________________
પર્વ ૭ મું મૃત્યુ પામીને તે લાંતક દેવકમાં દેવતા થયે. ત્યાંથી ચ્યવને આ તારી સખી અંજનાના ઉદરમાં આવ્યો છે. એ પુત્ર ગુણનું સ્થાન, મહાપરાક્રમી, વિદ્યાધરોનો રાજા, ચરમહી અને પાપરહિત મનવાળે થશે, હવે તારી સખીને પૂર્વ ભવ સાંભળ. કનકપુર નગરમાં કનકરથે નામે એક મહારથીઓમાં શિરોમણિ રાજા હતો. તેને કનકોદરી અને લમીવતી નામે બે પત્નીઓ હતી; તેમાં લક્ષમીવતી અત્યંત શ્રદ્ધાળુ શ્રાવિકા હતી. તે પિતાને ગૃહચત્યમાં રનમચ જિનબિંબને સ્થાપિત કરીને બન્ને કાળ તેની પૂજા અને વંદના કરતી હતી કનકોદરીને તે વિષે ઈર્ષ્યા થવાથી તે દુષ્ટ હદયની સ્ત્રીએ એક વખતે તે જિનબિંબ હરી લઈ અપવિત્ર ઉકરડામાં સંતાડી દીધું. તે વખતે જયશ્રી નામે એક સાથ્વી વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યાં. તે તેને પ્રતિમા સંતાડતી દેખીને બેલ્યાં-અરે ભલી
સ્ત્રી ! આ તે શું કર્યું ? આ ભગવંતની પ્રતિમાને અહીં નાખવાથી તે તારા આત્માને સંસારનાં અનેક દુખને પાત્ર કર્યો. જયશ્રી સાધ્વીને આ પ્રમાણે કહેવાથી કનકેદરીને પશ્ચાત્તાપ થયો. તેથી તત્કાળ તે પ્રતિમા ત્યાંથી લઈ શુદ્ધ કરી ખમાવીને જે સ્થાને હતી ત્યાં મૂકી દીધી. ત્યારથી તે સમકિતધારી થઈને જૈનધર્મને પાળવા લાગી. અનુક્રમે આયુધ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામીને સૌધર્મ ક૯૫માં દેવી થઈ ત્યાંથી ચ્યવને આ તારી સખી મહેંદ્ર રાજાની પુત્રી થઈ. તેણે અહંની પ્રતિમા દુઃસ્થાને નાંખી હતી તેનું આ ફળ તેને પ્રાપ્ત થયેલું છે. તું તે ભવમાં તે કર્મ કરવામાં તેને અનુમોદન કરનાર અને મદદગાર હતી, તેથી તું પણ તેની સાથે તેનું ફળ ભેગવે છે. પણ તે દુષ્ટ કમનું ફળ પ્રાય: ભોગવી લીધું છે, માટે હવે ભવે ભવે શુભ ફળને આપનાર જિનધર્મને ગ્રહણ કરશે. અને હીંથી આ સ્ત્રીનો મામે અકસ્માત્ આવીને તેને પોતાને ઘેર લઈ જશે, અને થોડા સમયમાં તેને તેના પતિની સાથે પણ મેલાપ થશે.”
આ પ્રમાણે કહી તે બન્ને સ્ત્રીઓને આહંત ધર્મમાં સ્થાપિત કરીને તે મુનિ ગરૂડની જેમ આકાશમાં ઉડી ગયા. તેવામાં ત્યાં આવતા એક યુવાન સિંહ તેમના જોવામાં આવ્યો. પિતાના પુચ્છના પછાડવાથી જાણે પૃથ્વીને ફાડતા હોય તે તે દેખાતું હતું. મોટા બત્કાર વિનિથી દિશાઓને કુંજને પુરી દેતા, હાથીઓના રૂધિરથી વિકરાળ હ નેત્રે દીપક જેવાં ચકચકિત હતાં, દાઢે વજના કંદ જેવી હતી, દાંત કરવતના જેવા કુર હતા, કેશવાળ અગ્નિની જવાળા જેવી હતી, નખ લાહના અંકુશ જેવા હતા અને તેનું ઉરસ્થળ શિલા જેવું હતું. આવા સિંહને જોતાં જ તે બન્ને સ્ત્રીઓ જાણે ભૂતળમાં પેસવાને ઈરછતી હોય તેમ જમીન તરફ જતી સતી કંપવા લાગી, અને ભય પામેલી હરિણીની જેમ હવે કયાં જવું ? એવા ભયથી સ્થિર થઈ ગઈ તેવામાં તે ગુહાના અધિપતિ મણિ ચૂળ નામના ગંધ અષ્ટાપદ પ્રાણીનું રૂપ લઈ તે સિંહને મારી નાખ્યો. પછી અષ્ટાપદનું રૂપ સંહરી લઈ પિતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી તેણે એ બન્ને સ્ત્રીઓના હર્ષને માટે પિતાની પ્રિયા સહિત અહંતુ ગુણની સ્તુતિ કરવા માંડી. પછી તે સ્ત્રીઓએ તેનું સાનિધ્ય છોડયું નહિ. બને જણ તે ગુફામાંજ રહી, અને ત્યાં મુનિસુવ્રત પ્રભુની પ્રતિમાનું સ્થાપન કરીને નિરંતર તેનું પૂજન કરવા લાગી.
એક દિવસે સિંહણ જેમ સિંહને જન્મ આપે, તેમ અંજનાએ ચરણમાં વજ અંકુશ અને ચકના ચિન્હવાળા એક પરાક્રમી પુત્રને જન્મ આપે. વસંતતિલકાએ હર્ષિત થઈ ( ૧ છેલ્લું જેનું શરીર છે એવો અર્થાત તેજ ભવમાં મોક્ષે જનારે.