________________
પર્વ ૭ મું
૪૩
પવનંજય તેની રજા લઈ પોતાના નગરમાં આ વ્યો. માતાપિતાને પ્રણામ કરી તે અંજનાના વાસગૃહમાં આવ્યો. ત્યાં અંજનારહિત તે વાસગૃહ જ્યોનારહિત ચંદ્રના જેવું નિસ્તેજ જોવામાં આવ્યું. ત્યાં રહેલી કોઈ એક સ્ત્રીને તેણે પૂછ્યું કે “નેત્રને અમૃતાંજન જેવી મારી પ્રિયા અંજના કયાં છે ?' તેણે કહ્યું કે “ તમે રણયાત્રામાં ગયા પછી કેટલેક દિવસે ગર્ભસંભવના દોષથી તમારી માતા કેતુમતીએ તેને કાઢી મૂકી છે, અને પાપી સેવક પુરૂષ તમારી માતાના હુકમથી મહેદ્ર નગરની નજીકના અરણ્યમાં હરિણીની જેમ ભયાકુલ એવી તે બાળાને મૂકી આવ્યા છે. તે સાંભળતાંજ પવનંજય પવનવેગે પારેવાની જેમ પ્રિયાને મળવાને ઉત્સુક થઈ પિતાના સાસરાના નગરમાં આવે ત્યાં પણ પ્રિયાને જોઈ નહીં, ત્યારે તેણે કઈ સ્ત્રીને પૂછયું કે “અહીં મારી પ્રિયા અંજના આવી હતી કે નહિ ?” તે સ્ત્રીએ કહ્યું “હા ! તે વસંતતિલકા સાથે અહીં આવી હતી, પણ તેની ઉપર આવેલા વ્યભિચારના દેષથી તેના પિતાએ તેને કાઢી મૂકેલી છે.” તે વચનથી જાણે વજથી હણયો હોય તે થઈ પવનંજય પ્રિયાને શોધવા માટે પર્વત અને વન વિગેરેમાં ભમવા લાગ્યો. કઈ ઠેકાણે જ્યારે તેને પિતાની પ્રિયાના ખબર મળ્યા નહિ, ત્યારે શાપથી ભ્રષ્ટ થયેલા દેવની જેમ. ખેદ પામી તેણે પોતાના પ્રહસિત નામના મિત્રને કહ્યું, “હે મિત્ર ! તુ જઈને મારાં માતાપિતાને કહે કે બધી પૃથ્વીમાં ભટકતાં હજુ સુધી મેં કઈ ઠેકાણે અંજનાસુંદરીને જોઈ નહીં, હજુ ફરીવાર અરણ્યમાં જઈ તે બિચારીનો શેધ કરીશ. જે મળશે તો સારું, નહિ તો છેવટ હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” પવનંજયના કહેવાથી પ્રહસિતે તત્કાળ આદિત્યપુરમાં આવી પ્રહૂલાદ અને કેતુમતીને તે સંદેશે કહ્યો. તે સાંભળીને કેતુમતી જાણે હૃદયમાં પાષાણથી હણાઈ હોય તેમ મૂછિત થઈને પૃથ્વી પર પડી. ડીવારે સંજ્ઞા મેળવીને તે બેલી કે- “કઠિન હૃદયવાળા પ્રહસિત ! મરવાનો નિશ્ચય કરનારા તારા તે પ્રિય મિત્રને વનમાં એકલે મૂકીને તું અહી કેમ આવ્યો ? અથવા મેં પાપિણીએ વિચાર્યા વગર અંજના જેવી ખરેખર નિર્દોષ સ્ત્રીને કાઢી મૂકી તે કેવું ખરાબ કર્યું છે ? એ સાથ્વી ઉપર દેષ આરોપણ કરવાનું મને અહીં જ પૂર્ણ ફળ મળ્યું છે. અતિ ઉગ્ર પાપ અને પુણ્યનું ફળ અહીં જ મળે છે.”
આ પ્રમાણે રૂદન કરતી કેતુમતીને નિવારીને અંજનાને શેધવા નીકળેલા પવનંજયની જેમ પ્રહલાદ રાજા પવનંજયને શોધવા ચાલ્યા. અંજના અને પવનંજયની શેને માટે પ્રહૂલાદે પિતાના મિત્ર એવા સર્વ વિદ્યાધર રાજાઓની પાસે અનેક દૂતોને મોકલ્યા. અને પિતે અનેક વિદ્યાધરની સાથે પુત્ર અને પુત્રવધૂને શોધતો શોધતો ત્વરાથી ભુતવન નામના વનમાં આવ્યું. ત્યાં એક ચિતા રચીને તેમાં અગ્નિ પ્રજવલિત કરતો પવનંજય તે જોવામાં આવ્યું. પછી ચિતાની પાસે ઊભો રહી પવનંજય બોલ્યા કે “હે વનદેવતાઓ ! વિદ્યાધરના રાજા પ્રલાદ અને કેતુમતીને હું પુત્ર છું. અંજના નામે એક મહાસતી મારી પત્ની હતી, તેની સાથે વિવાહ કર્યો ત્યારથી મેં દુષ્ટબુદ્ધિએ એ નિર્દોષ સ્ત્રીને દુઃખી કરી છે. તેને ત્યાગ કરીને સ્વામીના કાર્યને માટે હું રણયાત્રાએ જતો હતો, તેવામાં દેવગે તેને નિર્દોષ જાણુને પાછે તેની પાસે આવ્યા, અને તેની સાથે સ્વેચ્છાએ ક્રીડા કરી મારા આવ્યાની નિશાની આપી, હું માતાપિતાથી અજ્ઞાત રહી પાછો મારા કટકમાં આવ્યું. તે જ દિવસે તે કાંતાને ગર્ભ રહ્યો. મારા દેષને લીધે તેની પર દેષની શંકા રાખતા વડિલોએ તેને કાઢી મૂકી, તે અત્યારે ક્યાં હશે તે કાંઈ જણાતું નથી. તે આગળ અને હમણાં નિર્દોષ જ છે તે છતાં મારા અજ્ઞાનદેષથી દારૂણ દશાને પ્રાપ્ત થઈ છે. અરે ! મારા જેવા અપંડિત (મૂખ) પતિને ધિક્કાર છે! મેં બધી પૃથ્વીમાં ભટકીને તેને શોધ કર્યો, તથાપિ રત્નાકરમાં