડાવેલા વિદ્યાધરા શૈતાઢયગિરિના કટક જેવું કટક તૈયાર કરીને ત્યાં જવા ચાલ્યા. પવનંજય અને પ્રતિસૂર્ય પણ ત્યાં જવાને તૈયાર થયા. તે વખતે અવર્ટાભ આપવામાં ગિરિ જે હનુમાન આ પ્રમાણે બોલ્યા - “હે પિતાઓ ! તમે બંને અહીં જ રહે, હું એટલે જ શત્રુઓને જીતી લઈશ. તીક્ષ્ણ હથિવાર પાસે છતાં બાહથી કોણ યુદ્ધ કરે ? હું બાળક છું એવું ધારી મારી ઉપર અનુકંપ લાવશે નહિ; કારણ કે આપણા કુળમાં જન્મેલા પુરૂષને પરાક્રમને અવસર આવે ત્યારે વયનું પ્રમાણ રહેતું નથી. એવી રીતે કરી અતિ આગ્રહથી તેમને રોકી, પોતાને જવા માટે તેમની રજા મેળવી. તેઓએ જેના મસ્તક પર ચુંબન કરેલું છે એવા હનુમાને પ્રસ્થાનમંગળ કર્યું. એ દુર્વાર પરાક્રમી હનુમાન મોટા સામંત, સેનાપતિઓ અને સેંકડો સેનાથી પર સતો રાવણની છાવણીમાં આવ્યો. જાણે મૂર્તિમાન વિજય હોય તેવા હનુમાનને આવતે અને પ્રણામ કરતો જોઈ રાવણે હર્ષથી તેને પોતાના ઉસંગમાં બેસાર્યો. પછી રાવણ વરૂણની નગરી પાસે જઈ યુદ્ધ કરવા ઊભો રહ્યો, એટલે વરૂણ અને તેના પરાક્રમી સે પુત્રે યુદ્ધ કરવા માટે નીકળ્યા. વરૂણના પુત્ર રાવણની સાથે યુદ્ધ કરવા લાગ્યા અને વરૂણ, સુગ્રીવ વિગેરે વીરેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. મેટા પરાક્રમી અને રાતા નેત્રવાળા વરૂણના પુત્રએ ડુક્કરને જાતિવંત ધાન ખેદ પમાડે તેમ રાવણને યુદ્ધમાં મુંઝવી દીધું. તે સમયે ગજેન્દ્રોની સામે કેસરીકિશોરની જેમ ક્રોધથી દુર્ધર એવા દારૂણ હનુમાને પશુઓની જેમ પોતાની વિદ્યાના સામર્થ્યથી વરૂણના પુત્રોને બાંધી લીધા. તે જોઈ માર્ગમાં વૃક્ષોને હાથી ધ્રુજાવે તેમ સુગ્રીવ વિગેરેને કંપાવતે વરૂણ ક્રોધથી હનુમાન ઉપર દેડી આવ્યું. બાણોની શ્રેણીને વર્ષાવતા રાવણે નદીના વેગને પર્વત રેકે તેમ વરૂણને વચમાં જ ખલિત કર્યો; તેથી જેમ વૃષભ સાથે વૃષભ અને હાથી સાથે હાથી લડે, તેમ કીધાંધ વરૂણની સાથે રાવણે ઘણીવાર યુદ્ધ ચલાવ્યું. છેવટે છળને જાણનારા રાવણે સર્વ બળથી વરૂણને આકુળ વ્યાકુળ કરી ઉછળીને ઈદ્રને બાંધી લીધો હતો તેમ તેને બાંધી લીધે. “સર્વ ઠેકાણે છળ બલવાન છે.” પછી જય જય નાદથી દિશાઓના મુખને શબ્દાયમાન કરતે વિશાળ સ્કંધવાળો રાવણ પોતાની છાવણીમાં આવ્યું, અને પુત્ર સહિત વશ થઈને રહેવા કબુલ થયેલા વરૂણને રાવણે છોડી મૂકે. મહાત્માઓનો કેપ પ્રણિપાત સુધી જ હોય છે,
વરૂણે સત્યવતી નામની પોતાની પુત્રી હનુમાનને આપી. કેમકે “પોતાની જાતે જેનું બળ જોયેલું છે એ જામાતા મળવો દુર્લભ છે.”